સંબંધ નામના વૃક્ષની જાતકકથા – કમલેશ શાહ
તારી પાનીની ઠેસ વાગ્યા પછી
જેની પહેલી કૂંપળ ફૂટી હતી,
તે અશોકવૃક્ષને પાંદડે પાંદડે
મેં તારું નામ કોતરાયેલું જોયું.
તારા એ નામની બાજુમાં મેં
મારું નામ કોતરવાનો પ્રયત્ન કર્યો
અને એટલામાં તો
અશોક વૃક્ષ આકાશ થઈ ગયું.
મારી ભૂલ પર પસ્તાતો હું
ત્યાં જ સૂઈ ગયો.
હું જાગ્યો ત્યારે મારી ઉપર
બોધિવૃક્ષ
શ્વાસ લેતું હતું.
– કમલેશ શાહ
કોઈકે કહ્યું છે સંબંધનું analysis શક્ય નથી, એની માત્ર autopsy જ થઈ શકે. જે સંબંધને મૂલવવો પડે એ તો ક્યારનો ય મરી જ પરવાર્યો હોય છે. છતાં આ ‘સંબંધ’ નામના પતંગિયાના પડછાયાને પકડવાની રમત ચાલ્યા જ કરે છે. અહીં સંબંધવિચ્છેદ વધુ ‘સમજણ’માં પરિણામે છે એની વાત કરી છે. એક રીતે આ વાત તદ્દન ખરી લાગે છે પણ બીજી રીતે જુઓ તો… દિલ કે બહેલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ જેવી લાગે છે. વધુ તો તમે જાણો !
Jayshree said,
May 26, 2008 @ 2:13 AM
ધવલભાઇ,
આ analysis અને autopsy વાળી વાત ગમી….!!
નાનકડું પણ સુંદર અછાંદસ…. વિચારતા કરી દે એવું..!
pragnaju said,
May 26, 2008 @ 9:15 AM
સુંદર અછાંદસ.
તારા એ નામની બાજુમાં મેં
મારું નામ કોતરવાનો પ્રયત્ન કર્યો
અને એટલામાં તો
અશોક વૃક્ષ આકાશ થઈ ગયું.
મારી ભૂલ પર પસ્તાતો હું
ત્યાં જ સૂઈ ગયો.
સરસ
તમારી આ વાત- “સંબંધનું analysis શક્ય નથી, એની માત્ર autopsy જ થઈ શકે”
મને વિચાર કરતાં કરી મૂકી!.મારા પતિ સામાન્ય રીત ગમે તેવું autopsy કરી સામાન્ય માનસીક સ્થિતીમાં હોય છે પણ એકવાર બારડોલીમાં autopsy કર્યા બાદ થોડા ગમગીન લાગ્યા.તેમણે કહ્યું આ જે સંબંધનું પણ autopsy થયું! જે છોકરાને આપણે રમાડતા હતાં તે ઉનાઈનાં ડો.નો દિકરો ડો.દિપકને અકસ્માત થયો અને કારણ હતું માથામાં ઈજા-તેણે હેલમેટ પહેરી ન હતી!
વિવેક said,
May 26, 2008 @ 10:09 AM
આ કાવ્ય વિચાર માંગી લે એવું છે… પહેલી નજરે એ જેટલી ઝડપથી ખુલતું જણાય છે એટલી ઝડપથી ખરેખર એ ખુલતું નથી…
Rahul Shah said,
May 27, 2008 @ 6:52 AM
નાનકડું પણ, સામાન્ય નથી,
તારા એ નામની બાજુમાં મેં
મારું નામ કોતરવાનો પ્રયત્ન કર્યો
અને એટલામાં તો
સુંદર અછાંદસ
RAHUL Surat
nilamdoshi said,
June 3, 2008 @ 11:28 PM
liked this very much..
kanchankumari parmar said,
October 22, 2009 @ 5:24 AM
સ્વપનો મારા તુ પાનખર નુ નામ ન લે;રુમઝુમતા દિવડા માંડ પ્રગટિયા છે મારા પાંદડે……