અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
હર્ષ બ્રહ્મભટ્ટ

મુક્તક – લાભશંકર દવે

એને સૃજનનો મોહ કંઈ લાગે ન એટલે,
આકાર આપીને એ નિરાકાર થઈ ગયો !
એણે ખુશી થઈને કરી સ્વર્ગની સજા,
હું પુણ્ય કમાઈને ગુનેગાર થઈ ગયો !

પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું,
અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું.
મને શાબાશીના બે શબ્દ કહેનારા નથી મળતા,
તો હું પોતે જ હાથે પીઠ મારી થાબડી લઉં છું.

– લાભશંકર દવે

1 Comment »

  1. વિવેક said,

    August 28, 2007 @ 3:17 AM

    સુંદર મુક્તક… પોતાના હાથે પોતાની પીઠ થાબડવાની વાત ખૂબ ગમી…. હું તો કાયમ એ જ કરતો હોઉં છું… 😉

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment