એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

આવે છે – ભગવતીકુમાર શર્મા

એ બહુ છાનેમાને આવે છે;
મોત નાજુક બહાને આવે છે.

ક્યાં મને એકલાને આવે છે ?
સુખ અને દુઃખ બધાંને આવે છે.

કેમ ચાલ્યા ગયા જનારાઓ?
આવનારાઓ શાને આવે છે ?

ઓળખી લ્યો સમયના પગરવને;
એ જમાને જમાને આવે છે.

આમ તો આખી ડાયરી કોરી;
નામ તુજ પાને પાને આવે છે.

અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;
ઉત્સવો કેવા સ્થાને આવે છે !

બિમ્બ ચકલી જુએ છે પોતાનું;
પાંખ તો આયનાને આવે છે.

એના શ્વાસો બન્યા છે વેગીલા;
મહેક તારી હવાને આવે છે.

રણની શોભા મને જ આભારી :
ગર્વ આ ઝાંઝવાને આવે છે !

કૂંપળે કૂંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.

– ભગવતીકુમાર શર્મા

 

11 Comments »

 1. Rina said,

  October 19, 2012 @ 12:34 am

  અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;
  ઉત્સવો કેવા સ્થાને આવે છે !

  વાહ……..

 2. Deval said,

  October 19, 2012 @ 1:26 am

  aakhi gazal gami…wah..thanx for sharing @Vivek Sir…

 3. perpoto said,

  October 19, 2012 @ 4:58 am

  સોંસરી ગઝલ….કેમ ચાલ્યા ગયાં જનારાઓ? આવનારાઓ શાને આવે છે?

  હાયકુ
  આવી વસંત
  ભેગાં મળી ઊજવે
  ખરેલાં પર્ણૉ

 4. Vineshchandra Chhotai said,

  October 19, 2012 @ 5:47 am

  બહુજ સરસ વાતો કરિ ;;;;;;;;;;;ધન્યવાદ ……………………અભિનદનદન ………

 5. pragnaju said,

  October 19, 2012 @ 2:07 pm

  સિધ્ધહસ્ત કલમનો જાદુ
  અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;
  ઉત્સવો કેવા સ્થાને આવે છે !
  સ રસ અભિવ્યક્તિ…!
  યાદ
  છાતી દડદડ, આંખો ભીની, કલમ ભુખરી;
  મારું સંવેદન કેવું શીરમોર નીકળ્યું!

  કેમ ચાલ્યા ગયા જનારાઓ?
  આવનારાઓ શાને આવે છે ?
  યાદ્
  જીવનના આ ચીત્રફલકનું તે શું કહેવું?
  ઘાર્યું તું કંઇ ઔર અને કંઇ ઔર નીકળ્યું!

 6. Maheshchandra Naik said,

  October 19, 2012 @ 9:18 pm

  સરસ ગઝલ, કવિશ્રી ભગવતીકુમાર શર્માની હ્દયમાથી સોંસરી પ્રાપ્ત થતી આ રચના માટે એમનૅ અભિનદન……………………

 7. sweety said,

  October 20, 2012 @ 3:21 am

  ક્યાં મને એકલાને આવે છે ?
  સુખ અને દુઃખ બધાંને આવે છે.

  બહુજ સરસ

 8. Dhruti Modi said,

  October 20, 2012 @ 5:04 pm

  ભગવતીકાકાની હ્દયને વીંધી નાખતી ગઝલ.
  કેમ ચાલ્યા ગયા જનારાઑ?
  છે જવાબ?

 9. ધવલ said,

  October 22, 2012 @ 4:46 pm

  આમ તો આખી ડાયરી કોરી;
  નામ તુજ પાને પાને આવે છે.

  – આહ !

 10. yogesh shukla said,

  August 22, 2013 @ 12:18 am

  Sorry Sir Add Two Lines

  મુર્ત્યું કે ક્યા કોઈ વય હોય છે ,
  એતો ગમે ત્યા ને ગમે ત્યારે દેખાય છે

 11. Dipal Upadhyay said,

  October 20, 2016 @ 11:44 am

  વાહ ખુબ સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment