પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી 'ઈર્શાદ'

ગઝલ – નયન હ. દેસાઈ

વૃક્ષો ડૂબ્યાં ને ઘર ડૂબ્યાં પાણીને કૈં કહો
કોનાં વહે છે અશ્રુઓ જાણીને કૈં કહો.

નીકળે છે અર્થહીન હવે વાણીને કૈં કહો
કહેવાનો અર્થ શું છે ? પ્રમાણીને કૈં કહો.

કોઈ ડૂબે તો કેટલું ? ડૂબી જવાનો મર્મ ?
તળિયાને ક્યાંક તટ ઉપર તાણીને કૈં કહો !

વહેવું ધ્વનિ કે અર્થ ગતિ કે કોઈ સ્થિતિ
ખોબો ભરો કે અંજલિ નાણીને કૈં કહો !

નયન દેસાઈ

ચાર જ શેરની એક અદભુત ગઝલ… પાણી-જાણી-નાણી જેવા ચુસ્ત કાફિયાઓમાં કવિએ કેવું કમાલનું કામ કર્યું છે ! કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કોયડો બની જાય છે…

7 Comments »

  1. RAKESH said,

    May 24, 2013 @ 4:31 AM

    Excellent!

  2. હેમંત પુણેકર said,

    May 24, 2013 @ 5:21 AM

    સુંદર!

  3. suresh shah said,

    May 24, 2013 @ 5:21 AM

    enjoyed , keep it up.
    with best wishes.

  4. Manubhai Raval said,

    May 24, 2013 @ 6:32 AM

    એક અદભુત ગઝલ

    નયનભાઈ ધન્યવાદ ખુબ સુન્દર

  5. pragnaju said,

    May 24, 2013 @ 10:03 AM

    બધા જ સુંદર શેરમા
    નીકળે છે અર્થહીન હવે વાણીને કૈં કહો
    કહેવાનો અર્થ શું છે ? પ્રમાણીને કૈં કહો.
    વધુ ગમ્યો
    યા દ
    છે ક્યાં કોઈના દ્વારે કદી ‘નાદાન’,
    સ્વયમને સ્હેજ પ્રમાણીને અમે ચાલ્યા જશું પાછા.

    તેથી જ કોઈ એક ધર્મગ્રંથ ને પ્રમાણીને ચાલવાની વાત….

  6. Yogesh Shukla said,

    May 24, 2013 @ 5:17 PM

    શ્રી નયનભાઈ ,મારા પ્રિય કવિ
    હરએક ગઝલ ની માફક અદભુત ,,,,
    thanks to “લયસ્તરો ”
    યોગેશ શુક્લ
    કેનેડા

  7. Maheshchandra Naik said,

    May 24, 2013 @ 8:52 PM

    સરસ વાત કહી દીધી, પ્રમાણીને બોલવાની વાત ખુબ ગમી ગઈ, કવિશ્રી નયન દેસાઈને અભિનદન…………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment