મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
મરીઝ

ગઝલ -હેમેન શાહ

અજાણ્યા છોડ પર ફૂટી, પમરવાનો વખત આવ્યો;
ઘડીભરમાં સુકાઈ જઈ વીખરવાનો વખત આવ્યો.

કદી ગુપચુપ છબી જોઈ સંવરવાનો  વખત આવ્યો;
કદી દર્પણની વચ્ચેથી ગુજરવાનો  વખત આવ્યો.

હવા આવી, ઘટા આવી, ઝરણ આવ્યું, ફૂલો આવ્યાં,
નવાનક્કોર નકશાઓ ચીતરવાનો વખત આવ્યો.

હજી રોમાવલિઓ પર પવન હમણાં જ સ્પર્શ્યો’તો,
અને ત્યાં કાફલામાંથી ઊતરવાનો વખત આવ્યો.

નથી દુ:ખ કે હતું મિલકતમાં અત્તરનું ફક્ત ટીપું,
પરંતુ એ… કે પાણીમાં પ્રસરવાનો  વખત આવ્યો.

-હેમેન શાહ

6 Comments »

  1. Nehal said,

    November 25, 2007 @ 5:42 AM

    laganio na kantaan ma maro pan ek tatano hato..
    ne prem na samandar ma maru jahajey dubatu hatu…

    sapna na mahel pan jane jamindast thayi gaya hata..
    ne bas janeke ame to jinda lash bani gaya hata…

    darek saval ne javab nathi hoto ne darek vedna ne avaj nathi hoto..
    darek aaghat ne pratyaghat hamesha sarkha nathi hota…

    bas hu shu dastaan lakhvano ke khud ek dastaan bani gayo chhu..
    (ek dhalti sanje jane)salgi rahi hati prem ni chita ke hu rakh bani gayo….

  2. pragnajuvyas said,

    November 25, 2007 @ 11:18 AM

    હેમેનભાઈ તબીબ છે પણ કવિ વધુ છે.
    સરસ કાવ્ય.
    ‘હજી રોમાવલિઓ પર પવન હમણાં જ સ્પર્શ્યો’તો,
    અને ત્યાં કાફલામાંથી ઊતરવાનો વખત આવ્યો.’
    કેટલી સહજતાથી વર્ણવ્યું શાશ્વતસત્ય !
    આ પહેલા તેમને સમજાયલું સત્ય યાદ આવે છે
    જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
    સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.
    અને આ રીતે ગમગીની માણતા કવિને
    ‘ જરાક ગમગીની માંગી’તી શાયરી માટે,
    વધુ મળી એ તારો પક્ષપાત હોઇ શકે.’
    ધન્યવાદ

  3. ડૉ. મહેશ રાવલ said,

    November 25, 2007 @ 4:45 PM

    સુંદર ગઝલ પણ….
    મત્લા કરતાં મક્તા વધારે ગમ્યો !

  4. hemantpunekar said,

    November 26, 2007 @ 12:59 AM

    સુંદર ગઝલ!

  5. ભાવના શુક્લ said,

    November 26, 2007 @ 11:34 AM

    સુંદર રચના.

  6. વિવેક said,

    November 26, 2007 @ 10:24 PM

    છેલ્લા બે શેર ખૂબ જંચી ગયા…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment