જોઈને ઓળખું છું કોઈને
ક્યાંક ભીતરની પહેચાન લાગે
ભરત વિંઝુડા

ઘાસ – કાર્લ સેન્ડબર્ગ

ઢગલો કરજો લાશોનો કુરુક્ષેત્ર ને પાણીપતમા. 
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર - 
        હું ઘાસ છું; હું બધું આવરી દઉં છું.

ને કરજો ઊંચો ઢગલો હલ્દીઘાટીમાં
ને કરજો ઊંચો ઢગલો કારગિલમાં ને પ્લાસીમાં.
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર.
બે-પાંચ વરસમાં તો આવતા જતા લોકો પૂછશે: 
        આ વળી કઈ જગા છે?
        આપણે ક્યાં છીએ?

        હું ઘાસ છું. 
        મને કરવા દો મારું કામ.

– કાર્લ સેન્ડબર્ગ
(અનુવાદ – ધવલ શાહ)

માણસ પોતાની તાકાતનું સૌથી મોટું પ્રદર્શન યુદ્ધ કરીને કરે છે. ખડકે છે લાશો ને સીંચે છે લોહી. જીતનાર હરખાય છે અને હારનાર બીજા યુદ્ધની તૈયારીમાં લાગી જાય છે. પણ આ બધી સિદ્ધિઓનું સમયની આગળ કોઈ મૂલ્ય નથી. જે ભૂમિ માટે આટલું લોહી વહ્યું એનો તો ઉત્તર એક જ રહેવાનો છે : ધીમે ધીમે એ જમીન ઘાસથી આચ્છાદિત થઈ જાય છે. જે યુદ્ધ ખૂબ જરૂરી લાગતું હતું, જે યુદ્ધ જીવનમરણનો ખેલ લાગતું હતું એ પણ છેવટે ઈતિહાસનું એક પાનું જ થઈ જવાનું છે. તમને ગમે કે ન ગમે, કાળ બધાને એકસરખા કરી નાખે છે. નાનકડી કવિતામાં તુચ્છ ઘાસના પ્રતિકથી કવિ વિશ્વને બદલી નાખનારી ઘટનાઓનું ક્ષુલ્લકપણું છતું કરે છે. 

9 Comments »

 1. pragnya said,

  October 23, 2012 @ 3:08 am

  રદિફ અને કાફેીયા નો મતલબ શુ?

 2. Suresh Shah said,

  October 23, 2012 @ 3:26 am

  જીતનાર હરખાય છે અને હારનાર બીજા યુદ્ધની તૈયારીમાં લાગી જાય છે.
  ક્યાં સુધી?
  અંતે તો ઘાસના તણખલા જેવા છીએ.
  બધુ નામશેષ થઈ જવાનુ.

  કોણ સમજાવે?

  ખૂબ ગમ્યુ. આભાર.

  -સુરેશ શાહ, સિંગાપોર

 3. pranlal sheth said,

  October 23, 2012 @ 4:59 am

  વિનર્સ જિન્દ્ગગિ જિવે

 4. vijay joshi said,

  October 23, 2012 @ 7:09 am

  pretty good translation.
  I love Carl Sanburg poems and have visited his home in North Carolina and is part of National Park Service, they also have a great program for teachers and students to visit and learn. Also 90 miles from London, there is a fabulous well preserved house of Shakespere.
  I always wonder why India does not celebrate her literary giants the same way???

 5. pragnaju said,

  October 23, 2012 @ 8:39 am

  સરસ અછાંદસ
  Grass
  By Carl Sandburg
  Pile the bodies high at Austerlitz and Waterloo.
  Shovel them under and let me work—
  I am the grass; I cover all.

  And pile them high at Gettysburg
  And pile them high at Ypres and Verdun.
  Shovel them under and let me work.
  Two years, ten years, and passengers ask the conductor:
  What place is this?
  Where are we now?

  I am the grass.
  Let me work.નુ ભાવવાહી ભાષાંતર
  The dominant figure of speech in the poem is personification, which turns the grass into a person who observes wars and cleans up after them. An implied metaphor equates grass with time, which erases memories of war.
  ભણવામાં આવતી આ કવિતાના અગત્યના પ્રશ્નો
  1. In an essay, compare and contrast the attitude of nature toward war in Sandburg’s “Grass” and Stephen Crane’s The Red Badge of Courage.
  2. Does the fact that many war memorials, statues, cannons, and plaques dot the landscape at the site of the Battle of Gettysburg contradict Sandburg’s contention that people forget about war and its fallen heroes?
  3. Evaluate the effect of Sandburg’s repetition of key words and phrases in the poem.
  4. Does absence of end rhyme strengthen or weaken the poem?
  5. Compose a short poem–with or without rhyme–expressing your feelings about war

 6. vijay joshi said,

  October 23, 2012 @ 9:15 am

  our son is a dedicated teacher and daughter-in-law is professor of Math in CT and I teach English as a volunteer in NJ, our daughter has stayed in India for 3 months to work with children of red light district in Mumbai so we know how vulnerable and fragile young ones are and try to teach them right from wrong at a tender age. Athough memory fades over time, a nation should never let its future citizems forget or erase past history and should always strive to avoid its pitfalls, because history tends to repeat itself.

 7. Maheshchandra Naik said,

  October 23, 2012 @ 3:41 pm

  સરસ ભાવાનુવાદ અને રજુઆત………………….

 8. pragnaju said,

  October 23, 2012 @ 8:06 pm

  + In writing The Red Badge of Courage, Crane tried to render battle, and the lives of common soldiers, as authentically as possible. Accordingly, a realistic, almost journalistic style of writing dominates the narrative, leaving little room for the development of an overt, more literary system of symbols. However, there are a few noteworthy symbols in the novel. One of these is the dead soldier, who represents the insignificance of mortal concerns. Henry encounters the corpse, decaying and covered by ants, at a crucial moment: he has just reassured himself that he was right to flee battle and that the welfare of the army depends upon soldiers being wise enough to preserve themselves. Then the dead soldier, whose anonymity strips him of any public recognition of courage and glory (regardless of whether or not he deserved them), forces Henry to begin to question himself and the values by which he measures his actions.

 9. ધવલ said,

  October 25, 2012 @ 2:28 pm

  આભાર પ્રગ્નાજુ ! આ કવિતા ગમી એટલે એનો અનુવાદ કર્યો… તમારેી કોમેન્ટ જોઈ પછી વધારે તપાસ કરતા ખબર પડી કે આ કવિતા તો ઘણી જ પ્રખ્યાત છે … અહીઁ ઘણાને ભણવામા પણ આવે છે ! એનો બીજો અર્થ પણ લોકપ્રિય છે… યુધના બલિદાનોને સામાન્ય પ્રજા બહુ જલદી ભૂલી જાય છે. જો કે મને હજુ પહેલો જ અર્થ વધારે ગમે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment