મારા વિષાદનાં ગુલાબો મ્હેકતા રહો,
હું તો આ બારમાસી ફૂલે ઝરમર્યા કરું.
– શ્યામ સાધુ

સાંભળ્યું ? – પરાજિત ડાભી, તમન્ના આઝમી

મેં તને જે પણ કહ્યું, તેં સાંભળ્યું ?
બાગને તેં રણ કહ્યું, મેં સાંભળ્યું.

પ્રેમનું કારણ કહ્યું, તેં સાંભળ્યું ?
છીછરું તારણ કહ્યું, મેં સાંભળ્યું.

આંખને દર્પણ કહ્યું, તેં સાંભળ્યું ?
આંસુઓનું ધણ કહ્યું, મેં સાંભળ્યું.

ઘાવ તારા ગણ કહ્યું, તેં સાંભળ્યું ?
ને ફરીથી ખણ કહ્યું, મેં સાંભળ્યું.

છે કશું સગપણ? કહ્યું, તેં સાંભળ્યું ?
ના, નથી ગળપણ કહ્યું, મેં સાંભળ્યું.

– પરાજિત ડાભી, તમન્ના આઝમી

બધી જ રીતે અનૂઠી ગઝલ. આમ ગણો તો મત્લા ગઝલ અને આમ ગણો તો રદીફ ખરેખર કઈ એ વિશે પ્રશ્ન જાગે. આને યુગ્મ (ડ્યુએટ) ગઝલ ગણી શકાય અને કવિ પણ પહેલી નજરે બે લાગે.

જો કે મારી જાણકારી મુજબ તમન્ના આઝમી એ પરાજિત ડાભીની ડામી ન શકાયેલ અપરાજિત ઇચ્છાઓનું જ બીજું નામ છે… 😉

18 Comments »

  1. કિરણસિંહ ચૌહાણ said,

    January 10, 2013 @ 2:25 AM

    ખૂબ જ રમણીય રચના.

  2. nilam doshi said,

    January 10, 2013 @ 2:25 AM

    vah..enjoyed a lot..

  3. poonam said,

    January 10, 2013 @ 3:09 AM

    છે કશું સગપણ? કહ્યું, તેં સાંભળ્યું ?
    ના, નથી ગળપણ કહ્યું, મેં સાંભળ્યું.

    – પરાજિત ડાભી, તમન્ના આઝમી waah !!

  4. perpoto said,

    January 10, 2013 @ 3:55 AM

    સુંદર- શબ્દ ને લાગણીની ગુંથણી…અદ્‌ભૂત વણાટકામ..

    ચુર કિનારે
    મોજાં પુછે સાંભળ્યું
    ના;રેતીઃ કાંઠો

  5. bhavin said,

    January 10, 2013 @ 4:25 AM

    વાહ ખુબ સરસ …..અને તદ્દન ભિન્ન ……..

  6. Bhadresh said,

    January 10, 2013 @ 4:44 AM

    Excellent.

  7. pragnaju said,

    January 10, 2013 @ 9:25 AM

    ઘાવ તારા ગણ કહ્યું, તેં સાંભળ્યું ?
    ને ફરીથી ખણ કહ્યું, મેં સાંભળ્યું.

    છે કશું સગપણ? કહ્યું, તેં સાંભળ્યું ?
    ના, નથી ગળપણ કહ્યું, મેં સાંભળ્યું.
    સુંદર
    યાદ
    સાંભળ્યું છે કે હજી એ સાંભળે છે
    ભેદ ખોટા ને ખરાનો પણ કળે છે

    સાંભળ્યું છે આ ગલીથી નીકળે છે
    રાહ જોનારાઓને કાયમ મળે છે

    સાંભળ્યું છે ક્યાંય દેખાતા નથી પણ
    આમ જુઓ તો બધે એ ઝળહળે છે

    સાંભળ્યું છે કે નર્યો અવકાશ છે એ
    પણ હલે તો ચૌદ ભુવન ખળભળે છે

  8. Darshana bhatt said,

    January 10, 2013 @ 12:19 PM

    રસ સભર ગઝલ.
    સાંભળ્યું ?
    સાંભળ્યું …. મજા પડી ગઈ.આ તો જીવનનો રંગ છે .

  9. Maheshchandra. Naik said,

    January 10, 2013 @ 2:11 PM

    અર્થ સભર,સાંભળ્યું ઍટલે વિશેષ મઝા આવી,આભાર………

  10. ચેતન મહેતા,ચલથાણ,સુરત. said,

    January 10, 2013 @ 10:06 PM

    છે કશું સગપણ? કહ્યું, તેં સાંભળ્યું ?
    ના, નથી ગળપણ કહ્યું, મેં સાંભળ્યું.

    વાહ ખુબ સરસ …..

  11. munira said,

    January 11, 2013 @ 9:05 AM

    beautiful gazal!!!

  12. Neha purohit said,

    January 11, 2013 @ 9:38 AM

    પરાજિતભાઈની આ સુંદર સંવાદી ગઝલ માણી..મજા આવી…

  13. Neha purohit said,

    January 11, 2013 @ 9:45 AM

    paraajitbhai bhavnagar ma rahe chhe..teo internet no upyog kartaa nathi..eTle layastaro no aabhaar maanvaa ni formality mare bhaage aavi chhe.

    thankyou laystaro..
    thankyou mitro..

  14. Sudhir Patel said,

    January 11, 2013 @ 1:13 PM

    ખૂબ સુંદર સંવાદ ગઝલ!

    પરાજિતભાઈ મારા ભાવનગરમાં રહે છે અને આવું સુંદર સર્જન કરે છે એ જાણી વિશેષ આનંદ!!

    આ ન્રિમિત્તે મારી ગઝલના શે’ર યાદ કરવા બદલ પ્રજ્ઞાબેનનો પન આભાર!

    સુધીર પટેલ.

  15. JIVABHAI PARMAR said,

    January 12, 2013 @ 1:41 AM

    VAH PARAJIT DABHI KUB SARAS GAJAL 6E LAMBU JIVO NE LAKHTA RAHO APNE KHUBKHUB ABHINANDAN

  16. JILUBHAI RAJPUT said,

    January 12, 2013 @ 1:50 AM

    પરાજિતભાઈની આ સુંદર સંવાદી ગઝલ માણી..મજા આવી

  17. dr.ketan karia said,

    January 13, 2013 @ 6:06 AM

    ગીતોમાં આ સ્વરૂપ ઘણીવાર માણ્યું છે, ગઝલમાં અંગત રીતે પહેલી વખત. ખૂબ જ સરસ.

  18. CHANDRESH KOTICHA said,

    January 14, 2013 @ 5:44 AM

    પરાજિતભાઈની આ સુંદર સંવાદી ગઝલ માણી..મજા આવી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment