ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.
હેમેન શાહ

ગઝલ-મુકુલ ચોકસી

શાનાં સ્તવન સ્તવું અને ક્યાંના કવન કવું ?
ઉન્માદ ! લાગણીથી વધારે તો શું લવું ?

હાથોમાં હાથ રાખી હવે કેમ જીવવું ?
તારે છે ચાલવું અને મારે છે મ્હાલવું….

પામી લીધું ઊંડાણ મેં અભિવ્યક્તિનું નવું
ચૂમો તો ચીસ પાડું ને કાપો તો ક્લરવું !

સહરાની છાલકો ય પછી અમને ચાલશે,
શીખી જવા દો એક વખત તરબતર થવું.

જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું ?

-મુકુલ ચોકસી

8 Comments »

 1. Rina said,

  October 21, 2012 @ 3:04 am

  સહરાની છાલકો ય પછી અમને ચાલશે,
  શીખી જવા દો એક વખત તરબતર થવું.

  જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
  અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું..

  Awesome ….

 2. Pravin Shah said,

  October 21, 2012 @ 11:19 pm

  જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
  અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું…..

  લાજવાબ મત્લા-મક્તા સાથેની સુંદર ગઝલ !

 3. Maheshchandra Naik said,

  October 22, 2012 @ 1:23 am

  સરસ ગઝલ્…………

 4. ધવલ said,

  October 22, 2012 @ 4:42 pm

  પામી લીધું ઊંડાણ મેં અભિવ્યક્તિનું નવું
  ચૂમો તો ચીસ પાડું ને કાપો તો ક્લરવું !

  – સરસ !

 5. lakant said,

  October 25, 2012 @ 9:14 am

  “જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
  અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું “?
  — બહારના બધા ઉધામા કર્યા પછી…કંઈ જ ન મળ્યા પછી, રોકડા વિરોધાભાસો જીવ્યા પછી,
  ” સહેજે બાવા બ્રહ્મચારી” જેવી પરિસ્થિતિ હોય તો અંતિમ માર્ગ….ભીતર વળવાનું બને !
  નસીબ જોગેક્વાચિત કંઈક ભલાઈ જાય યા એવો “ભ્રમ’ પણ થાય…એ પણ એક અનુભવ…તો ખરો જ !
  -લા’કાન્ત / ૨૫-૧૦-૧૨

 6. lakant said,

  October 25, 2012 @ 9:16 am

  “જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
  અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું “?
  — બહારના બધા ઉધામા કર્યા પછી…કંઈ જ ન મળ્યા પછી, રોકડા વિરોધાભાસો જીવ્યા પછી,
  ” સહેજે બાવા બ્રહ્મચારી” જેવી પરિસ્થિતિ હોય તો અંતિમ માર્ગ….ભીતર વળવાનું બને !
  નસીબ જોગે ક્વચિત કંઈક ભળાઈ જાય યા એવો “ભ્રમ’ પણ થાય…એ પણ એક અનુભવ…તો ખરો જ !
  -લા’કાન્ત / ૨૫-૧૦-૧૨

 7. હેમંત પુણેકર said,

  October 30, 2012 @ 9:09 am

  અદભૂત!

 8. Jigar said,

  March 31, 2016 @ 11:29 am

  “જાકારો” વાળો શેર તો o.u.t.s.t.a.n.d.i.n.g.. !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment