શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !
ઘાયલ

ખુદા મળે-શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

– શૂન્ય પાલનપુરી

13 Comments »

 1. Rina said,

  July 30, 2012 @ 3:17 am

  awesome..

 2. Dhruti Modi said,

  July 30, 2012 @ 9:55 am

  સરસ ગઝલ.

 3. ધવલ said,

  July 30, 2012 @ 10:09 am

  રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
  સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

  – વાહ !

 4. Retd.prof.V.C.Sheth said,

  July 30, 2012 @ 10:53 am

  એવો ઘા આપ કે,
  સદાય તાજો રહે,
  સદાય તારી યાદમાં,
  તડપતો રહે.

 5. ડૉ.મહેશ રાવલ said,

  July 30, 2012 @ 12:47 pm

  શૂન્યસાહેબની સરસ ગઝલ પોસ્ટ કરી તીર્થેશભાઇ…..
  એવું દરદ ન આપ કે જેની દવા મળે…!
  બહુજ સરસ પંક્તિ…
  -દુનિયામાં ભૂલથી જો કોઈ બેવફા મળે.
  અને
  -ઝંઝા સામે ગયો તે ગયો, કૈં પતો નથી,
  આ બન્ને પંક્તિમાં ટાઈપિંગ એરર કરેક્ટ કરી લેશો પ્લિઝ….

 6. kishoremodi said,

  July 30, 2012 @ 1:09 pm

  નખશિખ સુંદર ગઝલ

 7. pragnaju said,

  July 30, 2012 @ 1:20 pm

  શૂન્યસાહેબની ગઝલ નો કહેવત જેવો મત્લા
  હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
  એવું દરદ ન આપ કે જેની દવા મળે.
  યાદ
  એય સાચું કે મારું દર્દ ગઝલ,
  એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.
  ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
  કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે !
  નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
  રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

 8. tirthesh said,

  July 31, 2012 @ 2:32 am

  @ ડો મહેશભાઈ રાવળ- મેં ફરીથી ચેક કર્યું – ટાઈપીંગ ની ક્ષતિ નથી. મૂળ શબ્દો આ પ્રમાણે જ છે. [ ‘શૂન્યની સૃષ્ટિ’ -સમગ્ર સર્જન – પૃષ્ઠ ૪૧૮]. બાવફા = વફાદાર.

 9. Maheshchandra Naik said,

  July 31, 2012 @ 11:06 pm

  સરસ ગઝલ માણવા મળી, આભાર્………………

 10. વિવેક said,

  August 1, 2012 @ 9:25 am

  સુંદર ગઝલ… બધા જ શેર મનનીય…

 11. malvikasolanki said,

  March 15, 2013 @ 5:02 am

  રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
  સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.
  -હ્રદય્સ્પર્શી ગઝલ

 12. Ashwin Prajapati said,

  March 27, 2013 @ 11:29 pm

  Hu to tamara sahitya no fan thai gayo bapu…. Palanpur ni shan 6o tame

 13. Harsh Barot said,

  April 11, 2013 @ 2:11 pm

  This is the totaly wonderfur…
  and i am also palanpuri…
  then i seluted gazatl of ‘SHUNYA PALANPURI’ and hartly saluted Mr.Chndrakant Baxi…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment