વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
ઉમાશંકર જોશી

નવા વર્ષે – ઉમાશંકર જોશી

નવા વર્ષે હર્ષે,
નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ !માંગલ્યપથ આ
નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.
નવી કો આશાઓ.

નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી.
મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !

-ઉમાશંકર જોશી

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…

3 Comments »

 1. pragnaju said,

  October 30, 2008 @ 10:46 am

  આપ સૌને પણ સાથે
  ધન્યવાદ સુંદર કાવ્ય માટે

 2. ધવલ said,

  October 31, 2008 @ 11:21 am

  નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી.
  મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !

  – સરસ !

 3. Pinki said,

  November 5, 2008 @ 2:58 am

  લયસ્તરોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment