ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
મુકુલ ચોક્સી

છોડવા પડશે-મનોજ ખંડેરિયા

મથામણ અને તારણના સીમાડા છોડવા પડશે ;
સમજવા મનને સમજણના સીમાડા છોડવા પડશે.

અલગ દુનિયા નીરખવા ફ્રેમના નિર્જીવ ચોરસ બહાર,
પ્રતિબિંબોને દર્પણના સીમાડા છોડવા પડશે.

રમતમાં માત્ર પગલું મૂક્યું’તું આંકેલી રેખા બહાર,
ખબર નો’તી કે બચપણના સીમાડા છોડવા પડશે.

સમય લાગે છે એવું ક્યાં, સમયની પાર છે એ તો,
કે મળવા એને હર ક્ષણના સીમાડા છોડવા પડશે.

જીવનના કોચલાની બ્હાર નીકળવું છે – તો પ્હેલાં,
ત્વચાના તીવ્ર વળગણના સીમાડા છોડવા પડશે.

બગલમાં સત્યની લઈ પોટલી પાગલ ફર્યા કરતો,
સમજવા એને કારણના સીમાડા છોડવા પડશે.

નડે છે વાતની વાડો- બને છે અક્ષરો આડશ,
હવે કાગળ ને લેખણના સીમાડા છોડવા પડશે.

-મનોજ ખંડેરિયા

7 Comments »

 1. Rina said,

  August 20, 2012 @ 12:48 am

  awesome….

 2. Suresh Shah said,

  August 20, 2012 @ 3:13 am

  સમજવા મનને સમજણના સીમાડા છોડવા પડશે – જીવનના મર્મ ને સમજવા સમજણના સીમાડા છોડવા પડશે.
  રમતમાં માત્ર પગલું મૂક્યું’તું આંકેલી રેખા બહાર, ખબર નો’તી કે બચપણના સીમાડા છોડવા પડશે – સાવ અજાણી વાટે ….
  બગલમાં સત્યની લઈ પોટલી પાગલ ફર્યા કરતો, સમજવા એને કારણના સીમાડા છોડવા પડશે – કારણો શોધવાથી ક્યારે કોઈનેય સત્ય લાધ્યુ છે!

  સલામ મનોજભાઈને ….

  -સુરેશ શાહ, સિંગાપોર

 3. અનામી said,

  August 20, 2012 @ 4:26 am

  જીવનના કોચલાની બ્હાર નીકળવું છે – તો પ્હેલાં,
  ત્વચાના તીવ્ર વળગણના સીમાડા છોડવા પડશે.

  ….સુંદર.

 4. urvashi parekh said,

  August 20, 2012 @ 7:09 am

  સરસ. રમતમાં માત્ર પગલુ મુક્યુતુ આંકેલી રેખા બહાર્,
  ખબર નહોતિ,કે બચપણના સિમાડા છોડવા પડશે.
  સરસ વાત.

 5. pragnaju said,

  August 20, 2012 @ 7:10 am

  જીવનના કોચલાની બ્હાર નીકળવું છે – તો પ્હેલાં,
  ત્વચાના તીવ્ર વળગણના સીમાડા છોડવા પડશે.

  બગલમાં સત્યની લઈ પોટલી પાગલ ફર્યા કરતો,
  સમજવા એને કારણના સીમાડા છોડવા પડશે.
  વાહ
  સત્ય હકીકત તે પણ છે કે, સ્ત્રીઓએ તેની પ્રતિભાથી દુનિયાને ઝુકાવી દીધી છે. ગઈકાલ ભલે તેની ન હતી, પરંતુ આજ અને આવતીકાલ બંને તેના છે. તેના દમખમથી દુનિયાને પોતાની હથેળીમાં રાખનાર સ્ત્રીઓ માટે આકાશનો ચાંદ હવે દૂર નથી તે બાબતને નજરઅંદાજ કરી શકાય નહીં..

 6. pragnaju said,

  August 20, 2012 @ 11:41 am

  યાદ
  સુ જાની વાત
  નડે છે વાતની વાડો- બને છે અક્ષરો આડશ,
  હવે કાગળ ને લેખણના સીમાડા છોડવા પડશે.

 7. deepak said,

  August 22, 2012 @ 2:43 am

  રમતમાં માત્ર પગલું મૂક્યું’તું આંકેલી રેખા બહાર,
  ખબર નો’તી કે બચપણના સીમાડા છોડવા પડશે.

  મજાની ગઝલ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment