આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.
મનોજ ખંડેરિયા

કોડી મળે – અરુણ દેશાણી

એક કાગળની મને હોડી મળે,
કોઈ ભીતરથી મને દોડી મળે.

ઊડવાની લાખ ઈચ્છા હોય પણ –
પાંખ ઉછીની અહીં થોડી મળે !

હું નીરખવા જાઉં મારી જાતને,
કોઈ આવી આયનો ફોડી મળે.

સાત દરિયાને ડખોળો તોય શું ?
ભાગ્યમાં જો હોય તો કોડી મળે.

આપણે પણ એમ મળતાં શીખીએ,
જેમ ફોરમ ફૂલને છોડી મળે.

-અરુણ દેશાણી

ભાવનગરના અરુણ દેશાણીની આ ગઝલ બે જ અક્ષરના ચુસ્ત કાફિયાઓના કારણે વધુ કર્ણપ્રિય બની છે એવું નથી લાગતું? બધા જ શેર સરસ થયા છે પણ ઊડવાની ઈચ્છાવાળો અને ફૂલ અને ફોરમની જેમ વિખૂટા થઈ મળવાવાળો શેર વધુ ગમી ગયા.

6 Comments »

 1. Atul Jani (Agantuk) said,

  November 2, 2007 @ 6:03 am

  આપણે પણ એમ મળતાં શીખીએ,
  જેમ ફોરમ ફૂલને છોડી મળે.

  આપે આપની ફોરમ ગઝલના સ્વરુપે ફેલાવી તો અમે અમારી ફોરમ પ્રશંસા દ્વારા ફેલાવીશું. આવો આપણે એકમેકની ફોરમથી સુગંધિત થઇએ.

 2. pragnajuvyas said,

  November 2, 2007 @ 9:13 am

  ‘સાત દરિયાને ડખોળો તોય શું ?
  ભાગ્યમાં જો હોય તો કોડી મળે.”
  છંદબધ્ધ ગઝલમાં કોડી-સંપતીનૂં પ્રતિક ભાગ્યાધીન જ છે તે આપણા આધ્યાત્મિકનું તારણ કેટલી સહજતાથી કહેવાયું છે! બાકી શિરમોર જેવો છેલ્લો શેર….વાહ

  આવી જ કફિયાવાળી મારી દિકરીની ગઝલ યાદ આવી
  ક્યાં મળે?

  આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
  ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?

  ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે
  આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?

  ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
  બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?

  આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ
  ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?

  આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી
  જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?

  યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા
  દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?

  યામિની ગૌરાંગ વ્યાસ

 3. ભાવના શુક્લ said,

  November 2, 2007 @ 10:49 am

  ખુબ સરસ રીતે અરુણભાઇ એ કશુ મળે છે અને કશુક નથી મળી શકતુ તેની વાત એક પછી એક કડી મા કરી છે. કાગળની હોડી સમ કોઇ દોડી મળે તો ક્યારેક ઉડવા માટે આસ મળે પણ ‘પાખ’ ઉછીની ના પણ મળે, જોવા ધારો તો આયનો તોડી ને પણ કોઇ મળે પણ કદાચ ના મળે તો ધીરે થી કિસ્મતના ખભે ના મળવાનો ભાર અને ભેદ નાખ્યો કે સાત દરીયા ડખોળો તોય ‘કોડી’ મળે..(‘ડખોળો’ શબ્દ પ્રયોગ ફરી દાદ માગી લે છે…. વ્યર્થની પાછળની દોટ…લાલ બત્તી…..) અને છેલ્લે કાવ્યના મુકુટનુ સુંદર મોતી…ફોરમ તો ફુલને છોડી ને પણ મળે છે.
  કાવ્યને ક્રમમા બે થી ત્રણ વખત વાચ્યુ ત્યાતો મળવા ન મળવાની ભ્રમણાઓ જ કોડી માથી ફોરમ બની…સત્ય બની.

 4. Hiral Thaker 'Vasantiful' said,

  November 4, 2007 @ 1:45 am

  Very nice…!

  ઊડવાની લાખ ઈચ્છા હોય પણ –
  પાંખ ઉછીની અહીં થોડી મળે !

 5. Dr.firdosh Dekhaiya said,

  November 19, 2008 @ 11:21 am

  જે જે કહ્યું તેં એ બધો સ્વીકાર તો કર્યો!
  નજરોમાં તારી તે છતાં દોષિત હું ઠર્યો.

  તેં ઓળખ્યો ન હોય મને એવુંયે નથી;
  એવું બને કે તેં જ મને હોય ચાતર્યો!

  આ લાગણી જ મારી મરણમૂડી છે;ન લૂંટ,
  તારી કને હું કેટલુંય રોજ કરગર્યો.

  તારી સિવાય કોઇ ભરોસો નથી મને-
  તોયે તૂટેલી નાવ મને દઈને છેતર્યો?

  સાચો જવાબ આપજે તું જાણે છે બધું,
  તારા સુધી ‘અરુણ’ને જતાં કોણે આંતર્યો?

  –અરૂણ દેશાણી

 6. JALPA B. GONDALIA said,

  April 4, 2010 @ 11:37 pm

  ખૂબ જ સરસ ગઝલ ..
  excellent .. & keep it up..
  બધી જ પકન્તી ખૂબ જ સરસ ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment