ગઝલ – મહેન્દ્ર ગોહિલ
સમયને શું બીબામાં ઢાળી શકાશે?
ને સિક્કાની માફક ઉછાળી શકાશે?
સતત રાતભર વેરાતું જાય ઝાકળ,
ન સૂરજને તોયે પલાળી શકાશે.
સરી જાય રેતીની માફક હમેશાં,
શબદનાં હરણ કેમ પાળી શકાશે?
કે સૂરજ નથી આંખમાં ઊગવાનો,
તો અંધારને કેમ ભાળી શકાશે?
હથેળીમાં સંભવની રેખા સરે છે,
ક્ષણો કેમ સંભવતી ટાળી શકાશે?
– મહેન્દ્ર ગોહિલ
બધા જ શેર એક સાવ અનૂઠા શબ્દ-ચિત્રો દોરી આપે છે… પણ અંધારાને જોવાનું કલ્પન અને સંભવતી ક્રિયાપદની મજા સાવ અલગ જ છે…


N H PATEL said,
May 10, 2013 @ 2:12 AM
કે સુરજ ……..ભાળી શકાશે…વાહ સુન્દર રચના ….ધન્યવાદ્
Rina said,
May 10, 2013 @ 2:14 AM
Beautiful
Tejas Shah said,
May 10, 2013 @ 3:55 AM
સરસ રચના!
perpoto said,
May 10, 2013 @ 6:19 AM
ક્ષણોને સંભવતી ટાળી શકાશે….સુન્દર દર્શન…
મનોજ ખંડેરીયા યાદ આવે…ક્ષણોને તોડવા બેસુ તો વરસોના વરસ લાગે..
ન જતી ક્ષણોને રખાય છે,ન આવતી ક્ષણોને ટાળી શકાય છે,ને છતાં રાચે…..
pragnaju said,
May 10, 2013 @ 3:27 PM
સરસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
હથેળીમાં સંભવની રેખા સરે છે,
ક્ષણોને સંભવતી ટાળી શકાશે ?
heta said,
May 11, 2013 @ 2:43 PM
વાહ….
sagar said,
May 13, 2013 @ 12:26 AM
અદભુત
b m parmar said,
May 14, 2013 @ 11:14 PM
ખુબજ સરસ રચના