તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.
ભગવતીકુમાર શર્મા

ગઝલ- હરીન્દ્ર દવે

બંનેમાં વેદના છે; હું તારી નિકટ કે દૂર,
જુદા છે સાજ, એકનો એક જ વહે છે સૂર.

તારી કૃપાનું કેવું સનાતન ધસે છે પૂર,
ઓઝલ લગાર આંખથી,કહી દઉં છું તને ક્રૂર.

વચ્ચે છે ભારે મૌનનો સાગર છતાં, પ્રભુ,
લાગે છે કે લગારે ગયો છું હૃદયથી દૂર ?

વનરાજીમાં તો કૃષ્ણ નથી, માત્ર કાષ્ઠ છે,
નક્કી કદંબવનથી અમે સાંભળ્યો’તો સૂર.

કોઈને કંઈ દીધું કે લીધું ? કંઈયે યાદ ના,
લૈ કોરી પાટી આવી ગયો, આપની હજૂર.

-હરીન્દ્ર દવે

5 Comments »

 1. Rina said,

  November 26, 2012 @ 3:07 am

  Beautiful….

 2. Dhru Mangrolia said,

  November 26, 2012 @ 8:41 am

  મુઠ્ઠીવાળીને જગતમાં આવ્યો,માન્યું કે ઘણા રહસ્યો છે તેમાં
  માતાપિતાએ ખોલી તુરત બંધ કરી દીધી। જીવન વીતી ગયું પણભરમાં
  ખાલી હાથે જઈ રહ્યો છું પૃભુના દરબારમાં

 3. Maheshchandra Naik said,

  November 26, 2012 @ 12:55 pm

  કવિશ્રી હરીન્દ્ર દવેને સલામ્……………..

 4. હેમંત પુણેકર said,

  November 27, 2012 @ 6:11 am

  સુંદર!

 5. વિવેક said,

  December 4, 2012 @ 2:20 am

  વાહ.. મજાની અર્થસભર રચના… આવી કૃતિ વાંચીએ ત્યારે ગુજરતી કવિતાને પ્રેમ કરવાનું મન થઈ આવે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment