રાખી હૃદયને બાનમાં કેવા કરાવે ખેલ છે
આ લાગણીની જાત આખી કેટલી વંઠેલ છે !

‘બેજાન’ બહાદરપુરી

કેળવણી – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

એક ખીલીને
ભણવા બેસાડી…
ગ્રેજ્યુએટ થઈને આવી
ત્યાં સુધીમાં તો

સ્ક્રૂ બની ગઈ !

– જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

આ કવિ વિષે મને કાંઈ ખબર નથી. અને આ કવિતા ક્યા સંદર્ભે લખી છે એ પણ ખબર નથી. પણ કવિતા એટલા બધા વિવિધ અર્થ -હકારાત્મક અને નકારાત્મક બન્ને- નીકળી શકે છે કે એ તરત જ વિચાર કરવા મજબૂર કરી દે છે. માણસને ‘ખીલી’ માંથી ‘સ્ક્રૂ’ બનાવી દે એ કેળવણી – કેટલી નવી વાત છે !  કેળવણી વિષે તો અઢળક લખાયું-વિચારાયું છે … આવા ‘ચવાઈ ગયેલા’ વિષય પર અને તે પણ માત્ર સવા પાંચ લીટીમાં માણસને વિચારતા કરી દેવો એ પોતે પણ એક સિદ્ધિ છે.

9 Comments »

 1. કુણાલ said,

  September 10, 2007 @ 2:36 am

  સુંદર વાત…

  અને આ શોધી ને વહેંચવા બદલ આપનો આભાર ધવલભાઈ

 2. Bhavna Shukla said,

  September 10, 2007 @ 9:09 am

  કાચના ટૂકડા પર પહેલ પાડીને હીરો બનાવવાની વાત હોઇ શકે કદાચ……
  છતા ગૂઢ અર્થ છે.

  આભાર ધવલભાઈ….. ખરેખર વાચતા જ વિચારતા થવાય છે.

 3. વિવેક said,

  September 11, 2007 @ 2:13 am

  બધા છેડા ખુલ્લા રાખીને અર્થાકાશમાં વિહરતું કાવ્ય… આખું કલ્પન જ સાવ નવું છે અને કવિતાની અર્થછટા એટલી જ ગંભીર…. વાહ..વાહ.. ન નીકળે તો જ નવાઈ!

 4. vijay said,

  September 11, 2007 @ 3:35 am

  કે પચ્હિ અન્ગ્રેજિ સ્રક્રુદ પ ન અર્થ મ કહુ હોય્.

 5. Pinki said,

  September 11, 2007 @ 1:21 pm

  વિજયભાઇની વાત ઘણી બંધબેસતી લાગે છે.

  બાકી વિચારતા તો થઇ જવાય છે.

 6. Urmi said,

  September 12, 2007 @ 9:15 am

  હ્મ્મ્મ્…. વિચારતી જ રહી ગઈ હું તો… (એટલે કે સ્ક્રુ બનતા તો ઘણીવાર લાગશે!) 🙂

 7. Manoj Shah Los Angeles said,

  September 15, 2007 @ 3:35 pm

  Negative- It was a nail, straight, simple (KHILI) when started, the education system, twist it, burdon it, press it & finally compel it to be SCREW (Screwed Up System) ???
  Positive- पहले अंगुर थी, शराब बन गइ अब.
  Negative-KHILI was simple, straight, innocent; but after time passed, after graduated became SCREW, twisted, proudy, now can use brain to screw any one!!!!

 8. ધવલ said,

  September 15, 2007 @ 5:12 pm

  ખરી વાત છે મનોજ… આ કાવ્ય જ એવું છે કે ઘણી રીતે જોઈ શકાય છે… અને એ જ એની મઝા છે 🙂

 9. gqfgcjz said,

  April 30, 2009 @ 12:27 am

  ZiQnkV ehfnioueujli, [url=http://sagqhdxajdrc.com/]sagqhdxajdrc[/url], [link=http://prnmchzcvyit.com/]prnmchzcvyit[/link], http://neubrowtktvb.com/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment