રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
રઈશ મનીઆર

આત્મની આરામગાહે – મકરંદ દવે

તમે જેને ચાહો છો એ કદી તમને ન ચાહે
તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે
જિન્દગી સસ્તી નથી
ને એ મળી તમને અમસ્તીયે નથી
વેડફો શાને નિરર્થક આંસુ ને નિ:શ્વાસ ને આઘાત આહે !
તમે આગે ચલો !
આગ છોને અંતરે છૂપી જલો
પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો.

આજ જે તમને ન ચાહે
છો ન આવે એક રાહે
એ જ જો દીવો હશે સાચો હ્રદે
તો આપ મેળે આવશે દોડી પથે.

ને જિન્દગીમાં જો નહીં તો-
ના હવે એ વેડફો નિ:શ્વાસ ને આઘાત આહે-
રાખજો વિશ્વાસ કે એ આવશે આખર નકી
ઉજ્જવળ તમારા આત્મની આરામગાહે .

-મકરંદ દવે

આ કાવ્ય વિષે ટિપ્પણ લખવા જેટલા સશક્ત શબ્દો મારી પાસે છે જ નહીં…….

10 Comments »

  1. perpoto said,

    April 7, 2013 @ 3:48 AM

    every gravestone
    a conspiracy
    of a breath….

    તીર્થેશભાઇ આ મારો -જવાબ છે….

  2. RASIKBHAI said,

    April 7, 2013 @ 9:04 AM

    રાખ્જો વિસ્વાસ અએ આવ્શે નક્કિ. આશાવદિ અભિગમ્

  3. vijay joshi said,

    April 7, 2013 @ 10:16 AM

    Well said,
    all is well that
    ends well!

  4. Maheshchandra Naik said,

    April 7, 2013 @ 4:19 PM

    કવિશ્રી સાંઈ મકરદ દવેને સલામ……………………….

  5. pragnaju said,

    April 7, 2013 @ 7:24 PM

    ને જિન્દગીમાં જો નહીં તો-
    ના હવે એ વેડફો નિ:શ્વાસ ને આઘાત આહે-
    રાખજો વિશ્વાસ કે એ આવશે આખર નકી
    ઉજ્જવળ તમારા આત્મની આરામગાહે .
    આધ્યાત્મિક દર્શનની સુંદર અભોવ્યક્તી
    યાદ આવે
    તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
    એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

    જો સૌનાં મોં સિવાય
    ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
    જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
    ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
    તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

    જો સૌએ પાછાં જાય,
    ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
    ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
    ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

    જયારે દીવો ન ધરે કોઇ,
    ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
    જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
    ત્યારે આભની વીજે, તું સળગી જઇને
    સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

  6. mInaakshi chandarana said,

    April 8, 2013 @ 7:36 AM

    મારી પ્રિય કવિતા

  7. વિવેક said,

    April 10, 2013 @ 1:56 AM

    सुंदर !

  8. La'Kant said,

    April 11, 2013 @ 9:24 AM

    “ઉળજ્જવળ તમારા આત્મની આરામગાહે .”
    જે થતું,થયું,થશે તે જ સહી?!= ઉળજ્જવળ આત્મગુહા ?
    લા’ / ૧૧-૪-૧૩

  9. PARASHAR DWIVEDI said,

    April 16, 2013 @ 11:33 AM

    ળૅ આ ડાઊટૅઋ ડૅળીટ્ૅ ડૅળીટ આણ્ડ ડૅળીટ ઑણ્ળ્

  10. PARASHAR DWIVEDI said,

    April 16, 2013 @ 11:36 AM

    LIFE IS A DAUGHTER OF DELIGHT. WE CAN NOT AFFORD TO WASTE.. IT IS NOT A PIECE OF TIME, IT IS A PIECE OF CONSCIOUSNESS HEADING TO WARDS THE DIVINE.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment