સૂઈ જા, ચાદર ! હવે સળ નહિ પડે,
સાંજનો કંકાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

કાંઈ ખોયું નથી – મકરંદ દવે

કાંઈ ખોયું નથી :
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું
પાત્ર જોયું નથી.

વાસનાની જ બધી તારી વેદના ,
ભય બતાવે તને ભૂત સૌ ભેદનાં,
તેં જ મનની હજી કાચ-બારી તણું
દ્વાર ધોયું નથી,
કાંઈ ખોયું નથી.

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં
બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી.

સૃષ્ટિ તો બેય હાથે લૂંટાવી જતી,
તેથી તો છાબ એની ન ખાલી થતી,
એ જ હારી જતું હૈયું જેણે બધે
હેત ટોયું નથી,
કાંઈ ખોયું નથી.

-મકરંદ દવે

અહંભાવ ઓગાળ્યા વિના – અનંતના અણુ હોવાની અનુભૂતિ વિના આત્મજ્ઞાન શક્ય નથી.

4 Comments »

 1. Mukesh Kishnani said,

  August 19, 2012 @ 1:59 am

  Wah Makrandbhai khubh saras rachna
  Chhe………………….Danyvad

  કાંઈ ખોયું નથી :

 2. Maheshchandra Naik said,

  August 19, 2012 @ 2:13 pm

  ક્ષણે ક્ષણની અનુભુતિનો આસ્વાદના કવિશ્રી મકર્ંદભાઈને લાખ લાખ સલામ…………….

 3. pragnaju said,

  August 20, 2012 @ 7:27 am

  તેં જ મનની હજી કાચ-બારી તણું
  દ્વાર ધોયું નથી,
  કાંઈ ખોયું નથી.
  સુંદર
  દુનિયામા મનની બારી જ ના હોત તો માનવી નુ સમગ્ર અસ્તિત્વ ગુંગળાઇ ગયુ હોત બાહ્ય જગત ને, તેના સ્વરુપ ને જોઈ શકાયુ ના હોત જરુર છે ફક્ત ધોઇ પવિત્ર રાખવાની

 4. P Shah said,

  August 22, 2012 @ 2:29 am

  ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી….
  ભીતર જે ભરેલું છે તે જોઇએ તો ખબર પડે કે આપણે કંઇ જ ખોયું નથી.
  ફક્ત ગર્દન ઝુકાવી જોવાની જરૂર છે.
  મનની કાચ-બારી ધોવાની પ્રેરણા આપતી સુંદર રચના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment