એક તો શોધો જગતના બાગમાં એવી વસંત,
ફૂલ ખીલ્યાં જે મહીં ક્યારેય કરમાતાં નથી.
ગોવિંદ ગઢવી

ગઝલ-ખલીલ ધનતેજવી

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,
થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,
પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

-ખલીલ ધનતેજવી

9 Comments »

  1. Rina said,

    July 22, 2012 @ 1:29 AM

    Wwaaahhh

  2. pragnaju said,

    July 22, 2012 @ 7:25 AM

    મસ્ત ગઝલનો મક્તા ખૂબ સુંદર
    ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,
    અહીં મત્લાનું પાગલપણું રંગ લાવ્યું !

    અમે જો બોલ્યા હોય ને તમે સાંભળ્યું હોય તો હું બોલ્યો છું કે કેમ, એ પૂછી જુઓ ને, આ બધાને. ન કરે વાત દેહ …. અંદરથી અવાજ આવે, એવું કહે છે. … એ વાતો બધી ભ્રાંતિ છે અને ભ્રાંતિને સત્ય માનીએ તો ક્યાં દહાડો વળે ? ….. આ ચેતનનો ભાગ અને આ મેટરનો ભાગ, એ બેની વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન પડી ગયેલું છે મારે. …… અને ‘હું ‘ એ અજ્ઞાન તૂટી ગયું, ફ્રેકચર થઈ ગયું, એ ઇગોઈઝમ ફ્રેકચર થઈ ગયો, એટલે બધું ગયું.
    પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું

  3. manilal m maroo said,

    July 22, 2012 @ 7:46 AM

    kyabatthai, manilal.m.maroo. marooastro@gmail.com

  4. SURESHKUMAR G VITHALANI said,

    July 22, 2012 @ 12:17 PM

    THANKS FOR THIS WONDERFUL GAZAL BY ONE OF THE MOST ACCOMPLISHED GAZAL WRITER OF GUJARATI LANGUAGE. CONGRATULATIONS.

  5. Dhruti Modi said,

    July 22, 2012 @ 3:43 PM

    ખૂબ જ સરસ ગઝલ. ગઝલનો મિજાજ લાજવાબ છે.

  6. ડૉ.મહેશ રાવલ said,

    July 23, 2012 @ 12:12 PM

    જનાબ ખલીલસાહેબના આગવા અંદાઝની ‘અફલાતુન’ ગઝલ.
    સલામ…..

  7. shwetang modi "શ્વેત" said,

    July 23, 2012 @ 2:25 PM

    અદભુત રચના સાહેબજી………

    મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
    ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

    વાહ વાહ વાહ……..

  8. Vineshchandra Chhotai said,

    July 24, 2012 @ 2:07 AM

    બહુ ત હિ સર બાત , અને બહૌ જ સરસ સબ્દો નિ માયા જાલ

  9. HATIM THATHIA said,

    July 25, 2012 @ 8:25 AM

    ખલેીલ એટલે જ લાજવાબ !!!એ ને વાન્ચવા અને સાન્ભવા એ એક લહાવો ચ્હે . મુમ્બઇમા જ્યારે
    મુમ્બૈ સમાચાર નો મલહાર ઉત્સવ મા ખલિલ માઈક વગર પણ પહાડી અવાજે જ્યારે ગઝલ રજુ કરે એટલે મુશાયરો રન્ગ જમાવિ દે . ખલિલ ને નવિ અને જુનિ શાયરોનિ પેડ્ઈ ને સન્કલ્તિ કડિ ન કહિ શકાય્???
    હાતિમ બગસરાવાલા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment