ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર

ખોબે ખોબે આપું – મકરંદ દવે

ગુલમહોરનાં ઝીણાં ઝીણાં પાન પરે
જે પ્રભાતના મખમલિયાં કિરણો ભરત ભરે,
તે ભરત, કહો તો, આપું.
લહર લહર આ તલાવડીનાં નીર મહીં
લહેરાતાં વૃક્ષોની છાયા જે છાઈ રહી
તે ચંદનભીની આપું.

ચોગમ ચોગમ હરિયાળીની હવા શ્વાસમાં ઊભરાતી
ને ખુલ્લા આભતણા આરે આ નૌકા નયનોની તરતી,
લો,આજ ખરેખર લાગે છે કે સુંદર સુંદર છે ધરતી,
ને જન્મતણું વરદાન સહજરૂપે ઝીલી
આ ખુશ્બો જે ખીલી ખીલી,
તે ખોબે ખોબે આપું.

હા, ભીંસી દેતી ચોગરદમ દીવાલો દીવાલો ભેદી
આ મનનો આજ ફરીને મેદાનમાં આવ્યો છે કેદી,
આ બંધન રૂંધન ક્રંદન સહુ બસ મૂળ મહીંથી ઉચ્છેદી
લો, ફરી જેલના બંધ ભયાનક દરવાજે
આવીને ઊભો છે આજે
ને કહે, કહો , સહુ આપું ?

-મકરંદ દવે

અત્યંત રમણીય કાવ્ય…..અસ્તિત્વનો અદભૂત ઉત્સવ….

8 Comments »

 1. Rina said,

  November 12, 2012 @ 3:18 am

  Beautiful…. Awesome..

 2. Rina said,

  November 12, 2012 @ 6:21 am

  haapy diwali and સાલ મુબારક to awesome foursome of layastaro and their loved ones…

 3. urvashi parekh said,

  November 12, 2012 @ 7:27 am

  સરસ અને કુદરત થી ભર્યુ ભર્યુ વાતાવરણ વીંટળાઈ વળ્યુ.

 4. Vijay joshi said,

  November 12, 2012 @ 8:24 am

  લાવી દિવાળી
  જુની પુરાણી યાદો
  પરદેશમાં!
  ————————–
  વર્ષા સજાવે
  સપ્તરંગી રંગોળી
  આવી દિવાળી!
  ————————–
  ઓકટોબરમાં
  બરફનું તોફાન
  ધોળી દિવાળી!
  —————————
  નવો ઉજાસ
  પ્રગટી જ્યોત નવી ,
  આવી દિવાળી!
  —————————
  ચાંદની રાત
  તારલાની વર્ષા
  હસે દિવાળી!
  —————————-
  વિજય જોશી ‘શબ્દનાદ’

  Clifton, NJ

 5. pragnaju said,

  November 12, 2012 @ 9:23 am

  સુંદર

 6. Atul Jani (Agantuk) said,

  November 13, 2012 @ 1:37 am

  શુભ દિવાળી
  આવજો ને સ્વાગત
  નુત્તનવર્ષ

  પ્રકાશપર્વે
  આત્મદિપ પ્રગટો
  તેવી શુભેચ્છા

 7. Maheshchandra Naik said,

  November 30, 2012 @ 2:13 pm

  સરસ રચના…………….કવિશ્રી મકર્ંદ દવેને સલામ…….

 8. Maheshchandra Naik said,

  December 5, 2012 @ 1:46 pm

  સરસ રચના અને કવિશ્રી મકંરદ દવેને લાખ લાખ સલામ…………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment