મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સુ.દ. પર્વ :૦૭: Pre-scription – સુરેશ દલાલ

Suresh-Dalal (1)

 

[audio:http://dhavalshah.com/audio/prescription.mp3]

 

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
– તો લખો.

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
– તો લખો.

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
– તો લખો.

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
– તો લખો.

તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?
– તો લખો.

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે?
– તો લખો.

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
– તો લખો.

તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે?
– તો લખો.

તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
– તો લખો.

– સુરેશ દલાલ

સુરેશ દલાલની બહુ લોકપ્રિય કવિતા કવિના પોતાના અવાજમાં સાંભળો.

6 Comments »

 1. La' KANT said,

  August 15, 2012 @ 6:41 am

  ” તમને અતિ સંવેદનશીલ થતાં , ને તેનો પારદર્શક આંસૂઓમાં અનુવાદ કરતાં આવડે છે?-તો લખો!
  તમને અતિ સૂક્ષ્મ બેફટેરીયાને આંગળીને ટેરવે બેસાડી તેની સાથે ખડખડાટ હસતા આવડે છે?-તો લખો !

  એ કંઈ નાનીસૂની વાત નથી! ગહન સમજદારી ની વાત!
  ખૂબ દિલથી માણ્યા છે સુરેશભાઈને…એમના હાથ નીચે સોમૈયા કોલેજ મા ભણવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત છે!હું થોડુંક” કંઈક ” અભિવ્યક્તિ કરી શકવા સક્ષમ બન્યો, તેમાં તેમનો ફાળો નાનો સૂનો નથી. ભરચક આનન્દ્ક્ષણો ની ઉપલબ્ધિ..આભારી છું…ઋણી પણ.. ફરી એક વાર તક મળી એ બદ્દલ “લયસ્તરો”નો આભાર…

 2. La' KANT said,

  August 15, 2012 @ 8:49 am

  ઉપર લખેલી કીમેન્ટસમાં,

  ” તમને કંઈ પણ આવડતું નથી
  એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે? ”

  આ બે પંક્તિઓ , પહેલાં વાંચવી.

 3. pragnaju said,

  August 15, 2012 @ 10:32 am

  તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે?
  – તો લખો.
  અમને કોમ્પ્યુટર પર ગુજરાતીમા લખતા આવડતું ન હતું અને આવી પ્રેરણાદાયી — તો લખો. તો લખો. તો લખો. વાતોથી લખવા માંડ્યું અને મિત્રો શીખવતા ગયા.હજુ ઉર્દુ લખાણ મા ‘જ’ નીચે બીન્દી મૂકતા તેવી રીતે બીન્દી મૂકવી,સ્વરો જૉડાઇ જતા અટકાવવા ,અંગ્રેજીમા જોડણી સુધરી જાય તે સાધનનો ગુજરાતીમા પ્રયોગ કરવો અને ભાવાત્મક ચિહ્નો વાપરવા વિ. હજુ શીખવાના છે.તો આ પંક્તીઓ કોમ્પ્યુટર પર હોમ પેજ પર લખવી છે…
  તમને કંઈ પણ આવડતું નથી
  એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
  – તો લખો.

 4. Strong Pre-scription ! « Girishparikh's Blog said,

  August 17, 2012 @ 8:05 am

  […] સુરેશ દલાલ ઉપરની વાત એમના “Pre-scription” (http://layastaro.com/?p=8759) મુક્તકાવ્ય (અછાંદસ નહીં  કહું!) માં […]

 5. Maheshchandra Naik said,

  August 17, 2012 @ 4:31 pm

  શ્રી સુરેશ દલાલને લાખ લાખ સલામ

 6. Nivarozin Rajkumar said,

  September 2, 2012 @ 11:13 am

  વાહ્…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment