બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.
ગૌરાંગ ઠાકર

વ્યાખ્યા -એરિક ફ્રાઇડ

કુત્તો
જે મરણ પામે છે
અને જે જાણે છે
કે એ મરણ પામે છે
કુત્તાની માફક.

અને જે કહી શકે
કે એ જાણે છે
કે જે કુત્તાની માફક
મરે છે
એ માણસ છે.

-એરિક ફ્રાઇડ (જર્મની)
(અનુ. હરીન્દ્ર દવે)

आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् । (આહાર, નિદ્રા, ભય, મિથુન આ બધું મનુષ્યો અને પ્રાણીઓમાં સરખું જ છે.) ફક્ત વિચારશક્તિ જ બંનેમાં ભેદ પાડે છે. પ્રાણી જાણે છે કે એ પ્રાણી તરીકે જ જન્મ્યા છે, એમ જ જીવે છે અને એમ જ મૃત્યુ પામે છે. પણ માણસ?

માણસ જન્મે તો છે માણસ સ્વરૂપે પણ માણસ થઈ રહેવું અને માણસની મોતે મરવું બહુ જ દોહ્યલું છે. રેટ-રેસમાં જીવતા આપણે બધા મહદાંશે કૂતરાની મોતે જ મરીએ છીએ…

6 Comments »

 1. perpoto said,

  March 30, 2013 @ 6:43 am

  કૂતરાનું મોત અને માણસનું મોત…

  ભલા મોત તો મોત જ છે, માણસ જ મોતનાં ભાગલા પાડી શકે…..

 2. pragnaju said,

  March 30, 2013 @ 9:28 am

  જે કુત્તાની માફક
  મરે છે
  એ માણસ છે.
  ભગવાનને ત્યાં તો ડહાપણ સુધીની જરૂર, તે બધું ઓવરવાઇઝ થઇ ગયું હતું અને કુતરા કરતાં ય ભૂંડા આચાર થઇ ગયા છે. કારણ કે … ખોટી પકડો પકડવી, ખોટા દુરાગ્રહ, ખોટા કદાગ્રહ, પોતાના જ વિચારોથી ધર્મને માનવો અને મૂલવવો

 3. Maheshchandra Naik said,

  March 30, 2013 @ 2:05 pm

  માણસ બની રહે તો પણ બસ છે, કુતરા જેટલી વફાદારી વર્તનમા મુકી શકે તો પણ સંતોષ માનવાનો, સરસ રજુઆત……………………………….

 4. Shefali said,

  March 30, 2013 @ 2:42 pm

  This reminds me of Yudhishtir’s Dog.

 5. La'Kant said,

  April 2, 2013 @ 7:01 am

  ??? !!!!
  જો હૈ સો ઠીક!
  ??? !!!!
  -લા’ / ૨-૪-૧૩

 6. La'Kant said,

  April 2, 2013 @ 7:02 am

  ” હર કુત્તેકે દિન આતે હૈ !” હમારા એક મિત્ર કહેતા થા !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment