પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
વિવેક મનહર ટેલર

વિલાનેલ : મનિયા

ધ્રુવપંક્તિ 1 (a1)                                આનાકાની કર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b1)                         વ્હેણ સમજ ‘ને વહી જા સાથે
ધ્રુવપંક્તિ 2 (a2)                                સામા પૂરે તર મા, મનિયા !

પંક્તિ1 (a3)                                        શ્રદ્ધાને ખોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b2)                        તર્કોના નખ ઝેરીલા છે
ધ્રુવપંક્તિ 1 (a1)                                આનાકાની કર મા, મનિયા !

પંક્તિ2 (a4)                                       લૂના રસ્તે ફર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b3)                        મૃગજળ વચ્ચે જાત મૂકીને
ધ્રુવપંક્તિ 2 (a2)                                સામા પૂરે તર મા, મનિયા !

પંક્તિ3 (a5)                                       ચોરે તું ચીતર મા, મનિયા ! *
પ્રાસયુક્ત પંક્તિ (b4)                        ઘરની વાતો ઘરમાં શોભે
ધ્રુવપંક્તિ 1 (a1)                                આનાકાની કર મા, મનિયા !

પંક્તિ4 (a6)                                      દિવસે દીવો ધર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b5)                       સૂરજભાનો અહમ્ ઘવાશે
ધ્રુવપંક્તિ 2 (a2)                               સામા પૂરે તર મા, મનિયા !

પંક્તિ5 (a7)                                      મે’માનો નોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b6)                       બેસી એકલતાને તીરે
ધ્રુવપંક્તિ 1 (a1)                               આનાકાની કર મા, મનિયા !
ધ્રુવપંક્તિ 2 (a2)                              સામા પૂરે તર મા, મનિયા !

 

– મિલિન્દ ગઢવી

(* અંતરના ઊંડાણની વેધૂને કહેવાય,
ચોરે નૉ ચીતરાય ચિત્તની વાતું ‘શંકરા’
– શંકરદાનજી દેથા)

 

વિલાનેલ (Villanelle)એક એવો કાવ્યપ્રકાર છે જે 19મી સદીમાં ફ્રેન્ચ મોડૅલ્સમાંથી અંગ્રેજી ભાષા-કવિતામાં ઊતરી આવ્યો છે. આ શબ્દ ઇટાલિયન villanella પરથી આવ્યો છે જેનું મૂળ છે લૅટિન villanus (ગામઠી). વિલાનેલઓગણીસ લીટી લાંબું હોય છે, જેમાં પાંચ ત્રિપદી (a-b-a પ્રકારની)અને એક છેવટની ચતુષ્પદી(a-b-a-a પ્રકારની)નો સમાવેશ થાય છે.પ્રથમત્રિપદીની પહેલી અને ત્રીજી કડી ધ્રુવપંક્તિઓ હોય છે જે દરેક અનુગામી ત્રિપદીની ત્રીજી લીટી તરીકે એકાંતર પુનરુક્તિ પામે છે અને ચતુષ્પદીમાં દુપાઈ રૂપે અંતિમ બે પંક્તિ તરીકે સાથે આવે છે. તેની રચના બિન-રેખીય હોવાને કારણે, નૅરેટીવ ડેવલપમેન્ટ અટકાવે છે.વિલાનેલનુંકોઈ સ્થાપિત મીટર નથી. તેના આધુનિક સ્વરૂપનું સત્વ તેના પ્રાસ અને પુનરાવર્તનની વિશિષ્ટ પેટર્ન છે.

(મિલિન્દ ગઢવી)

15 Comments »

 1. Anil Chavda said,

  March 15, 2013 @ 2:17 am

  waaah Milind Gadhavi…

  Guajaratima Aa Navo Kavyprakar Safal Rite Lai Aavava Badal Dilthi Abhinandan…

 2. narendrasinh chauhan said,

  March 15, 2013 @ 3:10 am

  વાહ વાહ અત્યન્ત સુન્દર્

 3. pragnya said,

  March 15, 2013 @ 3:25 am

  આ નવ પ્રકાર નિ સમજ આપ્વ બદલ ખુબ ખુબ આભાર
  કવિતા ન શબ્દો અને તેન અર્થ સિવય કસનિ સમજ ન હોય તેને માતેથોદુ જાનવાનુ મલે.
  આભાર

 4. Deval said,

  March 15, 2013 @ 7:28 am

  વાહ ….અભિનન્દન મિલિયા … i mean Kavi shree Milind saheb… 😉 maja padi aa navo prakar janvani, maanvani……

 5. pragnaju said,

  March 15, 2013 @ 10:45 am

  નવા જ કાવ્ય પ્રકાર અંગે જાણી આનંદ
  ખૂબ સુંદર પંક્તીમા
  શ્રદ્ધાને ખોતર મા, મનિયા !
  તર્કોના નખ ઝેરીલા છે
  આનાકાની કર મા, મનિયા !
  વાહ મનિયા
  હવે
  તારી લીંબીક સીસ્ટીમમા ઝરતો એન્ડોર્ફીન
  અને
  મૅલૅટોનીન પીનીઅલમા ઝરી
  રમતો રાસ!
  અને તેનો અણસાર…!!

 6. vijay joshi said,

  March 15, 2013 @ 11:23 am

  મિલિન્દભાઈ,
  અતિ સુંદર રચના છે ખુબ મજા આવી પણ મને એમ લાગે છે કે વિલાનેલ (ફ્રેંચ) અને વિલાનેલ્લા (ઇટાલિયન) આ બંને જુદા જુદા કાવ્ય પ્રકારો છે. બનેંમા ગેરસમજ થવાનું મુખ્ય કારણ villanella (plural villanelle — not to be confused with the French poetic form villanelle) is a form of light Italian secular vocal music which originated in Italy just before the middle of the 16th century.
  The rhyme scheme of the verse in the earlier Neapolitan forms of the villanelle is usually abR abR abR ccR.
  The rhyme-and-refrain pattern of the French villanelle can be schematized as A1bA2 abA1 abA2 abA1 abA2 abA1A2 where letters (“a” and “b”) indicate the two rhyme sounds, upper case indicates a refrain (“A”), and superscript numerals (1 and 2) indicate Refrain 1 and Refrain 2.

 7. Milind Gadhavi said,

  March 15, 2013 @ 2:22 pm

  Dear Anil, Thank you so much… It feels good to find the very first comment from you.

  Thanx to all other friends…

  @Vijay Joshi :
  Firstly thanx… For appreciation and for the useful info both..

  But I guess there is some misunderstanding with your reading.
  Its not said that the two forms are the same.
  આ ‘શબ્દ’ ઇટાલિયન villanella પરથી આવ્યો છે, that is what is said…

  “The word villanelle derives from the Italian villanella, referring to a rustic song or dance.” – Preminger 1993 p.1358

 8. Maheshchandra Naik said,

  March 15, 2013 @ 2:26 pm

  નવા કાવ્યના પ્રકારની જાણ કરાવવા માટે આપનો આભાર………………મિલિન્દભાઈને પણ અભિનદન…………………………

 9. Sakshar said,

  March 15, 2013 @ 3:02 pm

  લાયા બોસ!

 10. vijay joshi said,

  March 15, 2013 @ 3:40 pm

  MilindBhai,
  Your point is well taken. The confusion happens because the plural of Italian Villanella happens to be Villanelle which is how French spelled it in singular noun.
  Nothwithstanding the confusion, your rendition and introduction of this beautiful poetic form in Gujarayti is narrated exquisitely by you- many Kudos. I enjoyed it and looking forward to more of it in future.

 11. sudhir patel said,

  March 15, 2013 @ 4:31 pm

  વિદેશી કાવ્ય-પ્રકારને ગુજરાતીમાં સફળતાપૂર્વક રજૂ કરવા બદ કવિશ્રી મિલિન્દ ગઢવીને હાર્દિક અભિનંદન!
  સુધીર પટેલ.

 12. Pravin Shah said,

  March 17, 2013 @ 6:47 am

  વિદેશી કાવ્ય પ્રકાર ગુજરાતીમાં સરસ રીતે ખેડ્યો છે.
  આનંદ અને અભિનંદન મિલિન્દભાઈ !

 13. Dr Niraj Mehta said,

  March 20, 2013 @ 1:18 am

  વાહ દોસ્ત

  અઘરો કાવ્યપ્રકાર ખૂબ સરળતાથી ગુજરાતીમાં અવતાર્યો….

  કાબિલેદાદ

 14. ketan yajnik said,

  October 10, 2014 @ 4:45 am

  માન્યું અને માણ્યું
  બધા ચાહકોનો આભારસુંદર કૃતિ અને સમજણ આપવા બદલ

 15. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  June 9, 2017 @ 7:32 am

  જય ભારત સાથે જણાવાનું કે,

  સુંદર વિલાનેલ, નવો જ કાવ્યપ્રકાર જાણવા મળ્યો.

  આભાર.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment