ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
સુંદરમ્

ઓળખ – શકીલ કાદરી

એક અરીસો રાતે ફોડી,
બિંબ નિહાળો એને જોડી,
કોણ તમે છો? સમજણ પડશે,
ઓળખ મળશે થોડી થોડી.

– શકીલ કાદરી

10 Comments »

 1. Pinki said,

  September 25, 2007 @ 5:59 am

  જેટલાં ટુકડાં એટલાં જુજવાં રૂપ ……….

 2. Bhavna Shukla said,

  September 25, 2007 @ 9:32 am

  પેલુ ગીત પણ યાદ આવી ગયુ…..

  એક મે ભી તન્હા થે, સો મે ભી અકેલે હે…
  આઇને કે સો ટુકડે કરકે હમને દેખે હે…..
  ……………………………………………………………

  આઇનો તો છળ થી છલકાય રહ્યો હતો,
  ડાબા ને સાવ જમણુ એવુ ગાઇ રહ્યો હતો.

 3. pragnaju said,

  September 25, 2007 @ 10:53 am

  સામાન્ય રીતે કહેવાય- આયના જુઠ નહીં બોલતા
  ત્યારે વૈજ્ઞાનિકો કહે તેનું પ્રતિબિંબ ભ્રમ છે.
  ભ્રમને મટાડવાથી બ્રહ્મજ્ઞાન થાય.
  તે અહંમને ઓછો કરવાથી થાય.
  તેનો એક રસ્તો –
  શકીલ કાદરીએ અહંકારને ઠેસ મારવાની સરળ પધ્ધતિ વર્ણવી!
  એક અરીસો રાતે ફોડી,
  બિંબ નિહાળો એને જોડી,
  કોણ તમે છો? સમજણ પડશે,
  ઓળખ મળશે થોડી થોડી.
  વધુ મઝા ભાવનાની –
  એક મે ભી તન્હા થે,સો મે ભી અકેલે હે…
  આઇને કે સો ટુકડે કરકે હમને દેખે હે…..
  આઇનો તો છળ થી છલકાય રહ્યો હતો,
  ડાબા ને સાવ જમણુ એવુ ગાઇ રહ્યો હતો.
  પંક્તિઓ વાંચવાની આવી!!

 4. Bhavna Shukla said,

  September 26, 2007 @ 9:18 am

  અને શકીલજીએ અરીસો ફોડવાનો કહ્યો છે પણ ક્યારે….!!!! રાતે….
  ભ્રમ કે અહમ્ , બધા પ્રકાશિત પ્રતિબિંબ સુધીજ અસ્તિત્વ ધરાવે છે, અંધકાર એ ચિરત્વ પરિબળ છે, જેમા અરીસાને ફોડી કે જોડીને તેના માધ્યમથી કોઇ ભ્રમ કે અહમ્ ને પોષી શકાતા નથી.

 5. Pinki said,

  September 26, 2007 @ 11:56 pm

  વાહ્ ! મજા આવી આપ બન્નેનાં વિચારો જાણવાની !!

  અને આ તો ખૂબ જ ગમ્યું ….

  ભ્રમ દૂર થાય તો જ બ્રહ્મની નિકટ જવાય.

 6. આફતાબ said,

  September 29, 2007 @ 2:31 am

  એક અરીસો રાતે ફોડી,
  બિંબ નિહાળો એને જોડી,
  કોણ તમે છો? સમજણ પડશે,
  ઓળખ મળશે થોડી થોડી.

  વાહ્ ! મજા આવી …….ગમ્યું ….

  સરસ પંક્તિઓ છે.

 7. ધવલ said,

  September 29, 2007 @ 11:55 am

  અરીસામાં જાતને જોવી એ માણસ માટે એક અજબ જાતની ઘટના છે… આપણે પોતાની જાતને કદી જોઈ શકતા નથી, આપણે પ્રતિબિંબ પર જ અવલંબન રાખવું પડે છે. માણસ પોતાની જાતને અને પ્રતિબિંબને સરખાવવાની (અનિર્ણિત) રમતમાંથી કોઈ દિવસ ઊંચો આવી શકતો નથી… જે આ રમતને આંબી જાય તે તો સંત થઈ જાય !

  અહીં કવિ અરીસાને તોડવાની વાત કેમ કરે છે ? …. તૂટેલા અરીસામાં દેખાતું તૂટેલું પ્રતિબિંબિબ જ માણસનું સાચું પ્રતિબિંબ છે ??!! … આવું ‘સાચુકલું’ પ્રતિબિંબ એકાંતમાં જ જોવા બેસાય એટલે રાતની વાત કરી છે.

  જોકે મને સમજાયેલો આ આખો અર્થ પોતે પણ મારા મનમાં પડેલું આ મુક્તકનું પ્રતિબિંબ માત્ર છે. એનો ખરો અર્થ તો તમારે તમારી અંદરના અરીસામાં જ શોધવાનો છે !

 8. મન્સૂરી તાહા said,

  August 31, 2008 @ 12:12 am

  ધવલભાઇ અને વિવેકભાઇ
  લયસ્તરોનો નિયમિત વાચક છું.
  મને બહુ ગમેલી સાઇટમાં થી એક છે આ.

  પરંતુ ક્ષમાયાચના સાથે એટલું કહેવા માંગુ છુ કે આપની
  સાઇટ પર વડોદરાનાં સૌથી પ્રતિભાવાન કવિ અને શકીલ કાદરીના
  પિતા જનાબ અઝીઝ કાદરીની રચનાઓની ગેરહાજરી ઉડીને આંખે
  વળગે છે.
  આશા છે આપ હકારાત્મક લેશો.

 9. વિવેક said,

  August 31, 2008 @ 2:19 am

  પ્રિય મન્સૂરીભાઈ,

  આપના સૂચન બદલ આભાર. ન માત્ર જનાબ અઝીઝ કાદરી, લયસ્તરો પર ઘણા બધા પ્રતિભાશાળી કવિઓની કાવ્યકૃતિઓ હજી મૂકી શકાઈ નથી અને એનો અમને બંને મિત્રોને સતત રંજ પણ છે. કેટલાક કવિઓની ગેરહાજરી એમની રચનાઓની અમારા સંગ્રહમાંની ગેરહાજરીના કારણે છે. આપને ગમતી કોઈપણ કવિને સુંદર રચના આપ અમને મોકલશો અને એ લયસ્તરો માટે અનુકુળ જણાશે તો આપના સૌજન્ય સ્વીકારની નોંધ સાથે અમે સહર્ષ અહીં મૂકીશું…

  …કારણ કે લયસ્તરો એ અમારી વેબ-સાઈટ છે જ નહીં.. લયસ્તરોના ખરા માલિક છે એના આપ જેવા સહૃદય વાચકમિત્રો…

 10. મન્સૂરી તાહા said,

  September 1, 2008 @ 12:37 am

  આભાર વિવેકભાઇ.
  પણ આપને વિનંતી કે હું આપનાથી ઉમંરમાં ઘણો નાનો
  હોવાથી મને ફક્ત તાહા કહો, મન્સૂરીભાઈ નહિં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment