મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
હેમેન શાહ

હોઠ હસે તો – હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન,બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ ;
તવ શ્વાસોનો સ્પર્શ
હૃદય પર મલયહાર મનભાવન.

કોઈને મન એ ભરમ,કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા,પ્રિય,માની એવી પ્રીત;
પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

-હરીન્દ્ર દવે

[   અવગાહન=વિષયનું ઊંડુ અધ્યયન. ]

પ્રેમ એવો દરિયો છે જેમાં જેટલી ઊંડી ડૂબકી મારો, તળ એટલું જ ઊંડું ઉતરતું જાય….અર્થાત તે અતળ છે. વાચાળતા પ્રેમનું લક્ષણ નથી. પ્રેમ એટલે harmony . રૂમી એ અદભૂત વાતો કરી છે પ્રેમ વિષે. રસિકજનોને અવકાશે રૂમીને વાંચવા નમ્ર અનુરોધ છે.

10 Comments »

 1. Rina said,

  November 5, 2012 @ 12:45 am

  beautiful……

 2. Jayshree said,

  November 5, 2012 @ 4:14 am

  One of my favorite..! 🙂

 3. Laxmikant Thakkar said,

  November 5, 2012 @ 7:14 am

  “પ્રેમ એટલે harmony .”. મન ના મેળ…પ્રાસ-અનુપ્રાસ…તા લ..લય… લહર…તરંગ…
  મળી જવા…હાર્મની = એકરૂપતા / ઐક્ય ?
  -ળન્ત / ૫-૧૧-૧૨

 4. Laxmikant Thakkar said,

  November 5, 2012 @ 7:16 am

  “પ્રેમ એટલે harmony .”. મન ના મેળ…પ્રાસ-અનુપ્રાસ…તા લ..લય… લહર…તરંગ…
  મળી જવા…હાર્મની = એકરૂપતા / ઐક્ય ?
  -લા ‘ કાન્ત / ૫-૧૧-૧૨

 5. pragnaju said,

  November 5, 2012 @ 10:42 am

  સુંદર

 6. Maheshchandra Naik said,

  November 5, 2012 @ 1:12 pm

  પ્રેમ એટ્લે પ્રેમ્…………………..

 7. વિવેક said,

  November 6, 2012 @ 8:22 am

  અદભુત ગીત રચના…

  મારી અતિમાનીતી પણ લયસ્તરો પર આટઆટલા વરસો પછી સ્થાન પામી?

 8. Kalpana Pathak said,

  November 6, 2012 @ 1:47 pm

  વાહ!! પ્રેમની અનુભૂતિ બધું જ અપાવી દે છે.
  સુંદર રચના
  આભાર

 9. Suesh Shah said,

  March 22, 2015 @ 2:25 am

  મારા પ્રિય કવિની રચના.
  ખરેખર, પ્રેમની અનુભૂતિ બધું જ અપાવી દે છે.

  તવ શ્વાસોનો સ્પર્શ- હૃદય પર મલયહાર મનભાવન. ઉત્કુટ ભાવના માંથી નિપજતો મનભાવન મલ્હાર ….

  લાગણીમાં તરબોળ કરી દે એવી છે આ રચના.
  આસ્વાદ કરાવવા માટે આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

 10. SANDIP 'SHAHADAT' said,

  March 22, 2015 @ 8:55 am

  પ્રેમ !!!!!!!! ભીંજાય ગયો હું.. વાહ ભઈ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment