ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
ઓજસ પાલનપુરી

આ જિંદગીયે…. – આદિલ મન્સૂરી

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.

ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
કે વાતવાતમાં એનેય નાક લાગે છે.

બધાય પંથ વળી જાય છે તમારી તરફ
તમારા પંથે બધાયે વળાંક લાગે છે.

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ
મિલનની પૂનમે તો ફૂલફટાક લાગે છે.

હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.

-આદિલ મન્સૂરી

‘અમેરિકન ફેડરેશન ઑફ મુસ્લિમ ઑફ ઈન્ડિયન ઑરીજીન’ના ઉપક્રમે ઉર્દૂ-ગુજરાતીના જાણીતા ગઝલકાર શ્રી આદિલ મન્સૂરીને “લાઈફ-ટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ” એનાયત થયો એ હકીકતે તો પુરસ્કારનું જ બહુમાન થયું છે. કવિશ્રીને અભિનંદન કે શુભેચ્છા પાઠવવા માટે “લયસ્તરો”ના હાથ ખૂબ નાના છે, છતાં મોકળા મને આ મોટા ગજાના આદમીને અમારી અદની શુભકામનાઓ… આ મુબારક મોકાને એમની જ કાવ્યપંક્તિથી બિરદાવવો હોય તો આ જ ગઝલની આ પંક્તિઓ વાપરી શકાય ને? –બધાય પંથ વળી જાય છે તમારી તરફ, તમારા પંથે બધાયે વળાંક લાગે છે.

15 Comments »

 1. Jayshree said,

  September 14, 2007 @ 7:08 am

  સુંદર ગઝલ, વિવેકભાઇ… એ વાત તો ખરી… કોઇ કવિને અભિનંદન તો એમની કૃતિ માણીને જ આપવાની મજા છે…

  અભિનંદન કવિ શ્રી આદિલ મન્સૂરીને..!!

 2. Shah Pravinchandra Kasturchand said,

  September 14, 2007 @ 8:34 am

  ‘આદિલ’ બસ આમ લખ્યા કરો,લખ્યા કરો,લખ્યા કરો.
  નથી વાંચતા જે દિવસ તમને,અમને બહુ થાક લાગે છે.

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

 3. Sangita said,

  September 14, 2007 @ 8:37 am

  ખૂબ સુંદ્ર ગઝ્લ્!

 4. girish desai said,

  September 14, 2007 @ 10:05 am

  મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
  બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

  આદિલ ભાઇ,
  તમે ઠીક જ કહ્યું છે અને તેથી જ

  નથી કરવી મારે મૃત્યુ સાથે ક્શી રકઝક
  અનુભવોથી આ જગત મને બેકાર લાગે છે.

 5. ધવલ said,

  September 14, 2007 @ 10:52 pm

  મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
  બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

  – બહુ સરસ !

 6. નિઃશબ્દ said,

  September 15, 2007 @ 7:03 am

  હર ઘડી હર ક્ષણ યાદ આવ્યા કરે છે કોક
  કે વર્ષોથી જેનો મને ઇન્તઝાર લાગે છે.

  ખૂબ સરસ.. મજા પડી ગઈ…

 7. vijay said,

  September 17, 2007 @ 12:52 am

  આભિનન્દન. આદિલ્ભા ઇ ને અમદાવાદ અભિનન્દન પાથવે ચ્હે.અને યાદ કરે ચ્હે.

  વિજય દેસાઇ.

 8. Cyrus said,

  January 18, 2009 @ 2:07 pm

  એમ જ કોઇ િદવસ અવાય જાય કે,
  યાદ આવે ને હસાય જાય કે ?

  રોજ તારી ગલીમા અવાય જાય કે,
  ંમળયા ૫છી ઘણી વખત ભુલાય જાય કે?

  વગર પૈસે તને ખરીદાય જાય કે,
  વગર પૈસે ત વેચાય જાય કે?

  મોબઈલ પર એમ જ મલાય જાય કે,
  રુબરુ નો િરવાજ ભુલાય જાય કે?

  દુિનયા ની નજરે ઝીલાય જાય કે,
  ઇજ્જત નો કેચ પક્ડાય જાય કે?

 9. JAHAL said,

  September 23, 2009 @ 10:19 am

  સરસ મજા ની આ વાત કઈ ગયા અમાસ ની રાત બાદ પુનમ નો ચા’દ કેવો ખીલે છે. બસ એમ જી’દગી મા છે ! બસ થોડા ઘૈય” ની જરૂર છે !!!

 10. ASHISH JAIN said,

  November 7, 2009 @ 1:28 pm

  આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
  કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે……..
  …..દિવસ પર દિવસ ખાલી પ્રાસ લાગે છે………
  ….. આ શ્વાસ પણ હવે ત્રાસ લાગે છે…

 11. chandresh mehta said,

  August 17, 2010 @ 11:48 am

  maare pan javanu chhe.
  taare pan javanu chhe .
  G1 biju kai nathi.
  maut nu bahanu chhe.

  G1 whats that? are aata G1 etle jivan , life!!!

 12. PIYUSH M. SARADVA said,

  December 3, 2011 @ 6:14 am

  ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
  કે વાતવાતમાં એનેય નાક લાગે છે.

 13. PIYUSH M. SARADVA said,

  December 3, 2011 @ 6:15 am

  ખુબજ સરસ ગઝલ.

 14. bhavesh said,

  March 31, 2012 @ 2:16 am

  ખુબ સરસ

 15. malvikasolanki said,

  March 15, 2013 @ 5:49 am

  વાંચીને આનંદ થયો………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment