તું મને ભૂલી ગઈ એ રંજ છે,
આપણો બસ આટલો સંબંધ છે!?
– પીયૂષ ચાવડા

પહેલાં જેવું – જયન્ત પાઠક

કયાં ગયા એ લીલાછમ પ્હાડ
ને અંધકારભર્યાં વન
નદીઓ જલ-છલોછલ?!
પહાડોમાં દવ
વનોમાં પંખીઓનો કલરવ
નદીમાં તરણીઓ તરલ?!
સ્મરું છું
– સ્મરણોય ક્યાં રહ્યાં છે હવે પ્હેલાં જેવાં
પહેલાં જેવો હું ય ક્યાં છું?!

– જયન્ત પાઠક

પહેલા એવું લાગે કે આ કવિતામાં કવિ વન, નદી, પહાડો વિશે ફરીયાદ કરે છે. પણ એ વાત ખોટી ઠરે છે. કવિને ખ્યાલ આવે છે કે જે સ્મરણો માટે વલોપાત હતો એ પણ પહેલાં જેવાં નથી રહ્યાં. અને સૌથી છેલ્લી પંક્તિમાં કવિને ખ્યાલ આવે છે કે પોતે પણ પહેલાં જેવા નથી રહ્યા. આપણને બધું અલગ લાગવાનું કારણ જ કદાચ આ છે : આપણે પોતે જ બદલાતા જઈએ છીએ.

6 Comments »

  1. pragnaju said,

    November 7, 2012 @ 12:05 AM

    વાહ્
    કુદરત સાથે
    ૠણાના બંધન આમ તો તુટતા નથી,
    માં બાપના પણ ઉંધા પ્રસ્તાવ જોયા,

    રાજ રમત તો કરવા લાગે સૌ અહિં,
    ભાઇ ને ભાઇ સંગ કરતા દાવ જોયા,
    … સમયના એ મોડ પર રહેવા દઈને આગળ વધી જઈએ …સમય તો આપણી સાથે ચાલતો રહેશે અને સમય ની આંગળી ઝાલીને આપણે ચાલતા રહીએ જો જીવનની અસલી મજા માણવી હોય તો ઘડિયાળને કાંડાથી ઉતારી ખિસ્સામાં મૂકી દો….જીવનની મજાની ક્ષણોની ઉંમર વધી જશે અને દુખની ક્ષણોની લંબાઈ ખબર નહિ પડે તેથી એની અસર જલ્દી ભુંસાઈ શકશે …..
    આતો સમયની સંતાકુકડી છે ……

    એને રમી લો

  2. Pushpakant Talati said,

    November 7, 2012 @ 5:18 AM

    ” સ્મરું છું — સ્મરણોય ક્યાં રહ્યાં છે હવે પ્હેલાં જેવાં — પહેલાં જેવો હું ય ક્યાં છું ? ”
    Wow ! !! – Aflaatoon indeed. !!!
    In the life of all in all over the world – NOTHING IS CONSTANT, EXCEPT THE CHANGE. So ‘Change’ is the only constant material or the situation. all other are subject to change only.

    Samay Anek Zakham Aape Chhe – Etale To Ghadiyaal maan KAANTAA Hoy Chhe; Phool Nathi Hota. – Ane Tethi J To Loko Puchhe Chhe Ke – “Ketalaa Vaagyaa ? ” –

    Am I Right ? — Pushpakant Talati

  3. Maheshchandra Naik said,

    November 7, 2012 @ 8:41 PM

    પરિવર્તન કાયમી છે, સ્વિકારવુ જ રહ્યુ………………………

  4. perpoto said,

    November 7, 2012 @ 9:48 PM

    વાત પરિવર્તન કે સ્મરણની નથી……
    સંવેદના ખોવાની વેદના છે…..

  5. Shivani Shah said,

    August 27, 2017 @ 8:01 AM

    સરસ કાવ્ય..ટૂંકુ અને ટચ..મીઠી ટકોર..
    માણસની અંદરનો ભોમિયો National Geogrophy channel પર કોતરો અને કંદરા નિહાળતો થઈ ગયો છે..urbanisationની અસર હોય કે કોઈ બીજા કારણસર પણ ગાઢ જંગલોના જવાથી વર્ષા ઓછી થઈ, નદીઓમાં પાણી ઓછાં થયાં, વૃક્ષો કપાયાને પંખીઓનો કલરવ ગયો..પ્રકૃતિ તો પરિવર્તનશીલ છે જ પણ માણસ પણ તેનું જ એક અંગ છે..તો પછી હાથીને એના દાંત માટે, વાઘ અને મૃગને ચર્મ માટે, રાહ્યનોને શીંગ માટે મારીને, વૃક્ષોને બળતણ વિ. માટે હણીને દ્રવ્યોપાર્જન કરવું એ જ માણસની પરિવર્તનશીલતા ? શું પરિવર્તન એટલે વિનાશ જ ?

  6. વિવેક said,

    August 28, 2017 @ 1:35 AM

    @ શિવાની શાહ:

    સત્યવચન !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment