હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !
વિવેક મનહર ટેલર

ગઝલ – મનોજ ખંડેરિયા

સ્મરણ વાંસળી જેમ વાગે અવિરત
સૂણે જે તે જન્મારો જાગે અવિરત

ન સમજે સકળ તીર્થ છે પગના તળિયે
અને તીર્થ જાવાને ભાગે અવિરત

અહીં સાવ ખાલી થનારાને અંતે
સભર થઈ ગયા એવું લાગે અવિરત

સતત ઊંઘના રોજ ફુરચા ઊડે છે
ભીતર કોઈ જામગરી દાગે અવિરત

અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી
ખબર છે હજી કોઈ તાગે અવિરત

રહે નિર્વસન શબ્દ એનો ઝળકતો
પહેરેલું જે નામ ત્યાગે અવિરત

– મનોજ ખંડેરિયા

મરણ ન આવે ત્યાં સુધી સ્મરણ આવતાં જ રહે છે. જે સ્મરણમાં ડૂબે છે તેની જન્મારા આખાની ઊંઘ ઊડી જાય છે.

7 Comments »

 1. Bhadresh Joshi said,

  September 28, 2012 @ 6:23 am

  Please notify me of new posts by email.

 2. La'Kant said,

  September 28, 2012 @ 7:23 am

  “અહીં સાવ ખાલી થનારાને અંતે
  સભર થઈ ગયા એવું લાગે અવિરત”
  ગમ્યું
  “ટપકે એ તો ટીપું.,ટીપાંમાં શું એ વિચાર!
  અહીં મહાશૂન્યતાના વ્યાપ અને વિસ્તાર,”

  ટાંકવાનું મન થાય છે.

  “.ટપકે એ તો ટીપું.,ટીપાંમાં શું એ વિચાર!
  અહીં મહાશૂન્યતાના વ્યાપ અને વિસ્તાર,” -લા’કાન્ત / ૨૮-૯-૧૨

 3. pragnaju said,

  September 28, 2012 @ 9:20 am

  અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી
  ખબર છે હજી કોઈ તાગે અવિરત

  રહે નિર્વસન શબ્દ એનો ઝળકતો
  પહેરેલું જે નામ ત્યાગે અવિરત
  સંત વિચારધારા
  મરણ તારા હાથમાં છે પરંતુ તારું સ્મરણ મારા હાથમાં છે. નિઝામુદ્દીને અમીર ખુશરોના મસ્તકને પ્રેમથી પોતાની છાતીએ લગાડીને એના કપાળ પર ચુંબન કર્યું અને પછી કહ્યું કે ‘મારી જો આ અંતિમ ક્ષણ હોય તો હું મને પૂરેપૂરો સમજનાર અમીરને બસ આ રીતે પ્રેમ કરું. આ સિવાય બીજું કશું જ નહિ, બંદગી પણ નહીં.’
  યાદ
  રાજેન્દ્ર શુક્લ કહે છે :

  નિષેધ કોઈનો નહિ…
  વિદાય કોઈની નહિ….
  હું શુદ્ધ આવકાર છું,
  હું સર્વનો સમાસ છું. સત્ય મારા માટે, પ્રેમ તમારા માટે અને કરુણા બધા માટે. સત્ય હંમેશા આપણા માટે હોવું જોઈએ. પ્રેમ બીજા માટે હોવો જોઈએ. પ્રેમ કેવળ પોતા માટે હોય તો કદાચ એનું રૂપ પણ બદલાઈ જાય

 4. perpoto said,

  September 28, 2012 @ 11:31 am

  કવિ મિરા સમક્ક્ષ પોંચવાની મથામણ કરે….

 5. Harshad said,

  September 29, 2012 @ 12:57 pm

  Khoob saras, bhai vah!!

 6. Maheshchandra Naik said,

  October 2, 2012 @ 10:05 pm

  સરસ ગઝલ, કવિશ્રી મનોજભાઈને લાખ લાખ સલામ……………..

 7. jadavji kanji vora said,

  June 28, 2013 @ 7:23 am

  બહુ જ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment