માણસથી મોટું તીર્થ નથી કોઈ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ.
રમેશ પારેખ

મરસિયો – શેક્સપિઅર (અનુ. વિવેક મનહર ટેલર)

ડરવાની જરૂર નથી સૂર્યના તાપથી
કે ક્રુદ્ધ શિયાળાના ક્રોધાવેશથી,
તારું દુન્યવી કાર્ય સંપૂર્ણ થયું છે,
તું ઘરે પહોંચી ગયો છે, તારું મહેનતાણું લઈને.
તવંગર છોકરા-છોકરીઓ હોય કે પછી
ચીમની સાફ કરનાર, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી તારે મોટા માણસોની નાખુશીથી.
તું પર છે જુલ્મીઓના ત્રાસથી,
નથી હવે પહેરવાની કે ખાવાની ચિંતા,
શું ઘાસ કે શું વૃક્ષ- તારે બધું એકસમાન છે.
રાજા, વિદ્વાન કે તબીબ બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી વીજળીના ચમકારાથી,
કે દારુણ તોફાનોથી,
ડર નથી બદનક્ષી કે અવિચારી નિંદાનો,
સુખ અને દુઃખથી તું હવે પર છે.
દરેક પ્રેમી, યુવાન હોય કે ન હોય,
તારી સાથે જોડાવાના જ છે, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

– વિલિઅમ શેક્સપિઅર
અનુ. વિવેક મનહર ટેલર

*

શેક્સપિઅરના નાટક ‘સિમ્બેલાઇન’ના ચોથા અંકના બીજા દૃશ્યમાં ફિડેલ (જે હકીકતમાં ઇમોજન નામની છોકરી છે) નામના છોકરાને મરણ પામેલો માનીને દફનાવતી વખતે ગિડેરિયસ અને અર્વિરેગસ નામના પાત્રો દ્વારા વારાફરતી આ ગીત ગાવામાં આવે છે. ત્રણ અંતરાના ગીતમાં શરૂઆતમાં “ડરવાની જરૂર નથી” અને અંતમાં “બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે” પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે. પહેલી કડીનું પુનરાવર્તન બાંહેધરી આપે છે અને બીજી કડીનું પુનરાવર્તન મૃત્યુની અફરતા દૃઢીભૂત કરે છે.

મૃત્યુ સંસારનો અફર નિયમ છે. ભલભલા ચમરબંધ પણ મૃત્યુથી બચી શકતા નથી. મૃત્યુ આપણને ભલભલાના ડરથી અને સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી કાયમી મુક્તિ આપે છે.

*

A requiem

Fear no more the heat o’ the sun
Nor the furious winter’s rages;
Thou thy worldly task hast done,
Home art gone, and ta’en thy wages:
Golden lads and girls all must,
As chimney-sweepers, come to dust.

Fear no more the frown o’ the great,
Thou art past the tyrant’s stroke;
Care no more to clothe and eat;
To thee the reed is as the oak:
The scepter, learning, physic, must
All follow this and come to dust.

Fear no more the lightning-flash,
Nor the all-dreaded thunder-stone;
Fear not slander, censure rash;
Thou hast finish’d joy and moan:
All lovers young, all lovers must
Consign to thee, and come to dust.

-William Shakespeare

11 Comments »

 1. Rina said,

  October 13, 2012 @ 1:06 am

  awesome અનુવાદ ….

 2. Vipool Kalyani said,

  October 13, 2012 @ 1:56 am

  વાહ ! મજા પડી ગઈ. ધન્યવાદ, વિવેકભાઈ.

 3. vijay joshi said,

  October 13, 2012 @ 8:11 am

  Thanks Vivekbhai,
  for an excellent interpretation of his Requiem which is defined as any grand musical composition, performed in honor of a deceased.
  Translating it is a difficult act to pull off since it is written in a different era in an old English tongue. Great Job.

  સંત કબીરની યાદ આવી ……….

  माटी कहे कुम्हारसे तू क्या रोंधे मोहे
  एक दिन ऐसा आहेगा मै रोंधुंगी तोहे!

  Please forgive me my indulgence in a little bit of English language history.
  It is ironic that shakerspearian literature was not always considered respectable even in England in the 18th and 19th century when England ruled India. English children in England were NOT taught Shakespeare but were schooled in classical Latin and French literature!

  I have visited his birthplave at Stafford Upon Avon about 90 miles from London. The plave is meticulously and authentically kept immaculate and it brought be back in history to revisit all of his 33 plays and scores of poems and sonnets, not to speak of hundreds of words and phrases that we use routinely today without even realizing that they were first coined by him.

  This is how English was written in Shakespeare’ days. English has evolved over the last 400 years, Before him it was Chaucer who dominated English Lit
  who wrote in old English- English being Germanic tongue has many German words but also extensive words from French, Dannis, Nordic etc tongues and of course all of which started out as dialects of Latin just as most or Northern Indian tongues of today (including Gujarati) started out as dialects of Sanskrit and then Prakrit.
  I will refrain myself from extending this conversation further for the fear of
  testing readership’s patience.

 4. vijay joshi said,

  October 13, 2012 @ 8:14 am

  Correction-
  Shakerspeare is said to have written 37 plays and 154 sonnets. But no one is quite sure.

 5. ધવલ said,

  October 13, 2012 @ 11:18 am

  સરસ !

 6. urvashi parekh said,

  October 13, 2012 @ 5:02 pm

  ખુબ જ સરસ.

 7. La'Kant said,

  October 14, 2012 @ 12:43 am

  “તારું દુન્યવી કાર્ય સંપૂર્ણ થયું છે,
  તું ઘરે પહોંચી ગયો છે, તારું મહેનતાણું લઈને.”
  એક સોજ્જો સધિયારો છે ….હવે દુન્યવી જળોજથા…થી
  પારનું કંઈક કરવાનું મોટી…લાંબી સફર …એકલપંડે કરવાનો
  પડકાર પણ દેખાય છે..) છે…ઇંગિત સંદેશ છેને?નથી શું?
  વળી….હજી જેમને જીવવાનું બાકી છે..તેમને માટે…..પણ ,
  હવે ધીરે ધીરે મન ખેંચી લઇ સંપૃક્ત થવાનું સૂચન પણ નથી શું?
  વિજય જોશીનું અભ્યાસુ પૃથક્કરણ અને વિશેષ દૃષ્ટિ પૃષ્ટભૂમિ,
  સમય-સુસંગતતા બેકગ્રાઉન્ડ,પ્રાકૃતતા.સુફી સાહિત્ય , {ભાષા
  અંગેની તેમની વિદ્વત્તતા વિષે ઘણું કહી જાય છે!}અને ભાષા
  સાથે સંલગ્ન અર્થ અને મર્મને તેના વજૂદ,મૂળિયાં સાથે
  થી જોડી આપે છે…સરસ છણાવટ થઇ છે ગમ્યું….
  “રીડરશીપની પેશન્સ?” એ તો અંગત રસ-રુચિનો મુદ્દો….
  જે જૂજ/ લઘુતમ હશે એવો તેમનો અંગત ડર
  સદંતર ખોટો તો નથી જ….
  આમ, વિવેકભાઈ પણ ” વિશ્વ-સાહિત્ય” અહીં મૂકી ડો.સુ.દ.
  જેવું અઘરું સુભગ કામ કરે છે તેનો આનંદ ઓછો નથી.
  તેમને વધુ અભિનંદન …
  –લા’કાન્ત / ૧૪-૧૦-૧૨

 8. vijay joshi said,

  October 14, 2012 @ 9:40 am

  Encouraged that I am, by La’Kant’s assertions, may be, a little more story of English and Shakespeare might just be in order. So here it goes…. Shakerspeare was also a keen businessman, besides being an exceptional playwright in 17th century, and as such, he wrote his plays with live audience in mind, wrote his plays with little bit of comedy, romance, suspense, melodrama, (come to thin of it, what Bollywood is doing today!)

  English has become a dominant global business language today that it is hard to imagine that its origins were so barbaric and before Shakespeare, it was considered a language of uneducated! Royalty and aristocrats spoke only Latin or French and looked down with disdain at English. Judiciary and law was all written in French and even today most of the English words relating to law are of french origin.

  Around 400AD, after a rule of about 300years Romans left England and this void was filled by North German barbarian tribes like Angels, Saxons, Jutes, Frisians and over a course of next centuries, it displaced, defeated, drove out Celts who were inhabiting England prior to their arrival. English language evolved from assimilation of all these Germanic tongues and the people began to be known as Anglo-Saxons (from Angels and Saxon tribes) then around 800 AD Normans would attack from Norway also Danes would bring their influence to it too. Thus English became richer by accepting, adopting this foreign words which it continues to do today.

  so the trick is to accept and adopt English words into Gujarati (as is done successfully with Urdu words) and make it richer WITHOUT losing its own identity.
  French language on the other hand is a good example how NOT to do.(they have kept it so restrictive and unreceptive to foreign influence that it has become a local language.) This may provide a think primer on English.

 9. Pravin Shah said,

  October 15, 2012 @ 2:34 am

  સુંદર !
  બધાની કોમેન્ટ વાંચી. મઝા આવી.

 10. Maheshchandra Naik said,

  October 19, 2012 @ 11:17 pm

  જીવંત વાસ્તવિકતાનુ કાવ્ય સાથે ઉપરોક્ત બધાના વિચારો ગમ્યા…………………………

 11. Sandhya Bhatt said,

  October 20, 2012 @ 6:45 am

  સરસ અનુવાદ થયો છે,વિવેકભાઈ….અભિનંદન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment