જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
રમેશ પારેખ

ગઝલ – ધૂની માંડલિયા

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ
આમ રાતે બોજ બમણો થાય છે.

આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.

આ સવારો, સાંજ, પછી રાત પણ,
તુંય કાં સૂરજ, બટકણો થાય છે ?

રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ  નમણો થાય છે.

-ધૂની માંડલિયા

12 Comments »

  1. Dinesh Gajjar said,

    August 23, 2007 @ 5:23 AM

    Classic…
    Thanks…

  2. પંચમ શુક્લ said,

    August 23, 2007 @ 10:51 AM

    શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
    અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

    ‘કંકુવરણો’ શબ્દ કેટલી બધી અર્થચ્છાયાઓ ખોલી આપે છે.

  3. Bhavna Shukla said,

    August 23, 2007 @ 4:04 PM

    kyarek thay chhe bhau agharu chhe ne kyarek thay chhe aah… aato aam j hatu..
    hamnaj sfureli ek nani rachana bharu chhu Sureshbhai ane Vivekbhai,
    Ramesh Parekh dronguru chhe aa aeklavyee na..

    તારા સ્મ૨ણ નુ પોટલુ ને ગાઠ છોડી આમ તો
    વેદના ના દ્વાર ખોલી લે ઉભા કોને ખબર…..
    એક અમથી સ્યાહી ને એ પણ સજળ શ્યામળ હતી
    રઁગ ની છોળો ઉડી કોણે ભરી કોને ખબર….
    વાગશે રે વાગશે એવુ જ કૈક્ થોભી રહી
    કઁટક મહી વસઁતનો ટહૂકો સ્ફૂર્યો કોને ખબર….
    શાઁત જળવત એક વમળને પ્રીતિ છે એમ પુછીયુ
    છેટુ જૈ પાછુ નિરુત્તર શે વળ્યુ કોને ખબર….
    એક અવલઁબન મને કરતુ ઇશારો સાનમા
    બિઁદુવત અપરાધ માથે જો ચડે કોને ખબર….
    જળો જેવી કેટલી કઇ આસથા વળગ્યા કરી
    ને કવન એવુ બને કે પ્રાર્થના કોને ખબર….

  4. Jina said,

    August 24, 2007 @ 2:59 AM

    કંઈક કૂણૂં-કૂણૂં સળવળી ઊઠ્યું અંદર…!!!

  5. વિવેક said,

    August 24, 2007 @ 4:50 AM

    પ્રિય ભાવનાબેન શુક્લ,

    પ્રતિભાવમાં આપે બીડેલી ગઝલ વાંચી. મોટાભાગની લીટીઓ છંદમાં ગોઠવાયેલી છે, એ અલગ વાત છે કે છંદ બદલાતો રહે છે. કાફિયા અને છંદોની દિશામાં થોડું ખંતપૂર્વક કામ કરી શકાય તો જ આપના ગુરુ દ્રોણ ર.પા.ને સાચી દક્ષિણા આપી ગણાય, ખરું ને?

  6. preeti tailor said,

    August 26, 2007 @ 8:24 AM

    શબ્દનું આટલું સલુકાઈ ભર્યું રુપ પહેલી વાર સ્પર્શ્યું…

  7. Bhavna Shukla said,

    August 30, 2007 @ 12:55 PM

    Kan pakadu chhu Vivekbhai, R.P. na eklavya thava mate je tapasya joie te haju chalu j chhe. Mane vicharo sanklit karvanu fave chhe pan kavyswarup ni yogya samaj nathi. Kyay thi margdarsha ae dishma male (koi site,link ke pustak..) to aabhari thaish ghani.

  8. Kavita said,

    September 1, 2007 @ 8:16 AM

    As Bhavnaben mentions above, even i would be interested to research and understand more about કાફિયા અને છંદ, whether it is in the form of blogs or books… could the ગુણીજનો from this blog help?

  9. વિવેક said,

    September 1, 2007 @ 8:33 AM

    ગઝલ-શાસ્ત્રની શરૂઆત કરવા માટે આ એક લિન્ક ઉપયોગી નીવડી શક્શે….

    http://www.forsv.com/vaat-chit/viewtopic.php?t=6

    ટૂંકસમયમાં ગઝલશાસ્ત્રને લગતું આખું ઈ-પુસ્તક અમે પ્રગટ કરનાર છીએ… ત્યાં સુધી પ્રતીક્ષા કરવી પડશે, દોસ્તો! ધીરજનાં ફળ મીઠાં…

  10. Kavita said,

    September 3, 2007 @ 1:43 AM

    ખૂબ ખૂબ આભાર, discussion forum બહુજ રસપ્રદ લાગી, ઈ-પુસ્તકની રાહ જોઇશ.

  11. Bhavna Shukla said,

    September 5, 2007 @ 2:10 PM

    Vivekbhai,
    Khare j aabhar tamaro web-link mate.

  12. pragnaju said,

    January 10, 2008 @ 10:00 AM

    સુંદર ગઝલ
    શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
    અર્થ ત્યારે કંકુવરણો થાય છે.
    વાહ
    આંસુઓથી એ સતત ભીંજાય છે,
    પ્રેમપંથ એથી લપસણો થાય છે.
    વધુ ગમી.-પ્રેમ ભક્તિનો અણસાર
    “શબ્દ” પર જેટલું કહીએ તેટલું ઓછું. સંતો વેદને શબ્દ બ્રહ્મ કહે છે. દરેક શબ્દ ભાવ વેદ નથી, શબ્દની સ્થુળ અવસ્થા કર્મ છે, ભાવનાની સ્થુળ અવસ્થા શબ્દ છે, કર્મકાંડ વેદના દ્રારા પ્રવર્તિત થાય છે. વેદ પરમાત્માનું નીઃશ્વાસ રૂપ છે. ભાવરૂપી બ્રહ્મનો સ્વભાવ સિદ્ધ ચલન જ શબ્દ બ્રહ્મ છે. શબ્દ તેથી ભાવનું શ્વાસરૂપ છે. તેથી યજ્ઞમાં કે કર્મમાં સર્વવ્યાપી બ્રહ્મ પ્રતિષ્ઠીત છે.
    ” શ્રીકૃષ્ણ” આ એક જ શબ્દના ત્રણેય અક્ષરોની લગભગ તમામ રેખાઓમાં કયાંય સરળતા નથી. દેખીતી રીતે જ આ શબ્દ ભરપૂર ગૂંચવડાભર્યો જ લાગે.ત્યારે રામ શબ્દ સરળ છે. આ નામ જૉડે જે કાર્યો સંકળાયેલાં છે એમને માટેય આ વિધાન લાગુ પાડી શકાય એમ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment