ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે? હું પણ જાણું તું પણ જાણે.
– મકરંદ મુસળે

સમયની ઓળખ – પન્ના નાયક

આપણે
ઘણું સાથે ચાલ્યાં
પણ પછી
આપણો પ્રવાસ અટક્યો…

સારું જ થયું ને !

તારી પાસે
જતાંઆવતાં વેરેલા
અઢળક સમયે
મને મારી ઓળખાણ તો કરાવી !

પન્ના નાયક

પ્રવાસ શબ્દ એ ગાળેલા સમયનાં માધૂર્ય તરફ ઈશારો કરે છે.  પણ અહીં જો એ ‘પ્રવાસ’નાં અંતથી જાત સાથે ઓળખાણ થતી હોય તો કવિને એય મંજૂર છે! ….. અને ‘વેરેલો અઢળક સમય’ એટલે કે એક વખત મધુરા ભાસેલા સમયની કડવી હકિકત….?

પન્નાઆંટીનો નવો કાવ્યસંગ્રહ ‘ગુલમ્હોરથી ડેફોડિલ્સ’ તાજેતરમાં પ્રગટ થયો… અને આ એક અછાંદસ-બુંદ પણ એમનાં જ એ સાગરમાંની એક છે.  નવતર કાવ્યસંગ્રહ માટે કવયિત્રીને અઢળક અભિનંદન.

10 Comments »

  1. Rina said,

    October 19, 2012 @ 12:48 AM

    beautiful…

  2. વિવેક said,

    October 19, 2012 @ 1:05 AM

    મજાનું અછાંદસ… કવિતાનું શીર્ષક પ્રવાસ જ રાખ્યું હોત તો ?

  3. perpoto said,

    October 19, 2012 @ 5:13 AM

    પ્રવાસી પણ ચાલે…વિવેકભાઇ….
    ટીપ્પણીમાં કવિયત્રી આવે?
    મધૂરા કે મધુરાં?

  4. perpoto said,

    October 19, 2012 @ 5:15 AM

    કવયત્રી

  5. jahnvi antani said,

    October 19, 2012 @ 5:28 AM

    fantastic sharing…

  6. perpoto said,

    October 19, 2012 @ 7:06 AM

    ગુજરાતી લેક્ષીકોનમાં કવયિત્રી છે.

  7. PRAHELADPRAJAPATI said,

    October 19, 2012 @ 7:41 AM

    ફિને , સરસ્

  8. pragnaju said,

    October 19, 2012 @ 2:32 PM

    ‘ગુલમ્હોરથી ડેફોડિલ્સ’ ના અભિનંદન
    તારી પાસે
    જતાંઆવતાં વેરેલા
    અઢળક સમયે
    મને મારી ઓળખાણ તો કરાવી !
    ખૂબ સુંદર
    મારી ઓળખાણ મને પુછશો નહીં
    તમને ખબર નથી તો મને પણ ખબર નથી.
    આવી ઘણા ખરાની સ્થિતી હોય છે અને આધ્યાત્મમા તો હું કોણ ?
    ખબર પડે તો ઘણા પ્રશ્નો ઉકલી જાય

  9. Rekha Sindhal said,

    October 20, 2012 @ 6:40 AM

    નવા કાવ્યસઁગ્રહના અભિનઁદન. પ્રવાસ થકેી જાતનેી ઓળખાણ અને સઁબઁધોના આઁતનો આવો હકારાત્મક અભિગમ અભિવ્યક્ત કરતેી સુઁદર રચના વાઁચવેી બહુ ગમેી.

  10. Anil Shah.Pune said,

    December 10, 2020 @ 11:24 PM

    પ્રવાસ શરૂ કર્યો,
    તારા સહવાસ સાથે,
    રસ્તા માં આવેલા ઘણા વળાંકો,
    તારી ને મારી ઓળખ કરી આપી,
    ને મંઝિલ અંતે બદલાઈ ગઈ……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment