ખાલીપો લઈને ‘રાઝ’ હું દુનિયાથી જાઉં છું
શાનો થશે હિસાબ, મને એ ખબર નથી.
રાઝ નવસારવી

હોટેલનો આ રૂમ ખાલી કરતાં… – પ્રબોધ ર. જોશી

c472e4c8da162035ac1ebddf6a263df6

હોટેલનો આ રૂમ –
જલદી ખાલી કરી શકતો નથી
ફરી ફરી અથડાય છે ચીજો બધી
… કશુંક ક્યારેક આડુંઅવળું રહી ગયું
તો વળી કોઇકે કર્યું ઠીક –
અને આ વૃક્ષ લીલુંછમ સતત ડોક્યા કરે…
મોડી સાંજે પડદો પાડું
તો આવીને ગોઠવાઈ જાય રૂમમાં ચૂપચાપ
ને આ એકાંત મારું પ્યારું હવે બાવરું !
બધાં સાથે મળી આપે છે વિદાય.
આંખમાં ઝળઝળિયાં
ક્ષણ બે ક્ષણ એ દશ્યને મનમાં રહું મઢી
ને ચાલી નીકળું પુનઃ પ્રવાસે-
ભૂલી રહું એ રૂમ ને એ વૃક્ષ ને કૈં કેટલુંય !
કૈં કેટલા આ – લખચોરાસી – રૂમની છે
વિસ્મૃતિ!

– પ્રબોધ ર. જોશી (૧૯૫૩-૨૦૧૨)
(‘પાછો ઉઘાડ નીકળ્યો આ’)
સાભાર: વર્ડનેટ, મુંબઈ સમાચાર

કવિ પ્રબોધ ર.જોશીનું ૧૮મી નવેમ્બરે ૫૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે. આપણા વેઢે ગણાય એટલા સત્વશીલ સામાયિકોમાંથી એક ઉદ્દેશના એ તંત્રી હતા. પાછો ઉઘાડ નીકળ્યો આ સિવાય એમનો બીજો સંગ્રહ છે મારે કોઈ નામ આપવું બાકી છે.

હોટેલનો રૂમ અહીં જીંદગીનું પ્રતિક છે અને કવિતા ખરેખર મૃત્યુ વિશે છે. વૃક્ષ જીવનમાં જે બધું વહાલું-પ્યારું લાગે છે એનુ પ્રતિક છે. આ રીતે વાંચો તો કવિતા વાગે એવી ધારદાર છે. હોટેલના રૂમ કે વૃક્ષ – બધાનું એક જ ગંતવ્ય છે – વિસ્મૃ તિ.

9 Comments »

  1. pragnaju said,

    November 27, 2012 @ 7:19 PM

    સુંદર અછાંદસનો સ રસ રસાસ્વાદ
    ‘ ઉદેશ્ય’ માં ડૉ વિવેકની રચના પ્રસિધ્ધ થઇ ત્યારે થયેલો આનંદ બધાને વહેચેલો.
    પણ જ્યારે આ રચના
    ધરતીકંપ
    દૂર દૂર પથરાયેલા પર્વતો
    આળસ મરડે છે
    નદીઓ બગાસાં ખાય છે
    પ્રચંડ પવનના સુસવાટામાં
    પંચમહાભૂતોનાં ડાકલાં વચ્ચે
    સદીઓની અરાજકતા બેઠી થઈ જાય છે
    સફાળી
    પૃથ્વીના પેટાળમાંથી
    સૂર્યને પહોંચવા
    કોઈક અર્દશ્ય હાથ ઊંચો થાય છે
    પૃથ્વીની કૂખ ચિરાઈ જાય છે
    બેચેન, બેબસ એ કણસે છે
    પડખાં ફેરવે છે વારેવારે
    ત્યારે
    હૃદય પહોંચી જાય છે
    પૃથ્વીની નજીક
    એટલું નજીક
    એટલું નજીક
    કે એ કંપે છે! …નો હયાતીના હસ્તાક્ષરમાં, સ્વ.સુરેશ દલાલે આ રીતે ‘પ્રબોધ ર. જોશીનો …પાછો ઉઘાડ નીકળ્યો આ’ સંગ્રહ પ્રગટ થયો. આ પહેલાં પણ એમનો એક સંગ્રહ પ્રગટ થઈ ચૂકયો હતો અને એનું નામ હતું: ‘મારે કોઈ નામ આપવું બાકી છે’ એ સંગ્રહની સંવધિgત આવૃત્તિ પણ થઈ. પ્રબોધ જોશીનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૫૩ અને આ ૨૦૧૨ની સાલ. સમયના ગાળાની દ્રષ્ટિએ જોઈએ તો એ બહુ જ ઓછું લખે છે. એના અનેક ફાયદા પણ હોય. એ વખારિયા લેખક નથી. ‘ઉદ્દેશ’ના તંત્રી તરીકે એમણે ગુજરાતી સાહિત્યના સામિયકોમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે…’પરિચય કરાવી આ લખ્યું …’આ કવિ સાક્ષીભાવે કોરી આંખે અને ભીના અંતરે ધરતીકંપની નોંધ લે છે. સ્થિર પર્વતો જ્યારે આળસ મરડે ત્યારે એનું કેવું વિનાશક પરિણામ આવે કે નદીઓ બગાસાં ખાય ત્યારે કેવી વિષમ અને વિચિત્ર પરિસ્થિતિ સર્જાય એનો માત્ર ઉલ્લેખ કરે છે, પણ પછી આગળ વધતાં નથી. સંયમ એ કવિની આ કવિતાનો ગુણ છે. પવનના સુસવાટામાં પંચમહાભૂતોનાં ડાકલાં વચ્ચે અરાજકતા સર્જાય છે એની વાત એ છેડીને છોડી દે છે. કવિને માણસ સાથે પરમ નિસ્બત છે, પણ એ નિસ્બત વેવલાઈમાં વહી નથી જતી.’
    ત્યારે કવિની મહાનતાનો ખ્યાલ આવે
    અમારી સ્વ ને હાર્દિક શ્રધ્ધાંજલી

  2. Rina said,

    November 28, 2012 @ 12:02 AM

    RIP…….awesome poetry…

  3. perpoto said,

    November 28, 2012 @ 3:31 AM

    મૃત્યુ એટલે જખમ કુરેદાતો હોય…
    અને તમે કટારીને મલમ લગાવતા રહો…..

  4. anil chavda said,

    November 28, 2012 @ 6:46 AM

    કૈં કેટલા આ – લખચોરાસી – રૂમની છે
    વિસ્મૃતિ!

    Kavi Shri PRABODH JOSHIne Bhavbhari shraddhanjali….

  5. ધવલ said,

    November 28, 2012 @ 12:09 PM

    સલામ પ્રગ્નાજુ ! સરસ કવિતા યાદ કરી.

  6. Maheshchandra Naik said,

    November 28, 2012 @ 12:26 PM

    કવિશ્રી પ્રબોધ જોશીને હ્દયપુર્વક્ની શ્રધ્ધાંજલી અને સલામ …..

  7. Sudhir Patel said,

    November 28, 2012 @ 1:19 PM

    ઉમદા કવિ અને સાલસ સંપાદક શ્રી પ્રબોધભાઈ જોશીને ભારે હ્રદયથી શ્રધ્ધાંજલી!
    પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના!

    સુધીર પટેલ.

  8. jigar joshi prem said,

    December 2, 2012 @ 10:12 AM

    કવિ શ્રી પ્રબોધભાઈ ર. જોષેીને શ્રદ્ધાઁજલિ.. ઑમ શાઁતિ….

  9. વિવેક said,

    December 4, 2012 @ 2:24 AM

    સુંદર રચના…

    ઉદ્દેશના ભવિષ્ય વિશે પ્રશ્નો જન્મે છે… બહુ જૂજ ગુજરાતી સામયિકો સામયિક કક્ષાએ પહોંચી શકે એવા હોય છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment