ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
સુંદરમ્

ગઝલ – ઉર્વીશ વસાવડા

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.

પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.

માનવી ને માનવી ગણવો ફકત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.

અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.

પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર ખૂબ જ મજાના એવી આ ગઝલ ઘણી ઊંડી વાતો કરી જાય છે, સમજાય તો…

8 Comments »

  1. pragnaju said,

    May 10, 2012 @ 9:43 PM

    સુંદર ગઝલ
    આ શેર વધુ ગમ્યો

    પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
    દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.
    વાહ
    આ તર્કની વાત નથી અનુભૂતિની છે તેને
    પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
    સાવ સીધો તર્ક છે, સમજાય તો.
    કે
    વિતંડાવાદ થી ન સમજાય

  2. Rina said,

    May 11, 2012 @ 12:51 AM

    કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
    એ જ સાચું પર્વ છે, સમજાય તો.

    પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
    દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો
    beautiful…..

  3. Rina said,

    May 11, 2012 @ 12:51 AM

    કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
    એ જ સાચું પર્વ છે, સમજાય તો.

    પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
    દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો
    awesome

  4. dipika said,

    May 11, 2012 @ 3:13 AM

    ખુબ સરસ્

  5. સુનીલ શાહ said,

    May 11, 2012 @ 4:01 AM

    સુંદર ગઝલ..

  6. manilalmaroo said,

    May 11, 2012 @ 11:21 AM

    very good

  7. Darshana Bhatt said,

    May 11, 2012 @ 11:04 PM

    જો સમજાય …..તો સમજવા જેવિ ઉત્તમ ગઝલ.

  8. ડૉ.મહેશ રાવલ said,

    May 12, 2012 @ 2:07 AM

    વાહ…ઉર્વીશભાઇ,
    આ કલમ પર છે નિયંત્રણ કોકનું,
    ને મને એ ગર્વ છે, સમજાય તો.
    -સમજવા જેવી ખેલદિલી….સાવ પેટછુટ્ટી વાત… -સુંદર,માર્મિક ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment