નિરંતર ઉત્ખનન ચાલુ ને કંઈ પણ હાથ ના આવે,
તો સમજો શ્વાસની આ સઘળી યાતાયાત ખોટી છે.
વિવેક મનહર ટેલર

મુઠ્ઠીમાં – કિસ્મત કુરેશી

લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં,
જીવન જીવી જવાની છે તો છે તદબીર મુઠ્ઠીમાં.

અગર લાગે છે, તો ખોબો જ એમાં કામ લાગે છે,
નથી ઝિલાતાં કોઈથી નયનના નીર મુઠ્ઠીમાં.

હશે કાં આટલી મોટી તે કિંમત બંધ મુઠ્ઠીની?
ખૂલી જ્યાં, જોયું તો ન્હોતું કશું યે હીર મુઠ્ઠીમાં.

કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઊગામી જો,
પછી તારે નહીં લેવી પડે શમશીર મુઠ્ઠીમાં.

નજુમીએ કહ્યું તો યે નથી કિસ્મત મળી અમને,
હથેળીમાં જ અંકિત છે હજુ જાગીર મુઠ્ઠીમાં.

– કિસ્મત કુરેશી

હાથ જો મુઠ્ઠી થઈ જાય તો કિસ્મતને પકડવાનું કામ સહેલું છે.

8 Comments »

 1. Rina said,

  May 3, 2012 @ 12:38 am

  waaah……was reading this ghazal today morning:):) it has three more shers in the book…

  દીવાલો દુર્ગની તોડી છે, બોલે છે તવારીખો,
  મૂકી છે શક્તિ એવી સર્જકે અકસીર મુઠ્ઠીમાં .

  દુઃશાસન પણ પછી તો પાપથી નિજ ખુબ પસ્તાયો
  કે જયારે ના સમાયાં દ્રૌપદીના ચીર મુઠ્ઠીમાં.

  મને ડર છે કે તો તો મન થશે જકડાઈ જાવાનું
  જો એનાં જુલ્ફ્ની આવી જશે જંજીર મુઠ્ઠીમાં.

 2. Deval said,

  May 3, 2012 @ 2:07 am

  waah…maja padi…thanx Rina for sharing remaining shers…. 🙂

 3. રાકેશ ઠક્કર, વાપી said,

  May 3, 2012 @ 3:01 am

  સરસ રચના
  કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઊગામી જો,
  પછી તારે નહીં લેવી પડે શમશીર મુઠ્ઠીમાં.

 4. વિવેક said,

  May 3, 2012 @ 3:27 am

  સરસ રચના પણ મુઠ્ઠી જેટલી બળકટ ન લાગી…

 5. pragnaju said,

  May 3, 2012 @ 4:09 am

  સ રસ રચના

  દુઃશાસન પણ પછી તો પાપથી નિજ ખુબ પસ્તાયો
  કે જયારે ના સમાયાં દ્રૌપદીના ચીર મુઠ્ઠીમાં
  વાહ
  યાદ

  હુંય મુઠ્ઠીમાં સમયની બંધ છું, એક રેખામાં હજી અકબંધ છું.
  આવતાં પ્હેલાંજ અંધારું થયું, કયાં ગયું અજવાળું જાણે અંધ છું.
  ઓસની સથે સળગતા શ્વાસ આ,ફૂલમાં સળગી ગયેલી ગંધ છું.
  રોજ મારાથીજ હું છૂટો પડું, બોલ ક્યા ભવનો ઋણાનુંબંધ છું?

 6. dr>jagdip said,

  May 3, 2012 @ 5:10 am

  ચાલો મુઠ્ઠીઓ ખુલી જ છે તો હુંયે મારી
  મુઠ્ઠી થોડી ખોલી દઉં

  સાવ કર્યો ડૂચો મુઠ્ઠીમાં
  કાશ અમે હોતે એ કાગળ

  મુઠ્ઠી મૃગજળ રણમાં નાખી
  હરણાની હેરતને મ્હાલો

  જરી મુઠ્ઠી ગુલાલ અંગ છાંટ્યો
  ત્યાં તો પાલવની પ્રિતે બંધાતા

  નાનકડી પોટલીમાં વાસી રે ધાન સમો, લટકાતો ભેરૂની કેડ
  મુઠ્ઠીભર આરોગી હૈયાના હેત, તમે અંધારે કીધો અજવાસ
  શ્યામ તમે ભાળ્યુ શું મારામાં ખાસ..?

  શી ખબર ક્યારે અલખના દ્વાર પર ઉભા રહો
  એક મુઠ્ઠી શ્વાસ તારી પોટલીમાં રાખજે

  ભાગ્યના બે ચાર લીટા ખુબ સાચવવા
  હાથની મુઠ્ઠી કરી, તો સાવ ચોળાયા

  મુક્તક….

  એક મુઠ્ઠી રણ, ભરી લીધું અમે
  ને પછી મૃગજળ સતત પીધું અમે
  દોડજો, આ છળ હવે ખૂટી જશે
  એટલું મૃગને ફકત કીધું અમે..!!

 7. pragnaju said,

  May 3, 2012 @ 7:04 am

  धन्यवाद ,ડૉ જગદીપસાહેબ આ તો ખુલ્લી મુટ્ટી લાખની…!

 8. Sudhir Patel said,

  May 3, 2012 @ 9:46 pm

  વાહ, ભાવનગરના ગઝલ-ગુરૂ સ્વ.કિસ્મત કુરેશીની લાજવાબ ગઝલ અહીં પ્રગટ કરવા બદલ ધવલભાઈનો આભાર!
  સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment