તમે દિલમાં અને અ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં,
ગયું કોઈ નથી ને થાય છે પાછું ફરે કોઈ.
ગની દહીંવાલા

ભગ્ન સ્વપ્નની નાવ – સ્નેહરશ્મિ

મારી નાવ કરે કો પાર ?

કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે ! અંધાર;
સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,
રાતદિવસ નહિ સાંજસવાર !
મારી નાવ કરે કો પાર ?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોતપછાડ !
મારી નાવ કરે કો પાર ?

નથી હીરા, નથી માણેક મોતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર ?
મારી નાવ કરે કો પાર ?

-સ્નેહરશ્મિ

ટાગોરની ‘એકલો જાને રે’ની હાકલથી વિપરીત વાણી અહીં તારસ્વરે રજૂ થઈ છે. જીવનનૈયાને ભવસાગર પાર ઉતારવી હોય તો ખુદા કે નાખુદા – કોઈ તો હોવું ઘટે. જ્યાં સૂર્ય-ચંદ્રના અજવાળાં નથી, સમય પણ ગતિહીન છે એવા યુગો-યુગોના અંધારા ભરેલ કાળાંભમ્મર સાગરમાં આગળ શી રીતે વધી શકાય? ઉજ્જવળ ભવિષ્યનો વાયુ નથી જે સઢ ફૂલાવી ગતિ આપે પણ ભૂતકાળના ઓથારના ભાર નીચે દબાઈ

3 Comments »

 1. pragnaju said,

  October 6, 2012 @ 8:44 am

  ખૂબ સુંદર ગીત
  સી એન વિદ્યાલયમા ગવડાવતા
  ભાવિના નહિ પ્રેરક વાયુ,
  ભૂત તણો દાબે ઓથાર;
  અધડૂબી દીવાદાંડી પર
  ખાતી આશા મોતપછાડ !
  મારી નાવ કરે કો પાર ?
  અદભૂત
  યાદ
  મન મેરા પંખી ભયા, જહાં તહાં જાય, જહાં જૈસી સંગત કરે,
  તહાં તૈસા ફળ ખાય કોઈ એક હરિજન ઉબરા, ડુબી નાવ અનેક. …
  મનથી ઉભા કરેલા ભવસાગરમાં ગણ્યા ગણાય નહિં તેટલા લોકો ડુબી ગયા
  અને ડુબી રહ્યા છે. … મનહિ પર અસ્વાર રહે, કો એક બિરલા સંત. …

 2. vijay joshi said,

  October 6, 2012 @ 6:54 pm

  This exquisite poem by Sneharashmi reminds me of another equally wonderful poem about a boat by fabulous Lewis Carrol- takes a totally different approach.

  આ કાવ્યની અંતિમ પંક્તિઓ નો ભાવાનુવાદ રજુ કરું છું. જેમાં કવિ

  જીવનની સરખામણી એક હોડી સાથે બહુ જ સુંદર અને સરળ રીતે કહે છે.
  જીવનનું ગહન સત્ય એટલા સાદા શબ્દોમાં કહેવું એ આ મહાન કવિની કમાલ છે.
  એક ઝરણમાં સદા સરકતી,
  સોનેરી મંદ પ્રકાશમાં અટકતી,
  સ્વપ્ન છે આ જીવનની ગતિ!

  Ever drifting down the stream —
  Lingering in the golden gleam —
  Life, what is it but a dream?

  Here is the poem in its entirity …..
  A Boat Beneath a Sunny Sky
  By Lewis Carroll 1832–1898 Lewis Carroll

  A BOAT beneath a sunny sky,
  Lingering onward dreamily
  In an evening of July —

  Children three that nestle near,
  Eager eye and willing ear,
  Pleased a simple tale to hear —

  Long has paled that sunny sky:
  Echoes fade and memories die:
  Autumn frosts have slain July.

  Still she haunts me, phantomwise,
  Alice moving under skies
  Never seen by waking eyes.

  Children yet, the tale to hear,
  Eager eye and willing ear,
  Lovingly shall nestle near.

  In a Wonderland they lie,
  Dreaming as the days go by,
  Dreaming as the summers die:

  Ever drifting down the stream —
  Lingering in the golden gleam —
  Life, what is it but a dream?

  Note: The first letter of each line in the poem spells out the full name, Alice Pleasance Liddell, the “real” Alice that was Carroll’s dreamchild muse, and inspiration.

 3. Maheshchandra Naik said,

  October 26, 2012 @ 12:49 am

  સ્નેહરસ્મિને સ્મૃતીવંદના…………………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment