દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.
વિવેક મનહર ટેલર

મૌનનો પડઘો : ૦૪: ઓળખ – ફોયાન

422713565_86dc47287b

આ એના જેવું છે કે તમારી આંખ
જે બધું જ જોઈ શકે છે
પણ પોતાને જોઈ શકતી નથી.
આવું જ છે તમારું મન પણ.
એનો પ્રકાશ બધું જ ભેદી વળે છે
અને બધાંને ગળી જાય છે,
પણ તો એ પોતાને જ કેમ ઓળખી શકતું નથી?

– ફોયાન
(અનુ.વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા એટલે પોતાની જાતથી અલગ થવાની કળા. બધા જ ધર્મમાં આ કરો અને આ ન કરોનો બોધ પ્રવર્તે છે જ્યારે ઝેન વિચારધારા એટલે કશું પણ ન કરવાની વિશુદ્ધ નિર્લેપતા. જ્યારે તમે બધું છોડી દો છો ત્યારે જ પ્રકાશ પ્રાપ્ત થાય છે. તમારી આંખ જે બધું જ જોઈ શકે છે પણ પોતાને જોઈ શકતી નથી.  મનનું પણ એવું જ અને એવું જ તમારી જાતનું. તમે તમારાથી અલગ થાવ તો જ તમે તમારી સચી જાતને જોઈ-ઓળખી શક્શો.  આ detachment from self એ જ ઝેન વિચારધારા છે…

7 Comments »

  1. perpoto said,

    December 6, 2012 @ 3:32 AM

    ઝેન છોડવાનુ નથી કેહતો,કારણકે તે પણ ક્રિયા છે,જે રીતે પામવાની છે,બન્ને ક્રિયા છે.

  2. વિવેક said,

    December 6, 2012 @ 8:29 AM

    @ Perpoto:

    જી, આપની વાત સાચી છે. મેં લખ્યું જ છે: ઝેન વિચારધારા એટલે કશું પણ ન કરવાની વિશુદ્ધ નિર્લેપતા.

    પણ હું ઝેન ધર્મગુરુ નથી એટલે એના પછીની તરતની કડીમાં છોડવાની વાત કરી બેઠો… આપના જેવા ભાવકોની સતર્કતા જ અમારું ચાલકબળ છે…

  3. દેવેન્દ્ર દેસાઈ said,

    December 6, 2012 @ 10:32 AM

    તો આ ક્રિયાવત સહજતા જ કે…અલગ….??

  4. pragnaju said,

    December 6, 2012 @ 11:27 AM

    આવું જ છે તમારું મન પણ.
    એનો પ્રકાશ બધું જ ભેદી વળે છે
    અને બધાંને ગળી જાય છે,
    પણ તો એ પોતાને જ કેમ ઓળખી શકતું નથી?
    ગૂઢ ચિંતનાત્મક અદભૂત પંક્તીઓ
    : મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો અશુદ્ધ મન હોય દુ:ખ તે માનવીની પાછળ પાછળ ચાલે છે.મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો શુદ્ધ મન હોય સુખ તે માનવીની સાથે રહે છે. વિચાર કરીએ તો જણાઈ આવે છે કે સુખ અને દુ:ખ માટે કોઈ બાહ્ય પરીબળ કારણરુપ નથી. આપણું શુદ્ધ કે અશુદ્ધ મન જવાબદાર છે.
    ઝેનમા મનને અશુદ્ધ થતાં કેવી રીતે અટકાવવું અને શુદ્ધ કેવી રીતે કરવું તે સમજાવતા કહે મૌન એ ઉપચારની શરૂઆત છે. ઝેનડુ એ એક એવુ સ્થળ છે જે મૌનને સમર્પીત કરાયેલ છે. જ્યારે આપણે ઝેનડુમા પ્રવેશ કરીએ છીએ, એટલે કે આપણે ધ્યાન કરવાના સ્થળમા પ્રવેશીએ છીએ આપણે મૌન થઇ જઇએ છીએ. આ સમયે આપણે આપણી સામાજીક પ્રતીષ્ઠા અને મોભાને દરવાજાની બહાર છોડીને આવીએ છીએ, અને તેથી તે અંગેના આપણા સઘળા માનસીક વાર્તાલાપ શાંત થઇ જાય છે. આ એ સમય હોય છે જ્યારે આપણે સંપુર્ણ પણે સ્વયંમને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણે મૌન હોઇએ છીએ ત્યારે અન્ય લોકો સાથેનો વાર્તાલાપ કાઇક અલગ રીતે રજુ થાય છે. આપણે મૌન દ્વારા કઇક અલગ રીતે જ બોલીએ છીએ,
    ધ્યાનમા બેસવા માટે જે સ્થળ તૈયાર કર્યુ છે, સ્થળની ચોખ્ખાઇ , સ્વચ્છતા, સુઘડતા અને ખાલીપા સાથે આપણા મનને સીધો સબંધ છે.

  5. Kalpana Pathak said,

    December 6, 2012 @ 7:25 PM

    ૮મી સાલગીરા પર અભિનન્દન.ઝેન વિચારધારા મનને શીતળ બનાવી સુખ પહોંચાડનારી છે. આભાર વિવેકભાઈ.સુન્દર રચના.

  6. DR PRIYANKA MEHTA said,

    December 8, 2012 @ 1:11 AM

    ankh nu pratibimb to arisa ma joy sakay pan man nu pratibimb kya jova made?

  7. વિવેક said,

    December 8, 2012 @ 2:35 AM

    @ ડૉ. પ્રિયંકા મહેતા:

    પ્રતિબિંબ એટલે માત્ર આભાસ… પ્રતિબિંબ એટલે આ જગત… ઝેન આભાસની નહીં, વાસ્તવિક્તાની દુનિયા છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment