દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
ગની દહીંવાલા

ગઝલ – હરીશ ઠક્કર

એવું નથી કે લાગણી જેવું કશું નથી,
મારે હવે એ બાબતે કહેવું કશું નથી.

અવઢવ કશી જો હોય તો એ પણ પૂછી લીધું,
ફિક્કું હસીને એ કહે : એવું કશું નથી.

મારે જગતના નાથને શરમાવવો નથી,
નામ એક એનું લેવું છે, લેવું કશું નથી.

સાચું તો માત્ર વહેણ જે આંખોથી આંસુનું,
ઝરણાં-નદીનું વહેવું તે વહેવું કશું નથી.

– હરીશ ઠક્કર

સુરતના તબીબ-કવિ હરીશ ઠક્કરની ગઝલ સાધના અને ગઝલ યાત્રાનો હું નિકટનો સાક્ષી છું. સામયિકોમાં ગઝલો પ્રકાશનાર્થે મોકલાવતા ન હોવાના કારણે ગુજરાત આ સક્ષમ ગઝલકારથી લગભગ વંચિત રહી ગયું છે પણ અકાદમી-પરિષદના નિર્ણાયકો સંપૂર્ણ તાટસ્થ્યથી ચયન કરે તો એમનો તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પ્રથમ ગઝલસંગ્રહ “કહેવું કશું નથી” સોએ સો ટકા આ વર્ષના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ તરીકેના પારિતોષિકનો હક્કદાર છે…

9 Comments »

 1. Ashok Vavadiya said,

  May 23, 2013 @ 1:49 am

  સુંદર

 2. perpoto said,

  May 23, 2013 @ 3:12 am

  તબીબ કવિસાહેબ જગતના નાથને અનુભવે છે….સારી વાત છે.

 3. narendrasinh chauhan said,

  May 23, 2013 @ 3:28 am

  સાચું તો માત્ર વહેણ જે આંખોથી આંસુનું,
  ઝરણાં-નદીનું વહેવું તે વહેવું કશું નથી.
  AWESOME VERY NICE

 4. nimesh said,

  May 23, 2013 @ 4:36 am

  લાજવાબ…….

 5. Pushpakant Talati said,

  May 23, 2013 @ 5:58 am

  Why you are writting here that – ” અકાદમી-પરિષદના નિર્ણાયકો સંપૂર્ણ તાટસ્થ્યથી ચયન કરે તો એમનો તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પ્રથમ ગઝલસંગ્રહ “કહેવું કશું નથી” સોએ સો ટકા આ વર્ષના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ તરીકેના પારિતોષિકનો હક્કદાર છે. ”
  Does it mean that the JUDGES are deciding with BIAS and they are not તાટસ્થ્ય ? ?? ???

 6. વિવેક said,

  May 23, 2013 @ 9:18 am

  🙂

 7. pragnaju said,

  May 23, 2013 @ 10:22 am

  સ રસ

  સાચું તો માત્ર વહેણ જે આંખોથી આંસુનું,
  ઝરણાં-નદીનું વહેવું તે વહેવું કશું નથી

  વાહ્

  આંસુનો સરવાળો દર્દની બાદબાકી માટે સરળ માર્ગ સાબિત થાય છે. …

  આંસુઓ છલકે ત્યારે પણ આંખોમાં ખુમારી અકબંધ હોવી જૉઇએ.

  🙂

 8. Dr Harish Thakkar said,

  May 23, 2013 @ 12:21 pm

  આપનો બહુજ આભાર…..

 9. ASHOK TRIVEDI said,

  May 23, 2013 @ 7:51 pm

  khubaj sari gazal. maja avi gai.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment