વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…
વિવેક મનહર ટેલર

ઝાકળના તાજા ટીપાંઓનાં સપ્તાહ…

પુષ્પની પાંખડી પર વહેલી પરોઢે જામતા ઝાકળનાં ટીપાં જેટલી તાજગી સૃષ્ટિમાં બીજે ક્યાંય વર્તાતી જોવા મળે ખરી? વાતાવરણમાં આખી રાત ઘૂંટાયા કરેલ ભેજ થોડો સ્થિર થાય ત્યારે પાંદડીને એક તાજી ભીનાશનું સરનામું બનવાની ધન્ય ક્ષણ સાંપડે છે. તાજી નાહીને નીકળેલ સુંદરી માટે આપણે સદ્યસ્નાતા શબ્દ વાપરીએ છીએ, નવોદિત કવિ માટે આપણે ‘સદ્યશબ્દેલ’ પ્રયોગ કરી ન શકીએ? આખી રાત સરસ્વતીના વરદાનનો ઘૂંટાતો રહેલો ભેજ શબ્દનું ઝાકળ બનીને જ્યારે કાગળ પર ઉતરે છે ત્યારે એક સદ્યશબ્દેલ કવિનો જન્મ થાય છે.

પ્રતિદિન એક નવી કવિતાના ન્યાયે ‘લયસ્તરો’ પર ગુજરાતી ભાષાના ત્રણસોથી વધુ દિગ્ગજ તથા નવોદિત કવિઓની કલમે સર્જાયેલી લગભગ સાડી આઠસો જેટલી સબળ કૃતિઓ આજે ‘માઉસ’ની એક ક્લિક્ માત્ર પર હાજર છે. અવારનવાર તરોતાજા કવિઓની રચનાને પણ યથાર્થ ન્યાય આપવાની અમારી કોશિશ રહી છે. પરંતુ ‘ફૉર અ ચેઈન્જ’ આ બે સપ્તાહ થોડા નવાનક્કોર છતાં માંજેલા સશક્ત કવિઓને સમર્પિત. તો ચાલો, રંગાઈ જઈએ ગુજરાતી ભાષાના આકાશમાં ઊગી રહેલા નવાનક્કોર મેઘધનુષ્યના થોડા રંગો…

-લયસ્તરો ટીમ

10 Comments »

 1. Pinki said,

  October 1, 2007 @ 3:37 am

  વાહ !

  “ઝાકળબિઁદુ
  જાગ્રત પરોઢિયે-
  બનું હું સિંધુ !! ”

  એવું જ બન્યું આ તો અને સૌથી
  વધુ તો સદ્યશબ્દેલ બહુ ગમ્યું !!

 2. Bhagyesh said,

  October 1, 2007 @ 5:52 am

  Wah

 3. Bhavna Shukla said,

  October 1, 2007 @ 6:58 am

  આ આખું સપ્તાહ થોડા નવાનક્કોર છતાં માંજેલા સશક્ત કવિઓને સમર્પિત.
  તો ચાલો, રંગાઈ જઈએ ગુજરાતી ભાષાના આકાશમાં ઊગી રહેલા નવાનક્કોર મેઘધનુષ્યના થોડા રંગો…………………..
  વાહ ભૈ!!!!! કેટલો નૂતન્ અને છતા ૫ણ અંતરમન જાણે આજ ઝંખતુ હતુ તેવો વિચાર.

 4. pragnajuvyas said,

  October 1, 2007 @ 9:07 am

  નવાનક્કોર મેઘધનુષ્યના થોડા રંગોનો વાયદો ગમ્યો.
  પણ તમે સદ્ય શબ્દ વાપર્યો ત્યારે “સદ્ય ચિકિત્સા” યાદ આવે છે. એક મિત્રને પૂછતા ખબર પડી કે આઈ.સી.યુને સધ્યચિકીત્સા કહેવાય.મેં ગંમ્મતમાં કહ્ય્ કે આમ તળપદીમાં કહોને!
  આ રીતે જોઈએ તો આ સાથે જ સદ્યકાવ્ય રજુ કરવું જોઈએ.
  મને થયું આ બહાને મારું કાવ્ય લખી દઉં ? આમેય તરંગીઓનો મેળો છે.ત્યારે બીજી તરફ વિચાર આવ્યો કે ગાલીબ,પરવીન સાકિર,દુષ્યંતકુમાર, અજ્ઞાત,મરીઝ,જવાહર બક્ષી,અશ્વિન ચંદારાણા અરે ભોળા ભાળા રઈશને પણ ન બક્શ્યા તો હૂં કઈ ગાજરની મૂળી?
  “નવોદિત કવિ માટે આપણે ‘સદ્યશબ્દેલ’ પ્રયોગ કરી ન શકીએ? ”
  ન જાણે કેમ કાંઈક કઠે છે…છકેલ જેવું લાગે છે.બીજો વધુ સારો શબ્દ ન જડે ત્યાં સુધી નીભાવીશું.
  આ કોમેન્ટથી દુઃખ લાગે તો મિચ્છામિ દુક્કડમ્…

 5. digisha sheth parekh said,

  October 1, 2007 @ 1:03 pm

  વાહ ખુબ જ સુંદર..બહુ મજા આવી…કેવી સરસ શબ્દો ની ગોઠવણ છે..અંહિ.

 6. Mansi said,

  October 1, 2007 @ 2:48 pm

  ઘણા વખત થી હુ લયસ્તરો વાન્ચુ છુ પણ મારા પોતના વિચરો મુકવાનો અવસર મળ્યો નહતો. હમ્ણા ઉર્મિ સાથે વાત કરી તો લાગ્યુ કે comment લખવા ના તો ઘણા ફયદા છે.

  ઍટલે લયસ્તરો વન્ચી ને મારો જે પહેલવહેલો વિચાર હતો તે અન્હી રજુ કરુ છુ.

  “દુનિયા આમજ અચાનક જીવવા જેવી લાગી,
  જ્યારે લયસ્તરો ની website મે ખોલી ને વાંચી.”

 7. ઊર્મિ said,

  October 1, 2007 @ 10:06 pm

  આ તો તેં ખૂબ જ સારું કર્યુ દોસ્ત…. જૂના કવિઓને તો ઓળખતા જ હોઈએ છીએ… પણ નવોદિતો વિશે ઝાઝી ખબર નથી પડતી… એટલે ‘ઓલ ધ બેસ્ટ’…. અને તો તો આ નવોદિત-સપ્તાહમાં તો તારે રોજની બે પોસ્ટ ના મૂકવી જોઈએ ?? (માફી ડૉ., જરા લોભ કરું છું!)

  વેલકમ માનસી…!!

 8. b.k.rathod said,

  October 9, 2007 @ 7:38 am

  મારો ગઝલ સંગ્રહ ‘અહીથી ત્યાં સુધી’ મળ્યો હશે.
  લયસ્તરો માં વિષે નોંધ નથી તેથી લખું છું.
  મારી વેબ જોઇ લેશોઃ
  http://ahithityasudhi.blogspot.com
  http://vishwa-gatha.blogspot.com

  બી.કે.રાઠોડ’બાબુ’

 9. વિવેક said,

  October 11, 2007 @ 1:54 am

  વ્હાલા મિત્ર બી.કે. રાઠોડ ‘બાબુ’,

  આપનો મજાનો ગઝલસંગ્રહ ‘અહીંથી ત્યાં સુધી’ જરૂર ‘ત્યાંથી અહીં’ સુધી આવ્યો જ છે અને લયસ્તરો પર એની નોંધ પણ અમે લીધી જ છે. આપની નજરોથી આ વાત કદાચ અજાણી રહી ગઈ છે. આપ આપની મજાની ગઝલ અને સંગ્રહની નોંધ વિશે અહીં જોઈ શક્શો:

  http://layastaro.com/?p=861

 10. pankajtrivedi said,

  October 22, 2007 @ 6:30 am

  શ્રી રાજેશભાઇ, તમારી સાઇટ જોઇ. આનન્દ. આભાર,

  પઁકજ ત્રિવેદી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment