બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
અનિલ ચાવડા

દીવાને-ખાસ – હેમેન શાહ

જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,
કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,
ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,
ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,
હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,
સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટહાસ્ય લાવ્યો છું.

– હેમેન શાહ

અલગ ગઝલ લખવાનો પોતાની હઠ કવિ ગઝલ લખીને જ સમજાવે છે. જેના ખોળે માથું મૂક્યું તે ગઝલમાં તો વળી કઈ રીતે બાંધછોડ કરી શકાય ?

(પ્રાગડ=પ્રભાત)

7 Comments »

 1. pragnaju said,

  August 7, 2012 @ 10:44 pm

  સ રસ ગઝલ લાવ્યા છે
  જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
  હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

  બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,
  ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.
  આ વધુ ગમ્યા
  યાદ્
  મરે એને જીવાડે છે, જીવે એને મારે છે,
  અમી ને ઝેર બંનેનું બનેલું જામ લાવ્યો છું…
  તમોને ભેટ ધરવાને મજા ના ગીત લાવ્યો છું,
  મજા ના દિવસો ને રાતો મજાની લઇ ને આવ્યો છું,

 2. Rina said,

  August 8, 2012 @ 12:39 am

  awesome….

 3. વિજયનુ ચિંતન જગત said,

  August 8, 2012 @ 5:21 am

  […] August 8, 2012 vijayshah Leave a comment Go to comments દીવાને-ખાસ – હેમેન શાહ […]

 4. maya shah said,

  August 8, 2012 @ 6:47 am

  ખુબ સુન્દર.

 5. વિવેક said,

  August 8, 2012 @ 9:47 am

  અદભુત ગઝલ.. એક-એક ગઝલમાંથી સાચા ગઝલકારનો મિજાજ છતો થાય છે…

 6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  August 8, 2012 @ 11:02 am

  ગુજરાતી ગઝલોનું નામ આવે ત્યાં ‘હેમેન શાહ’ ખાસંખાસ છે.
  બહુ વાર એમ પણ લાગે એ ગુજરાતી ગઝલનો શ્વાસોશ્વાસ છે.

 7. Dhruti Modi said,

  August 8, 2012 @ 3:47 pm

  ખૂબ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment