સૌ સબંધોનો તું સરવાળો ન કર,
આ બટકણી ડાળ છે માળો ન કર
ઉર્વીશ વસાવડા

દોસ્ત – મુકુલ ચોકસી

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત;
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો
નાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

– મુકુલ ચોકસી

આજે જ ધ્યાન પર આવ્યું કે આ ગઝલ તો લયસ્તરો પર છે જ નહીં. આ ગઝલની ઓળખાણ મોટા ભાગના લોકોને એના છેલ્લા શેર પરથી હોય છે, જે ઘણો જાણીતો છે. પણ એટલા જ સરસ શેર જીરવી શકાશે… અને દરિયા-પહાડ-આભ... પણ થયા છે. જે પ્રેમ આખી દુનિયામાં ક્યાંય ન સમાય એ પ્રેમને નાની ચબરખીમાં સમાવવાના જાદૂની વાત કવિએ અદભૂત રીતે કરી છે !

7 Comments »

  1. Sangita said,

    September 5, 2007 @ 8:57 AM

    ખૂબ સુંદ્ર ગ્ઝ્લ્ !

  2. વિવેક said,

    September 5, 2007 @ 9:04 AM

    બધા જ શેર મજાના થયા છે…

    જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
    પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
    – દોસ્તીની કેટલી સુંદર વ્યાખ્યા !

  3. Pinki said,

    September 5, 2007 @ 12:42 PM

    તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
    બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

    ખૂબ જ સરસ…………….

  4. Jayshree said,

    September 5, 2007 @ 2:01 PM

    બસ બે જ દિવસ પહેલા આ ગઝલ વાંચી… ત્યારે પણ છેલ્લો શેર વાંચીને થયુ હતું કે હા… આ શેર તો વાંચ્યો છે પહેલા….

    પણ તમે કહ્યું એમ, બાકીના શેર પણ સરસ મજાના છે…!!

  5. Bhavna Shukla said,

    September 5, 2007 @ 2:30 PM

    દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો
    નાની ગઝલડી માં પ્રણયને સમાવ દોસ્ત……….

    – મન ને ગમ્યુ જે માણવુ તે હોય તો, આવીને પકડી છે આંગળી તમારી

    .

  6. Gaurav said,

    September 5, 2007 @ 4:50 PM

    તારા ગયા પછ…..
    vaah…

  7. Just 4 You said,

    August 17, 2009 @ 6:47 AM

    જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
    પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

    દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,
    અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

    Nice…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment