મનગમતી કોઈ પંક્તિ અચાનક કદી જડે
તો થાય છે, આવી ગઈ જાગીર હાથમાં !
નયન દેસાઈ

ઊગેલી પાંખને – સંજુ વાળા

સાવ સામે આવી ઊભાં હો અને…
શક્ય છે હું ઓળખું ના આપને !

સાંભરણ, સંબંધના ઊંડાણને
તાગતાં અડકી જવાતું આભને !

કેટલા પાછળ લિસોટા પાડવા ?
એની ક્યાં કંઈ પણ ખબર છે સાપને !

ખૂલ્લું છે આકાશ, પણ મન બંધ છે –
કેમ ફફડાવું ઊગેલી પાંખને ?

પ્હોંચવું, પામી જવું, તરછોડવું
એ જ ઘટનાક્રમ મળ્યો તમને- મને !

જે કહું એ જ પાછું સાંભળું
સાંભળ્યું જે, એ જ કહેવાનું બને !

છાંયે બેસે એની છાયા ઓગળે
તડકે ચાલે એ ગુમાવે ઝાડને !

– સંજુ વાળા

સંજુ વાળા એ આજની ગુજરાતી કવિતાનો અલાયદો અવાજ છે. એમની રચનાઓ રુઢગતિથી નથી ચાલતી. એ ન ખેડાયેલી કેડી પર પોતીકા ચીલા ચાતરે છે એના કારણે ક્યારેક એ દુઃસાધ્ય પણ અનુભવાય છે. પણ એમની આ ગઝલ જુઓ. એક-એક શેર ખૂબ હળવેથી ખોલી જુઓ અને જુઓ કે તમારી આંખ
સાનંદાશ્ચર્યથી પહોળી થઈ જાય છે કે નહીં ! કેટલાક શેર તરત પ્રત્યાયિત થાય છે તો કેટલાક ambiguous જણાય છે.

19 Comments »

 1. perpoto said,

  November 30, 2012 @ 3:21 am

  છાંયે બેસે એની છાયા ઓગળે તડકે ચાલે એ ગુમાવે ઝાડને— અદ્‌ભુત

  જુદી રીતે જુવો તો….

  છાંયે ગુમાવે
  છાયા,ચાલે તડકે
  પામે રે છાયા

 2. Rina said,

  November 30, 2012 @ 3:45 am

  ખૂલ્લું છે આકાશ, પણ મન બંધ છે –
  કેમ ફફડાવું ઊગેલી પાંખને ?

  પ્હોંચવું, પામી જવું, તરછોડવું
  એ જ ઘટનાક્રમ મળ્યો તમને- મને !
  Awesome lines…..

 3. dr. nanavati said,

  November 30, 2012 @ 4:39 am

  જે કહું છું એ જ પાછું સાંભળું
  સાંભળ્યું જે, એ જ કહેવાનું બને !

  સરસ……….

 4. urvashi parekh said,

  November 30, 2012 @ 5:26 am

  ખુબ જ સરસ.
  પહોંચવુ, પામી જવુ, તરછોડવુ,
  એ જ ઘટ્નાક્રમ મળ્યો તમને, મને.

 5. lata hirani said,

  November 30, 2012 @ 5:29 am

  ખૂલ્લું છે આકાશ, પણ મન બંધ છે –
  કેમ ફફડાવું ઊગેલી પાંખને ?

  ખૂબ સ્પર્શી ગઇ…

 6. vijay joshi said,

  November 30, 2012 @ 8:15 am

  વિવેકભાઈ,
  લયસ્તરો પર આવી અવર્ણનિય રચનાઓ પ્રસ્તુર કરી અહી પરદેશમાં આવી અમુલ્ય
  રચનાઓ વાંચવાનું શક્ય કરવા બદ્દલ અનેક આભાર.

  લાગણીઓના મહાસાગરમાં ઉછળતા શેર,
  સાગરના ગહેરા ઊંડાણમાંથી ઉછળી આવતી અવિરત લહેરો જાણે!

  છાંયે બેસે એની છાયા ઓગળે
  તડકે ચાલે એ ગુમાવે ઝાડને !
  અતિ સુંદર!

  યાદ આવ્યું મારું રચેલું મુક્ત પંચક.

  ખબર છે કે
  પાડે છે સૂર્ય,
  સર્વની છાયા. ગઈ
  ક્યાં સૂર્યની
  સ્વતઃની છાયા?

  જે કછું એ જ પાછું સાંભળું
  સાંભળ્યું જે, એ જ કહેવાનું બને !
  સુખ-દુઃખ, જન્મ-મૃત્ય-પુનર્જન્મ-મૃત્યુના અનંત ચક્કરમાં સપડાએલા મનુષ્યની યાદ આવી.
  This is also a commentary on the relentless meaningless chatter polluting the airways and byways in modern world.

 7. pragnaju said,

  November 30, 2012 @ 8:52 am

  આવી ગઝલ-કવિતા લખવાની કળા એ સાધના છે, સત્ય, શિવ ને સુંદરનો સાક્ષાત્કાર કરાવનારી શક્તિ છે. તે દ્વારા પોતાના ભાવોની અભિવ્યક્તિ કરીને પરમાત્માની પાસે પોતાની જાતને ખુલ્લી કરે છે. પરમાત્મા સાથે વાતો કરે છે, ને પરમાત્માની કૃપાનો અનુભવ કરી શકે છે.
  ખૂલ્લું છે આકાશ, પણ મન બંધ છે –
  કેમ ફફડાવું ઊગેલી પાંખને ?
  આવા અદભૂત શેર દ્વારા વ્યક્તિ ને સમષ્ટિને પ્રેરણા પાવામાં, પોષવામાં ને સુધારવામાં પણ તેનો ફાળો નાનોસૂનો નથી. જેમ સાગરના વિશાળ સલીલ સાથે પંખી પોતાની પાંખની મદદથી સંબંધ સાધે તેમ કવિતાની પાંખથી આધ્યાત્મિકતાના આકાશમાં ઉડનારા તે ભક્તોએ પરમાત્માના વિશાળ સ્વરૂપને સ્પર્શ કર્યો છે. આ શેરનું મૂલ્ય મંત્ર જેવું મોટું થયું છે.!
  યાદ
  અચળ ઊંડાણ છે આ હાથમાં
  અગોચર ખાણ છે આ હાથમાં
  સલામત એ જ મૂઠ્ઠી બંધ હો
  ગજબ ખેંચાણ છે આ હાથમાં… જેવા વિચાર ને ભાવ સેવે છે ને જે આદર્શોને પ્રિય ગણે છે, તેની છાયા તેની કૃતિમાં જરૂર આવવાની. તેનું પ્રતિબિંબ તેની રચનામાં જરૂર પડવાનું. તેમાં તેના વ્યક્તિત્વ ને તેના અનુભવની છાપ ઉઠવાની, તેના ચિંતનમનન ને નિદિધ્યાસનની અસર તેમાં ખરેખર હોવાની.

 8. Anil Chavda said,

  November 30, 2012 @ 10:31 am

  આખી ગઝલ સુંદર થઈ છે….

  જે કછું એ જ પાછું સાંભળું…

  આ પંક્તિમાં ટાઈપભૂલ લાગે છે, જોકે અઝલની સુંદરતા ટાઈપભૂલને ઓળંગી જાય છે…

 9. dr. nanavati said,

  November 30, 2012 @ 10:41 am

  જે કહું છું એ જ પાછું સાંભળું
  સાંભળ્યું જે, એ જ કહેવાનું બને !

  ટાઈપની ભુલ, ઉપર મે સુધારી લીધી છે…

 10. sanju vala said,

  November 30, 2012 @ 12:56 pm

  આભાર વિવેકભાઈ !!

  સરસ પ્રતિભાવ આપવા બદલ સૌ મિત્રોનો પણ આભાર !!

 11. Maheshchandra Naik said,

  November 30, 2012 @ 1:33 pm

  મનોમન વાત કરવાની રજુઆત અદભૂત ……………..

 12. sudhir patel said,

  November 30, 2012 @ 9:50 pm

  ખૂબ જ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 13. DR.MANOJ L. JOSHI 'Mann' ( JAMNAGAR ) said,

  December 1, 2012 @ 9:28 am

  Adbhut…Bahot a66e Sanjubhai…

 14. jigar joshi prem said,

  December 2, 2012 @ 10:09 am

  સુન્દર રચના !

 15. અશોક જાની 'આનંદ' said,

  December 4, 2012 @ 12:29 am

  ઉમદા અને મનનીય રચના..!!
  આ શેર અદભૂત રહ્યો………..
  પ્હોંચવું, પામી જવું, તરછોડવું
  એ જ ઘટનાક્રમ મળ્યો તમને- મને !…વાહ…!!

 16. sanju vala said,

  December 4, 2012 @ 1:09 pm

  આભાર ….. આભાર !!

 17. maytrig said,

  December 5, 2012 @ 12:55 am

  sanju sir always best

 18. sagar said,

  December 6, 2012 @ 2:15 am

  તમરિ ગઝલ ને ફોલિ ને મે ખાધિ પિધિ અને જોયુ તો તમે વ્રુક્ષ ………… આફ્રિન્

 19. poonam said,

  December 27, 2012 @ 1:22 am

  છાંયે બેસે એની છાયા ઓગળે
  તડકે ચાલે એ ગુમાવે ઝાડને !

  – સંજુ વાળ – kyaa khoob…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment