બાણ હો એ રામ કે રાવણ તણું,
એ જ છે વાગ્યા પછીની વારતા.
મધુમતી મહેતા

ઠીક છે – આબિદ ભટ્ટ

કાલની જો કળ વળે તો ઠીક છે,
આજ સહેવા બળ મળે તો ઠીક છે.

ક્ષણ સુખદ, ભૂલી પડે, એને હણે,
એ સ્મરણની પળ ટળે તો ઠીક છે.

છે સમય અસ્તિત્વના સંઘર્ષનો,
કૈંક રસ્તો નીકળે તો ઠીક છે.

લોક જીવે સાવ બ્હેરા કાન લઈ,
ચીસ જો તું સાંભળે તો ઠીક છે.

રિક્તતા લઈ ઘેર જાવાનું ફરી,
સાંજ વ્હેલી ના ઢળે તો ઠીક છે.

‘હું’પણાના લાખ આંટા વાળેલા,
દોરડીના વળ બળે તો ઠીક છે !

– આબિદ ભટ્ટ

આજના ગઝલના અતિરેકના દોરમાં આવી સાદ્યંત સુંદર અને સંતર્પક ગઝલ મળે એ મોતી ઉપલબ્ધિ ગણાય. બીજા નંબરનો શેર થોડો ગૂંચવાડાભર્યો લાગ્યો પણ એ સિવાય એક-એક શેર પાણીદાર. ‘સિંદરી બળે પણ વળ ના મૂકે’ની કહેવતનો આધાર લઈ દોરડી નહીં પણ એના વળને બાળવાની વાતને જાત નહીં પણ ‘હું’પણા સાથે સાંકળે છે ત્યારે એક ઉત્તમ શેર આપણને મળે છે…

10 Comments »

  1. Rina said,

    January 5, 2013 @ 12:36 AM

    રિક્તતા લઈ ઘેર જાવાનું ફરી,
    સાંજ વ્હેલી ના ઢળે તો ઠીક છે.

    ‘હું’પણાના લાખ આંટા વાળેલા,
    દોરડીના વળ બળે તો ઠીક છે !

    વાહ……

  2. perpoto said,

    January 5, 2013 @ 3:30 AM

    હું પણાના લાખ આંટા વાળેલા…સુંદર શોધ

    ઘર બળ્યું તો
    ખબર પડી ભ્રમો
    ભંગાર તળે

  3. ચેતન મહેતા said,

    January 5, 2013 @ 5:49 AM

    લોક જીવે સાવ બ્હેરા કાન લઈ,
    ચીસ જો તું સાંભળે તો ઠીક છે.

    વાહ!…………………
    આપ્ણને લોકો સાભળે કે નહિ તેનિ પડીજ નથી્ પણ જેને સ્ંભળાવુ ચે એ સાંભ્ળે એટ્લે બ્સ.

  4. Rekha Sindhal said,

    January 5, 2013 @ 9:59 AM

    મને લાગે છે કે બીજા શેરમાં સ્મરણમાં પણ આનંદ નહી એવા અનુભવો વર્તમાનની સુખદ ક્ષણ જે વગર આશાએ (ભૂલી પડેલી) આવી હોય તેને ય દુ:ખનું સ્મરણ હણી ન નાખી શકે એ અભિવ્યક્તિમાં ડૂબતી આશાને બચાવવાની ઝંખના સ્પષ્ટ થાય છે. જો કે બંધારણમાં કોઈ ગુંચવાડો હોય તો મને તેની સમજ નથી.

  5. pragnaju said,

    January 5, 2013 @ 10:53 AM

    ક્ષણ સુખદ, ભૂલી પડે, એને હણે,
    એ સ્મરણની પળ ટળે તો ઠીક છે.
    વાહ
    એ સ્મરણની પળ……………………………….
    તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
    હે લહેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા
    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં
    ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
    ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
    હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા
    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં…
    ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
    ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
    હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા
    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં…
    ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
    ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
    હે લહેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા
    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં…
    પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા
    પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા
    હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા
    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં…

  6. Maheshchandra Naik said,

    January 5, 2013 @ 2:31 PM

    એ સ્મરણની પળ્ ટળે તો ઠીક છે,
    આ પ્ંક્તિઓ દ્વારા કવિશ્રીએ ઘણુ કહી દીધૂ છે,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  7. Sudhir Patel said,

    January 5, 2013 @ 10:50 PM

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  8. Devika Dhruva said,

    January 6, 2013 @ 2:44 PM

    સુંદર મત્લા અને મક્તા તો અતિ ઉત્તમ.

  9. Ravilimbachiya said,

    January 7, 2013 @ 12:09 AM

    Tamari rachan vanchi ne mane kaik lakhavani ichha thai chhe pan tasir thi kavi nathi chhata pan lakhu chhu bani sake to gustakhi maf karajo saruat karu chhu
    kyak male jo koikno sneh to uchhito dai jajo
    ne akhi jindgi chori thi bhego karyo chhe kaleh to thodo lai jajo
    adhuri ichha puri karavani zankhana ma dhakeli gayo kai ketalay sabandho ne vedana ma
    thagari ash hati khud ne uchh puravar karavani
    ne banavi gayo khud ne tuchh palvar ma
    janto hato kshitij kyarey ek nahi thay
    chhata pan bhul kari betho panth kapavama

  10. rajesh mahant said,

    January 7, 2013 @ 7:25 AM

    ‘હું’પણાના લાખ આંટા વાળેલા,
    દોરડીના વળ બળે તો ઠીક છે !

    ખુબ જ સરસ ઉદાહરણ લીધુ છે….

    રિક્તતા લઈ ઘેર જાવાનું ફરી,
    સાંજ વ્હેલી ના ઢળે તો ઠીક છે.

    સલામ કરવી પડે તેવી બે અદ ભુત્ પન્ક્તિઓ…
    ખુબ જ ગમી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment