ભીંતની છાતી ચીરી એક લતા ખૂબ લડી,
મારી પર એમ આ એકલતા બરાબરની ચડી.
વિવેક મનહર ટેલર

વિકાસ – શુન્તારો તાનિકાવા

ત્રણ વર્ષે
મને ભૂતકાળ જેવું કંઈ હતું જ નહીં

પાંચ વર્ષે
મારો ભૂતકાળ ગઈકાલ સુધી જ પહોંચતો

સાત વર્ષે
મારો ભૂતકાળ પહોંચતો રાણા પ્રતાપ સુધી

અગિયાર  વર્ષે
મારો ભૂતકાળ પ્રસર્યો છેક ડાયનોસોર સુધી

ચૌદ વર્ષે
મારો ભૂતકાળ સંમત હતો પાઠ્યપુસ્તકો સાથે

સોળ વર્ષે
ભૂતકાળની અનંતતા સામે જોતા મને ડર લાગતો

અઢાર વર્ષે
મને સમય વિશે કશુંય જ્ઞાન નથી

– શુન્તારો તાનિકાવા
(અનુ. ધવલ શાહ)

માણસની સમજના વિકાસનો ગ્રાફ દોરી આપતું નવી જાતનું કાવ્ય.

નાની ઉંમરે સમયનો કંઈ ખ્યાલ ન હોય. પછી ધીમે ધીમે ગઈકાલનો, વિતેલી સદીઓનો, વિતેલા યુગોનો અને છેવટે પાઠ્યપુસ્તકમાં હોય એવી બધી જ ઘટનાઓનો ખ્યાલ આવતો જાય. ને પછી એક દિવસ ખ્યાલ આવે કે પાઠ્યપુસ્તક્નો પનો તો ભૂતકાળને માપવા માટે બહુ ટૂંકો પડે છે. ને છેલ્લે ખબર પડે કે સમયની આખી વિભાવના જ કેટલી તકલાદી છે … ને પછી જ (કદાચ) માણસના વિકાસની ખરી શરૂઆત થાય !

10 Comments »

 1. Suresh Shah said,

  September 18, 2012 @ 3:09 am

  અર્થગંભીર છતાં ગમી જાય તેવુ.

  સાભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

 2. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

  September 18, 2012 @ 3:42 am

  જાવેદ અખ્તરની બહુજ ગહન રચના ” યે વક્ત ક્યા હૈ ??!! ” યાદ આવે છે , ફરી અહીં જ્ઞાન ની વાત આવે છે ત્યારે” સમય” ની વ્યાખ્યા બદલાઈ જાય છે – આપણી પુખ્તતા સાથે આતુરતા કરતાં પણ કુતુહલતા બલ્કે જ્ઞાન ની તૃષ્ણા વધતી જાય ત્યારે તમામ ઉપલબ્ધ માહિતી અને પુરાવા ઓછાજ લાગે કદાચ આફ્રીકાના ગાઢ જંગલમાં પહોંચ્યા પછી ” માનવજાત ની માતા ” ના ડી.એન.એ. મળ્યા પછી પણ ” તેની પહેલા ના મારા કે આપણા ” મૂળીયાં” ની શોધ ચાલુ જ રહેશે. ” જ્ઞાન એ વ્યક્તિગત રીતે ભલે “આવિષ્કાર ” રહે અંતે તો સંશોધનજ રહેવાનું . હજારો વર્ષો થી એટલા બધા પરિવર્તન થતાજ રહે છે કે કદાચ આપણે માનીયે કે ” મેં આ શોધ્યું .” તે ખરેખર બીજાની મહેનતજ તમે “ઉજાગર ” કરી હોય એવું બને ! નરસિંહ મહેતા કહી ગયા છે તેમ ” અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રીહરી… જ તમામ સવાલો નો જવાબ છે જુજવા રૂપ.. નું મૂળ એકજ છે – તર્ક ની સીમાથી શ્રદ્ધા શરૂ થાય છે !

 3. vijay joshi said,

  September 18, 2012 @ 7:37 am

  This reminds me of a poem by great English poet by E Houseman
  When I was one-and-twenty
  I heard a wise man say,
  ‘Give crowns and pounds and guineas
  But not your heart away;
  Give pearls away and rubies
  But keep your fancy free.’
  But I was one-and-twenty,
  No use to talk to me.

  When I was one-and-twenty
  I heard him say again,
  ‘The heart out of the bosom
  Was never given in vain;
  ‘Tis paid with sighs a plenty
  And sold for endless rue.’

  And I am two-and-twenty,
  And oh, ’tis true, ’tis true.

 4. perpoto said,

  September 18, 2012 @ 8:17 am

  ્પાઠ્યપુસ્તકનો પાનો ,કદાચ ્ધવલભાઇ પન્નો કેહવા માંગતા હશે…
  સરસ અનુવાદ…રાણા પ્રતાપનો ઉલ્લેખ….

 5. Arpana said,

  September 18, 2012 @ 8:26 am

  અર્થ સભર કાવ્ય. સમયની અનન્તતા સરસ રીતે વ્યક્ત થઈ છે.

 6. ધવલ said,

  September 18, 2012 @ 8:37 am

  @perpoto : ‘પાનો’ ખોટું હતું… ‘પનો’ હોવું જોઈએ. સુધારી લીધું છે. ઝીણી નજરનો આભાર !

 7. pragnaju said,

  September 18, 2012 @ 1:18 pm

  છેલ્લે ખબર પડે કે સમયની આખી વિભાવના જ કેટલી તકલાદી છે … ને પછી જ (કદાચ) માણસના વિકાસની ખરી શરૂઆત થાય !
  ખૂબ સરસ સમજુતિ

  ખરેખર માણસ આધ્યાત્મિક સત્યને નથી સમજતો. પરંતુ માણસ તે જે સમજે છે તે પ્રમાણે જીવી શકતો નથી કારણ કે તેના રોજિંદા જીવનમાં અનિયમિત અને વેરવિખેર વર્તણૂકથી તેની સંવેદના લાગણીશૂન્ય બની ગઈ છે. એકવાર શારીરિક સ્તરે આ અનિયમિતતા અને વેરવિખેરપણું પ્રસરી જાય છે પછી તે ભાવનાઓને તથા વિચારોને પણ અવ્યવસ્થિત બનાવી મૂકે છે.ચોક્કસાઈપણાની કળાને શીખી લીધા પછી માણસે એ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે તે બધાં જ જરૂરી કામો તેના યોગ્ય સમયે કરે. કામને પાછળ ધકેલવાની પ્રક્રિયામાંથી જ ચિંતા અને ડર જન્મે છે. યોગ્ય સમયે કરેલું યોગ્ય કામ અનેક માનસિક તાણમાંથી છુટકારો આપે છે
  યાદ
  સમય અનેક જખમ આપે છે….
  એટલે તો ઘડિયાળ માં કાટા હોય છે…
  ફૂલ નથી હોતા …..!!
  અને એટલેજ તો દુનિયા પૂછે છે કે ….
  “કેટલા વાગ્યા?”

 8. વિવેક said,

  September 19, 2012 @ 1:09 am

  @ ધવલ:

  ક્યારેક એવું લાગે કે તું સમજાવે નહીં તો કદાચ આખી કવિતા ઉપરથી જ જાય…

 9. Dhruti Modi said,

  September 19, 2012 @ 9:13 pm

  સરસ અછાંદસ.

 10. Deval said,

  September 20, 2012 @ 12:09 am

  Waah…. pehli be vaar vanchata to samajyu j nai, aaswad naa hot to ghanu samjvanu baaki rahi jaat… Thanx for sharing @Dhaval Ji. …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment