આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.
રમેશ પારેખ

ગઝલ – કિરીટ ગોસ્વામી

કોઈ સાથે લાગણી બંધાય છે,
મૂળ દુઃખનાં ત્યાં જ તો નંખાય છે !

પોતપોતાની ઉકેલે સહુ વ્યથા;
ક્યાં પીડાઓ પારકી વંચાય છે ?

એમનાથી માળવા પ્હોંચાય નહીં;
જેમનું મન હર ઘડી શંકાય છે !

વારતા શરૂઆતમાં સારી ભલે;
વાત-વાતે એ પછી વંકાય છે !

રંગ સંસારી બધાં ભોઠાં ‘કિરીટ’.
સાવ ઠાલી આંખ આ અંજાય છે !

– કિરીટ ગોસ્વામી

જિંદગીના નાનાવિધ આયામોને સ્પર્શતી મનનીય ગઝલ…

8 Comments »

  1. Rina said,

    May 17, 2013 @ 2:20 AM

    વાહહ…….

  2. Nirav said,

    May 17, 2013 @ 3:25 AM

    Good One… Arz Kya Hai (Read In Gujarati) Sambandh Sachav va mate hoy che ane Paisa Vapar va mate – Kintu Loko Aaj Kaal Paisa Sach ve che ne Sambandh O Vapre che…

  3. narendrasinh chauhan said,

    May 17, 2013 @ 3:36 AM

    કોઈ સાથે લાગણી બંધાય છે,
    મૂળ દુઃખનાં ત્યાં જ તો નંખાય છે !

    પોતપોતાની ઉકેલે સહુ વ્યથા;
    ક્યાં પીડાઓ પારકી વંચાય છે ? અતિ સુન્દર સત્ય

  4. Manubhai Raval said,

    May 17, 2013 @ 12:37 PM

    એમનાથી માળવા પ્હોંચાય નહીં;
    જેમનું મન હર ઘડી શંકાય છે !
    ખુબ સરસ.

  5. pragnaju said,

    May 17, 2013 @ 12:57 PM

    કોઈ સાથે લાગણી બંધાય છે,
    મૂળ દુઃખનાં ત્યાં જ તો નંખાય છે !
    સ રસ
    યાદ
    નામ ક્યાં આપી શકાય કેટલાક સબંધોને
    છતાં બેનામ બંધાય છે આ લાગણી
    ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે
    તો પણ ઝન્નતની સેર કરાવે લાગણી…

    ક્યારેક ઉભરાઈ ઉઠે હૃદય વાટે તો
    વહેતા ઝરણા સમી આ લાગણી
    ક્યારેક મનમાં ધૂંધવાતી ને છુપાતી
    પ્રિયજનના સુખે હસી પડે લાગણી

    ભલે ને હોય ગમે તેટલા કોસો દુર
    નિકટતાનો અહેસાસ કરાવે લાગણી
    એકમેકને જોડી રાખતી આ કડી
    જીવંત રાખે એકમેકને આ લાગણી…

  6. Maheshchandra Naik said,

    May 17, 2013 @ 3:47 PM

    લાગણી જ બધા જ દુખોનુ કારણ બની રહે છે. એ સ્વિકારવુ જ રહ્યુ………………સરસ રચના

  7. Darshana bhatt said,

    May 17, 2013 @ 4:26 PM

    સુખનુ કારણ પણ લાગણી જ ….
    સરસ રચના.

  8. kamlesh chaudhari said,

    May 23, 2013 @ 11:37 AM

    su,,ghazal che kiritbhai,,, wah,,,jivanni vastvikta ma aapni ghazal pure puri sarthak pami che,,,apni ghazalo janvi ne manvi game che, apni kalm sadane chalti rahe a prabhu ne prathna.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment