હાથમાં તો આજ છે – તો આજને પીધા કરો,
કાલની ખાલી નદીમાં સંસરીને શું કરીશું ?
મનસુખ લશ્કરી

ગુજરાતી યુનિકોડને વધાઈ નંબર બે : દિવ્ય ભાસ્કર પણ હવે યુનિકોડિત !

થોડા વખત પર સંદેશ યુનિકોડનો ઉપયોગ કરનારું પહેલું ગુજરાતી છાપું બન્યું હતું. આજથી દિવ્ય ભાસ્કર યુનિકોડનો ઉપયોગ કરનારું બીજું ગુજરાતી છાપું બને છે. દિવ્ય ભાસ્કર જો તમે ઈંટરનેટ એક્સપ્લોરરમાં જોતા હો તો તમને કોઈ જ તફાવત દેખાશે નહીં. પરંતુ આ સાઈટના ફોંટ (સૂર્યા) એ આજથી યુનિકોડ એનકોડિંગમાં કામ કરે છે. હવે એક વધુ છાપું તમે ગુગલથી શોધી શકો છો અને એમાંથી કોઈ પણ ‘ટેક્સ્ટ’ લઈને કોઈને ઈ-મેલ કરી શકો છો.

આનો એક વધારે ફાયદો એ છે કે સૂર્યા ફોંટનો આપ યુનિકોડ ફોંટ તરીકે (શ્રુતિની જગાએ) ઉપયોગ કરી શકો છો. આ ફોંટને મેં આજે બરાબર અજમાવી જોયા છે અને કેટલીક બાબતમાં ( દા.ત.દૃ અને શ્લો જેવા અક્ષરો માટે) એ શ્રુતિ ફોંટથી પણ વધારે સરસ કામ આપે છે. ગુજરાતીમાં ‘પ્રોફેશનલ’ લેવલના ગણી શકાય એવા આ ‘શ્રુતિ’ પછીના પહેલા યુનિકોડ ફોંટ છે.

યુનિકોડનો પવન પુરબહારમાં ફૂંકાવા માંડ્યો છે. હવે ગુજરાતીના પતંગને નેટના આકાશમાં ઊંચે ચડવામાં જરાય વાર નહીં લાગે !

8 Comments »

 1. વિવેક said,

  August 1, 2007 @ 3:24 am

  …અને બીજી એક વસ્તુ નોંધી? તમે તમારા એક ફૉન્ટમાંના યુનિકોડ લખાણને કોઈપણ પળોજણ વિના બીજા ફૉન્ટમાં પરિવર્તિત કરી શકો છો?

 2. કુણાલ said,

  August 1, 2007 @ 7:15 am

  અરે હજી તો આ સ્તર પર ઘણુ કામ થવાનું બાકી છે… 🙂 અને આશા રાખીએ કે આપણા માટે વધુ ને વધુ સુવિધાઓ પ્રાપ્ત થતી રહે …

 3. પંચમ શુક્લ said,

  August 1, 2007 @ 8:30 am

  કોડને ફૉન્ટ-વૈવિધ્ય મળે તો સોનામાં સુગંધ ભળે.

 4. ઊર્મિ said,

  August 1, 2007 @ 1:46 pm

  આપણે તો ‘યુનિકોડ’ને જ અભિનંદન આપવા જોઈએ… આ બીજો પહાડ સર કરવા બદલ…! 🙂

  બીજી એક ખાસ વાત મારા ધ્યાનમાં આવી તે એ છે ધવલભાઈ કે ઉપરની તમારી દિવ્ય ભાસ્કરની લિંક બરાબર ચાલતી નથી… એમાં તમે http://www.divyabhaskar.co.in/index.html એમ લિંક આપી છે… જે વર્ડપ્રેસમાં ઘણી વખત નથી ચાલતી…. એમાંથી www કાઢી નાંખશો તો ચાલશે… આ જ પ્રોબ્લેમ દિવ્ય ભાસ્કરનાં મુખ્ય પૃષ્ઠ પર આપેલી મોટા ભાગની લિંકોમાં છે… ત્યાં પણ મોટાભાગની લિંકોમાંથી ઉપર એડ્રેસબારમાં જઈને www કાઢી નાંખો તો જ ચાલે છે… દિવ્ય ભાસ્કર વાળાઓને કદાચ આ પ્રોબ્લેમની ખબર નથી લાગતી…!

 5. Tushar said,

  August 1, 2007 @ 4:05 pm

  If Sandesh is unicode why are characters not correct in Mozilla Firefox?
  I see that all “maatraas” are not “combined” in one character. Headlines are correct but actual articles are not.

  But it is good to know that finally, these websites are taking actions. I had emailed them about using unicode multiple times couple of years ago, but I guess I was way ahead of the time.

  I hope that Gujarat Samachar follows soon.

  good times are ahead for gurati webjagat.

 6. ધવલ said,

  August 1, 2007 @ 5:25 pm

  આભાર, ઊર્મિ. તે સૂચવેલો સુધારો કરી લીધો છે.

  તુષારભાઈ. ફાયરફોક્સમાં તમને જે કેરેક્ટર બ્રેક થતા દેખાય છે એનું કારણ છે કે ફાયરફોક્સના રેંડરિંગમાં તકલીફ છે. આ જ તકલીફ વર્ડપ્રેસની કેટલીક થીમમાં પણ થાય છે. મોટાભાગે જ્યારે cssમાં alignment justify સેટ કરેલું હોય ત્યારે આ તકલીફ થાય છે. Alignmentને જો right, left કે center કરો તો ફાયરફોક્સ બધુ બરાબર બતાવશે. પણ જો justify કરશો તો ફાયરફોક્સ તરત પાણીમાં બેસી જશે !

 7. Prerak V. Shah said,

  August 3, 2007 @ 4:09 am

  ઘણુ સરસ! કેટલા વખત થી આની રાહ જોવાતી હતી.

  One more advantage is that we can also have Rss feeds if we have used unicode in our site.

  Thanks…

 8. લાલુ said,

  January 31, 2009 @ 12:53 am

  દિવ્ય ભાસ્કર પેપર સેટીંગ માં કયા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે
  ‘એડોબ પેજમેકર’ કે ‘ક્વોર્ક એક્ષ્પ્રેસ’ તે જણાવશો.

  લાલુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment