સહજ કરવું પડ્યું પણ તે ક્ષણે અમને ખબર નહોતી,
કે આ તો આપવા જેવું કોઈ દ્રષ્ટાન્ત થઈ ચાલ્યા.
– મુકુલ ચોક્સી

ચાંદની – સ્કિપવિથ કનેલ

ઝૂરીઝૂરીને થાક્યો છું,
બેહોશ છું પ્રેમમાં;
મારા માથા પર ચાંદની
પડી છે
તલવારની જેમ.

– સ્કિપવિથ કનેલ
(અનુ.સુરેશ દલાલ)

અમેરિકન કવિતામાં ‘ઈમેજીસ્મ’ના એક પુરસ્કર્તા કવિની નાનકડી કાવ્ય-છબી. સાદી અને સીધી રજૂઆત, અને ધારદાર સચોટ વર્ણન ‘ઈમેજીસ્મ’ના લક્ષણો છે.

6 Comments »

  1. pragnaju said,

    May 16, 2012 @ 2:30 AM

    ત્રીજી આંખના દર્શનની જેમ પ્રેમ-લાગણી અને તર્ક/બુધ્ધિની સમન્વય રજુઆત.
    આમાં આવી શરતો હોય છે
    I. Direct treatment of the “thing,” whether subjective or objective.
    II. To use absolutely no word that does not contribute to the presentation.
    III. As regarding rhythm: to compose in sequence of the musical phrase, not in sequence of the metronome.અને આ રચના
    ઝૂરીઝૂરીને થાક્યો છું,
    બેહોશ છું પ્રેમમાં;
    મારા માથા પર ચાંદની
    પડી છે
    તલવારની જેમ.
    અ દ ભૂ ત રીતે પ્રગટી

  2. v.c. sheth said,

    May 16, 2012 @ 6:58 AM

    ઝુરવું જેના નશિબમાં,
    નશિબ પણ સાથ દે ના,
    કોઇ ને સ્પર્શે ચાંદની,
    મોરપિચ્છની જેમ,
    મને ઝેર કટારીની જેમ

  3. ધવલ said,

    May 16, 2012 @ 8:30 AM

    મૂળ અંગ્રેજી :

    I am weary with longing,
    I am faint with love;
    For upon my head the moonlight
    Has fallen
    As a sword.

    – Skipwith Cannéll

  4. himanshu patel said,

    May 16, 2012 @ 11:13 AM

    મારા માથા પર ચાંદની
    પડી છે
    તલવારની જેમ.
    ********
    મારા માથે
    પડી ચાંદની
    તલવાર સમ…..ભાષાની કરક્સર pragnajuએ નોંધેલા સિધ્ધાંત#૨ને આનુસરે છે.

  5. ધવલ said,

    May 16, 2012 @ 10:47 PM

    ખરી વાત છે, હિમાંશુભાઈ. તમે સૂચવેલો અનુવાદ સરળ છે અને સહજ પણ છે.

  6. Dhruti Modi said,

    May 17, 2012 @ 5:54 PM

    નાનું મઝાનું કાવ્ય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment