માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
રઈશ મનીઆર

અને – હેમેન શાહ

ધોમધખતા ઉનાળામાં ઊભેલાં વૃક્ષો
એકાએક
બંદગી માટે ઊઠેલા હાથ બની જાય છે.
આકાશ કોઈની ઉદાસ આંખ તો નથી ને ?
તડકો ભીંસે છે.. ચોમેરથી.

ત્યાં ટપ… ટપ…
આદિવાસી સ્ત્રીની પીઠ જેવો પથ્થર
હમણાં જ ભીનો થયો.
નદીનો વિષાદ ધોવાતો જાય છે
ધીમે ધીમે.

એક તાજું ફુટેલું તરણું
માથું ઊંચકે છે,
અને
નમી પડે છે આખું ચોમાસું.

– હેમેન શાહ

વર્ણનમાં કવિની બારીકી જુઓ. કવિ છેલ્લી ચાર લીટી ચોમાસું-વર્ષા-નવજીવન બધાને એક સાથે સાંકળી લે છે.

8 Comments »

 1. pragnaju said,

  January 22, 2013 @ 10:51 pm

  ત્યાં ટપ… ટપ…
  આદિવાસી સ્ત્રીની પીઠા જેવો પથ્થર
  હમણાં જ ભીનો થયો.
  નદીનો વિષાદ ધોવાતો જાય છે
  ધીમે ધીમે.
  સરસ અછાંદસ અને આસ્વાદ
  યાદ
  દરિયે મળવા ચાલી સરિતા
  રણમાં થઈ ગઈ ગુમ, અને આસ્વાદ
  ભરી ભરી મહેફિલમાં આજે

  ચહેરાઓ ગુમસૂમ.

 2. હેમંત પુણેકર said,

  January 22, 2013 @ 11:33 pm

  સુંદર!

 3. Rina said,

  January 22, 2013 @ 11:40 pm

  beautiful……

 4. વિવેક said,

  January 23, 2013 @ 2:07 am

  મજેદાર કવિતા…

  ગુજરાતી અછાંદસની રાહ ભટકી ગયેલી દુનિયામાં ભાગ્યે જ આવા genuine અછાંદસ મળી આવે છે !

 5. Monal Shah said,

  January 23, 2013 @ 10:53 am

  સરસ કવિતા!

 6. Maheshchandra Naik said,

  January 23, 2013 @ 7:33 pm

  સરસ કવિતા, આનદ આનદ થઈ ગયો………………

 7. Sudhir Patel said,

  January 24, 2013 @ 9:18 pm

  ગઝલ જેવી જ સચોટતા અછાંદસમાં પણ લાવી શકે છે હેમેનભાઈ!
  વિવેકભાઈની વાત સાથે સહમત!
  સુધીર પટેલ.

 8. kalpan said,

  January 26, 2013 @ 12:59 am

  સરસ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment