રૂબરૂ જે પળે હોય છે,
શ્વાસ ઉપરતળે હોય છે.
રશીદ મીર

હરિ, તેં મુજને બહુ હરસાવી

હરિ, તેં મુજને બહુ હરસાવી
મિષ્ટ મદનરસ ઢળ્યો તું મુજને તરસાવી-તરસાવી

મારી રસના પર રસ ઊમટ્યા તું-દીધા તાંબૂલથી
મેંય તને કવરાવ્યો કેવો કરી પ્રહારો ફૂલથી !

તેં ચૂમીની હેલી પડતર હોઠો પર વરસાવી…

વાઢ પડ્યા વાંસામાં મુજને તારાં આલિંગનથી
પીન પયોધર કચરાયાં ભીંસાઈ તારા તનથી

હસીહસી કર મારો મરડી તુંથી હું પરસાવી

– રમેશ પારેખ

શૃંગારરસથી છલોછલ છલકાતું સાવ નાનકડું ગીત. પ્રિયતમ પ્રભુ સાથે ઝઘડાના ઝીણેરા ભાવ સાથોસાથ સંપૂર્ણ સમર્પણની સ્વીકાર્યતા વહન થઈ રહી છે.

હરસાવવું – હર્ષ કરાવવો, મિષ્ટ – મીઠું, મદનરસ – ઝેર/કામરસ, રસના – જીભ, તાંબૂલ – પાનબીડું, કવરાવવું – સતાવવું, વાઢ – જખ્મ, નિશાની, પીન પયોધર – પુષ્ટ (ભરાવદાર) સ્તન, પરસાવવું – સ્પર્શાવવું (?)

5 Comments »

 1. pragnaju said,

  October 20, 2012 @ 10:26 am

  મારી રસના પર રસ ઊમટ્યા તું-દીધા તાંબૂલથી
  મેંય તને કવરાવ્યો કેવો કરી પ્રહારો ફૂલથી !

  તેં ચૂમીની હેલી પડતર હોઠો પર વરસાવી…
  સુંદર
  શૃગાર રસની રચનાઓ માણતી વખતે થોડું સમજવા પ્રયત્ન કરીએ.આપણે જાણીએ છીએ કે વિભાવ, અનુભાવ અને સંચારીભાવના સંયોગથી રસની અનુભૂતિ થાય.આલંબન અને ઉદ્દિપન રતિ રસના નાયક અને નાયિકા. ઉપવાસ થી માંડીને ખોરાક અને શૃંગાર સુધી એક વૈજ્ઞાનિક અભિગમ રહેતો .પોતાની શક્તિ અને ઈચ્છા સમજીને જે માણસ પોતાના સંબંધમાં લક્ષ્મણરેખા દોરે એ જ વઘારે તંદુરસ્ત સંબંધ બાંધી શકે
  Something there is that doesn’t love a wall,
  That sends the frozen-ground-swell under it,
  And spills the upper boulders in the sun,
  And makes gaps even two can pass abreast.
  વાઢ પડ્યા વાંસામાં મુજને તારાં આલિંગનથી
  પીન પયોધર કચરાયાં ભીંસાઈ તારા તનથી

  હસીહસી કર મારો મરડી તુંથી હું પરસાવી
  હરિ, તેં મુજને બહુ હરસાવી
  આ અદભૂત અભિવ્યક્તી
  વિવેકનું રસદર્શન.’ઝીણેરા ભાવ સાથોસાથ સંપૂર્ણ સમર્પણની સ્વીકાર્યતા વહન થઈ રહી છે. મનન કરતા…ઇશ્કે ઇલાહીના કેન્દ્રમાં માત્ર ને માત્ર હરિનો પ્રેમ- બ્રહ્નવાદનું હુસ્ન અને તેની ખૂબસૂરતી જોવા મળે છે. આમાં હવસની બૂ નથી .આમાં વ્યક્ત થતો ઇશ્ક બિલકુલ પાક અને ઇબાદતની પરાકાષ્ટાને ધારદાર રીતે વ્યક્ત થાય છે.

 2. Amin Panaawala said,

  October 21, 2012 @ 2:31 am

  બ્હુજ સરસ્

 3. Amin Panaawala said,

  October 21, 2012 @ 2:34 am

  બહુજ સરસ્

 4. Maheshchandra Naik said,

  October 22, 2012 @ 2:01 am

  શ્રી રમેશ પારેખનુ આ સરસ શૃગાર રસથી ભરપુર ભક્તિ ગીત ………………

 5. ધવલ said,

  October 22, 2012 @ 4:45 pm

  સરસ ગીત !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment