સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.
વિવેક મનહર ટેલર

શૌર્ય -રમેશ પારેખ

મૂછો માથે માખો બણબણ કરી ખાય ચકરી
ઠરે ત્યાં બાપુની નજર નકરી ખુન્નસભરી
‘કરી નાખું કુલ્લે ખતમ પણ શું થાય, જીતવા
અરે આ માંખો જો મરદ હત, તો દેત ન જવા’
-કહીને, ખંખેરે પગ પગથિયાંઓ ઊતરવા
કરે બાપુ પસ્તાણું ગઢ પછવાડે મૂતરવા…..

ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી
પરંતુ ના છૂટે સજડબમ એ ગંઠનવતી
વધે છે પેડૂફાટ ખણસ અને ગાંઠ ન ખૂલે
થતા બાપુ રાતાચકળ પણ ના હાર કબૂલે
અને ભીંતેથી તેગ તરત ખેંચીંગ લપકે
વધેરે નાડી ‘ જે બહુચર’ કહી એક ઝટકે

કહે : ‘ નાડીની યે ઘરવટ ગઈ હાથધરણે….
ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે….!’

-રમેશ પારેખ

આ સોનેટ વાંચીને હું નાચી ઉઠ્યો…..! એક તો સોનેટ કાવ્યપ્રકાર કોઈક કારણોસર બહુ લોકપ્રિય નહીં, તેમાં વળી હાસ્ય-સોનેટ !!!!! ધન્ય ધન્ય…..

10 Comments »

 1. pragnaju said,

  November 11, 2012 @ 1:09 pm

  ખૂબ સરસ હાસ્ય સોનેટ
  પૂ મોરારિ બાપુ એ અંજલી આપતા કહ્યું હતુ ..રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.
  આ અનુભૂતિ

 2. Hasit Hemani said,

  November 11, 2012 @ 1:39 pm

  બાપુ વીષે જોક્સ તો ઘણા વાંચ્યા હતા પણ બાપુ વીષે આ વ્યંગ સોનેટ અને તે પણ છટાદાર તળપદી કાઠીયાવાડિ ભાષામાં વાંચી મન મોહરી ઉઠ્યુ.

  તા.ક. પ્રુફ રીડિંગ થોડી વધુ ચોક્કસાઈ પૂર્વક થાય તો વાધુ સારુ પડે. નદી ને જગ્યા એ નાડી હોવું જોઈએ.

 3. Bhadresh Joshi said,

  November 11, 2012 @ 6:03 pm

  A Bapu lost all – yet he was Bapu.

  Bapu had, now, to wash his body himself, what was done by Chakars till yesterday. And Bapu, after the act sighed: (in Gujarati) AA Hath Ee Ma Jashe?

 4. Darshana bhatt said,

  November 12, 2012 @ 4:35 pm

  આલા ખાચર બાપુ…….મજા પડી …..

 5. bharat vinzuda said,

  November 12, 2012 @ 10:44 pm

  રમેશ પારેખની રચના હંમેશાં તાજી જ લાગી છે…

 6. ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે | હાસ્ય દરબાર said,

  November 13, 2012 @ 1:02 am

  […] આખી કવિતા અહીં… […]

 7. Rajendra Trivedi,M.D. said,

  November 13, 2012 @ 5:50 am

  કહે : ‘ નાડીની યે ઘરવટ ગઈ હાથધરણે….
  ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે….!’

 8. Anila Amin said,

  November 13, 2012 @ 12:21 pm

  મઝા આવી કાવ્ય વાચવાની

 9. Maheshchandra Naik said,

  November 30, 2012 @ 2:08 pm

  કવિશ્રી રમેશ પારેખને સલામ, લાખ લાખ સલામ………..

 10. jAYANT SHAH said,

  March 29, 2016 @ 8:42 am

  મજા આવી . હાસ્યને હસાવે એવી મજેની.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment