હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !
મનહરલાલ ચોક્સી

કબીર – ભજન

તોકો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે.
ઘટઘટ સેં વહ સાંઇ રમંતા કટુક વચન મત બોલ રે.

ધન જોબન કો ગરબ ન કીજૈ જૂથ પચરંગ ચોલ રે.
સુન્ન મહલ મેં દિયના બારિ લે આસ સોં મત ડોલ રે.

જોગ જુગત સોં રંગ મહલ મેં પિય પાયો અનમોલ રે,
કહૈ કબીર આનંદ ભયો હૈ બાજત અનહદ ઢોલ રે.

-કબીર

ઘૂંઘટનો પડદો ખોલી નાખ,તને પ્રિયતમ મળશે ! સર્વત્ર એ જ સાંઇ-પ્રિયતમ રમી રહ્યો છે,માટે તું કડવા વેણ ન બોલ.

આ ધન-દોલત,આ યુવાની નો તું લગીરે ગર્વ ન કરીશ, કારણકે આ પંચતત્વનું પચરંગી ખોળિયું અનિત્ય અને નાશવંત છે. તું આત્મજ્ઞાનની સાધના દ્વારા શૂન્ય-મહેલ [ બ્રહ્માંડ ] માં જ્યોતિર્મય બ્રહ્મનો દીપક પ્રગટાવી લે અને બીજી ભૌતિક તૃષ્ણાથી તું વિચલિત ન થા.

કબીર કહે છે કે મેં તો બ્રહ્માંડરૂપી રંગમહલમાં યોગસાધનાથી બ્રહ્મ-સાક્ષાત્કાર અનુભવ્યો છે,અને તે ક્ષણે દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે….આનંદની અનાહત દુંદુભિ ગાજી ઉઠે છે….

 

‘…….ઘૂંઘટ કા પટ ખોલ રે…’ – આ પંક્તિ મારી અતિપ્રિય પંક્તિ છે. ઈશારો એ તરફ છે કે આપણે જન્મથી આજ સુધીમાં એટલી બધી – એટલી બધી !!! – માન્યતાઓ,પૂર્વગ્રહો,જડ ધારણાઓ, સંકુચિત મનોવૃત્તિઓ ઇત્યાદિના અજગર-ભરડામાં ગ્રસ્ત થઇ ચૂક્યા હોઈએ છીએ કે આપણે હાથમાં આવેલા કોહિનૂરને ઠીકરું સમજી ફગાવી દઈએ છીએ. જડબેસલાક conditioning નાં આપણે સૌ શિકાર છીએ. હૃદયની વાતો તો બહુ કરીએ છીએ પરંતુ હૃદયની વાત કદી સંભાળતા નથી…મગજ આપણાં અસ્તિત્વનો સંપૂર્ણ કબજો જમાવીને બેઠું છે. ઇન્દ્રિયો વડે આપણને ઇન્દ્રીયાતીતને પામવું છે ! આપણે માત્ર આપણી memory ને કોરાણે મૂકી પ્રત્યેક ક્ષણને એક ફ્રેશ અનુભવ તરીકે જીવી શકીએ તો મગજની ગુલામીમાંથી મુક્તિ મળે…અને તે અવસ્થા તે innocence …..

7 Comments »

 1. Rina said,

  July 15, 2012 @ 1:39 am

  Great and an awesome ‘aswaad’….

 2. Kartika Desai said,

  July 15, 2012 @ 3:43 am

  Dhavalbhai,Good night with sweet smile.”kabir” bhajan r my all time favrite.He
  always guide,teach me in my life n bless me too.Thanks to sending me such a
  spiritual aspect….God bless u.

 3. pragnaju said,

  July 15, 2012 @ 8:38 am

  નાનપણથી ગાતા તે ભજનનો તીર્થેશ દ્વારા આલ્હાદિન આસ્વાદ.
  ઘણા ખરાને ભજનતો આત્મસાત્ હશે…
  બસ વારંવાર આસ્વાદ માણતા રહો માણતા રહો માણતા રહો
  અને પ્રતિક્ષા કરો
  અને તે ક્ષણે દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે….
  આનંદની અનાહત દુંદુભિ ગાજી ઉઠે છે….

 4. Dhruti Modi said,

  July 15, 2012 @ 4:50 pm

  આ ભજન વાંચતા જયુથિકા રોયનો અવાજ કાનમાં ગુંજવા લાગ્યો. એમણે આ ભજન ખૂબ સરસ ગાયું છે.સુંદર.

 5. ધવલ શાહ said,

  July 15, 2012 @ 7:29 pm

  ઉત્તમ પદ !

 6. વિવેક said,

  July 17, 2012 @ 2:54 am

  જેવું ઉત્તમ પદ એવો જ પિનાકિન ત્રિવેદીનો અનુવાદ અને એવો જ સુંદર તીર્થેશનો આસ્વાદ…

  ત્રિવિધ તાપ ટળી ગયા હોય એવું લાગે!!

 7. Amish Shah said,

  July 18, 2012 @ 3:46 pm

  આ ભજન શ્રિ જિગર ચોક્સિ ના અવાજ મા મ્મન્વ નિ અનોખિ મજ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment