હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
હિતેન આનંદપરા

અ-પ્રતિભાવ – જગદીશ જોષી

તારા ખોબામાં પારિજાત હશે
એમ માની હું પાસે આવ્યો.
પણ તારા ખાલી ખોબામાં
ઝાકળના બિંદુનોય કંપ નહોતો.

થોર જેવી તારી હથેલીમાં
સ્પર્શનું પંખી ટહુકવાનું ભૂલીને
સૂનમૂન પડ્યું હતું.

તારી કનેથી
પાછો વળી જોઉં છું તો
મારી એકલતાનું વૃક્ષ
પારિજાત ઝરે છે.

-જગદીશ જોષી

જે અંતરમાં નથી, તે ક્યાંય નથી…..

3 Comments »

  1. pragnaju said,

    June 10, 2012 @ 7:02 PM

    સરસ અછાંદરની આ પંક્તીઓ
    તારી કનેથી
    પાછો વળી જોઉં છું તો
    મારી એકલતાનું વૃક્ષ
    વાહ્
    પારિજાતનું આ વૃક્ષ પર મધરાતના વિશાળ લીલા પાંદડાઓની વચ્ચે પલ્લવિત થતા એના ઝીણા ઝીણા તારલિયા જેવા શ્વેત પુષ્પોનો ગુચ્છ મઘમઘે છે અને ઝગમગે છે.’ગંગાયાઃ પરિ-ઉપરિ જાત, ઈતિ પારિજાત’ના ન્યાયે ગંગાકિનારે પેદા થયેલું હોઈને એને પારિજાત કહેવાય છે. ‘અમૃત મંથન’માં પ્રગટ પારિજાતનું વૃક્ષ! પારિજાતનું નામ મંદાર કે શેફાલી!
    દિવસે એ ખામોશ થઈ જતું હોઈને કદાચ આ નામ અપાયું છે. પણ રાત્રે પારિજાતને યૌવન ફૂટે છે. મધરાતની નીરવ શાંતિ અને ઘેરા અંધકારમાં રૃમઝૂમ કરતા પારિજાત રાસ રચે છે. પારિજાતના ફૂલ ઝૂમખામાં ઉગે છે. સવાર પડે ત્યાં આપમેળે પરોઢિયે ખરી પડે છે. વૃક્ષની આસપાસ ચોપાસ બધે જ જાણે સેંકડો નાનકડા પારિજાત રંગોળી રચી દે છે. પારિજાતનું ફૂલ ડાળી સાથે ચોંટેલુ રહે, એવું સ્વાર્થી નથી. એ તો આપમેળે જ પગ તળે કચડાઈને પણ આંખોમાં આનંદ અને શ્વાસમાં સુગંધ ઘૂંટવા થનગને છે!એ માધવના માધુર્યની સોગાત છે. એ પ્રિયાને ખાતર પરમેશ્વરે સ્વર્ગમાંથી ધરતી પર ઉતારેલી કવિતા છે! ખોબો ભરીને ખોળામાં ઠલવાયેલા પારિજાત ખૂશ્બૂના કેફમાં ચંચળ ચિત્તડું પ્રેમ માં સરી પડે છે…

    પારિજાત ઝરે છે.પારિજાત ઝરે છે.પારિજાત ઝરે છે.

  2. Pravin Shah said,

    June 10, 2012 @ 11:19 PM

    સરસ !
    પ્રજ્ઞાજુબેનનો આસ્વાદ સુંદર રહ્યો.

  3. વિવેક said,

    June 11, 2012 @ 7:32 AM

    પારિજાત વિશે વિશેષ જાણકારી અહીં મળી શક્શે:

    શ્વેત પરછાઈ – કનક રાવળ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment